<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

રાજ્ય સભાના સંસદસભ્ય પરિમલભાઈ નથવાણીએ ગીરના એશિયાટીક સિંહના સંરક્ષણ પરની ડોક્યુમેન્ટ્રી સાથે 'વિશ્વ સિંહ દિવસ'ની ઉજવણી કરી : અદ્દભુત એશિયાટીક સિંહના સંરક્ષણની કથા, તેમાં સ્થાનિક સમુદાયોની ભૂમિકા,કુદરતી આવાસનું રક્ષણ કરવા માટે જોડાયેલા લોકોની અથાગ મહેનત : વન્યજીવો અને માલધારી સમુદાય વચ્ચેના પેઢીઓ જૂના સહ-અસ્તિત્વની સાથે વન અધિકારીઓ, અગ્રિમ હરોળના કર્મચારીગણ અને ટ્રેકર્સની કામગીરીને પણ રેખાંકિત કરી છે : "સંરક્ષણક્ષેત્રે આ અસાધારણ સફળતા મૂળભૂત રીતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિ અને વન અધિકારીઓ તેમજ અગ્રિમ હરોળની ટીમોના અવિરત સમર્પણથી પ્રેરિત છે4:47 PM IST

અમદાવાદમાં હજારો વાહનો ત્રીજા દિવસે ચેક : લુખ્‍ખાઓને ક્રાઇમ બ્રાન્‍ચે બોકાસા પડાવી દીધા : દુષ્‍કર્મ કરનાર પર પોલિસ કમિશ્નર સહીત આખુ અમદાવાદ લાલચોળ બનેલ, તેવા ધગતા સમયે પોલિસની રિવોલ્‍વર છીનવવાની ભૂલ કરનાર આરોપીના પગમાં ગોળી મારી દેતા, પોલિસના પગમાં પડી માફી માંગેલ : દારૂ પી વાહન ચલાવનાર, છરી, ચાકા સાથે નિકલનાર દાદાઓની દાદાગીરી કાઢી નાખીઃ જોઇન્‍ટ સીપી ક્રાઇમ, જોઇન્‍ટ સીપી નીરજ બડ ગુજ્જર, સેક્‍ટર વડા જયપાલસિંહ રાઠોડ, ડીસીપી અજિત રાજિયાણ, ડીસીપી હર્ષદ પટેલ, ડીસીપી રૂપલ સોલંકી, ભરત પટેલ, સહીત ડીસીપી,પીઆઇ, પોલિસ જવાનો ઓપરેશન નાઈટ આઉટ વોચ સફળ બનાવવા ઊંધા માથેઃ મારા શહેરના સીધા સરળ લોકોની સળી કરશો તો સીધી નહિ લગડી ચાલ ચાલવાની તૈયારી રાખજોઃ લુખ્‍ખાઓને અનુપમસિંહ ગેહલોતે નવા ગુજરાત મોડેલ અંતર્ગત જાહેર ચેતવણી આપી2:59 PM IST

બાવીસ ગુનાઓમાં સામેલ યુપીના આસુ સહિત ચારે ૨૦ દિ' રેકી કરીને ૧૯ લાખની લૂંટ કરી'તી : ભાવનગર રોડ પર પ્રાઇમ એન્‍ટરપ્રાઇઝ આંગડીયાની લૂંટનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલ્‍યોઃ મથુરા, બંગાળથી બે પકડાયા-બેની શોધ : અગાઉ દિલ્‍હી રહી ઇમિટેશનનું કામ કરતો બંગાળની રમઝાનઅલી ઉર્ફે રાજુ ત્રણ મહિનાથી રાજકોટ રહી કામ કરતો'તોઃ તેને દિલ્‍હી હતો ત્‍યારે યુપીના આસુ, રાજસ્‍થાનના અરૂણ ઉર્ફે ઇલુ અને મથુરાનો પ્રવિણ મળ્‍યો હતોઃ આસુએ ફોન કરી રાજકોટમાં રૂમ શોધવા કહેતાં રમઝાનઅલીએ ભગવતીપરામાં રૂમ શોધ્‍યોઃ પછી ચારેય ભેગા મળ્‍યા અને પ્‍લાન ઘડી લૂંટ ચલાવીઃ સાથે મળી લૂંટને અંજામ આપ્‍યો હતોઃ ડીસીપી જગદીશ બાંગરવાએ વિગતો જણાવી3:21 PM IST

નરેન્દ્રભાઈ મોદીએ નાગરિક સેવાની સાથે વન્યપ્રાણી- પ્રકૃતિ સંવર્ધનનો વિચાર આપ્યો છે જેને ગુજરાતે સાકાર કર્યો છે : સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં સિંહની વધતી જતી વસ્તી એ માત્ર એક આંકડો નથી પરંતુ વનરાજોના વૈભવના વારસા અને ગૌરવને જાળવી રાખવાની જનભાગીદારી સાથેના સરકારના સંકલ્પ સહિતના સંવર્ધનકારી પ્રયાસોનું પરિણામ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : 143 વર્ષ પછી બરડામાં સિંહોનો પુનઃ વસવાટ થતા ગીર બાદ કોસ્ટલ એરિયામાં ટુરીઝમ સાથે ઇકો સિસ્ટમ મજબૂત બનશે : જો વન્યસૃષ્ટિ ટકશે તો જ માનવજાત ટકી શકશે: વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા : પોરબંદરમાં વિશ્વ સિંહ દિવસની રાજ્યકક્ષાની ગૌરવપૂર્ણ ઉજવણીમાં મુખ્યમંત્રી વર્ચ્યુઅલી જોડાયા1:30 PM IST