News of Monday, 24th November 2025
શાશ્વત ફાઉન્ડેશનના પ્રમુખ નિલેશપુરી ગોસ્વામીનો જન્મ દિવસ

રાજકોટ તા. ર૪ :.. સામાજીક સંસ્થા શાશ્વત ફાઉન્ડેશનના પ્રમુખ નિલેશપુરી ગોસ્વામીનો આજે જન્મ દિવસ છે. ક્રિએટીવ ગ્રુપ રાજકોટનાં તેઓ ફાઉન્ડર પ્રમુખે છે. અને સમાજ ઉત્કર્ષનાં અનેકો પ્રોજેકટો તેઓએ સુપેરે આયોજન કર્યા છે.
આ ઉપરાંત તેઓશ્રી સુંદરમ ટ્રસ્ટ, વૈદેહી ફાઉન્ડેશનમાં પ્રમુખ પદે આરૂઢ થઇ સામાજીક કાર્યો કરી રહ્યા છે. તેઓ મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળનાં સૌરાષ્ટ્ર પ્રદેશના યુવા પાંખ પ્રમુખપદે પણ ભૂતકાળમાં આરૂઢ થયા હતા. અને સમાજ ઉત્થાનનું કાર્ય કરી રહ્યા છે. સમાજનાં વિવિધ ક્ષેત્રો તેમજ અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા લોકોનું વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા નિલેશપુરી ગોસ્વામીને આજે તેમના જન્મ દિવસ નિમિતે તેઓનાં મો. નં. ૯૮રપર ૭૩૪૭૬ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.
(3:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
