News of Friday, 5th December 2025
પડધરીના શિક્ષક નિતિન રમેશ બદ્રકિયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ નિતિનભાઈ રમેશભાઈ બદ્રકિયાનો જન્મ ૫મી ડિસેમ્બર ૧૯૮૩ ના રોજ જામનગર જિલ્લાના ધ્રોલના મોટા વાગુદળમાં થયો છે. તેમણે કોલેજ સુધીનું શિક્ષણ ધ્રોલના લીધું છે, જ્યારે બી.એડ. રાજકોટમાં કરેલ છે. તેઓ વર્ષ ૨૦૦૬થી ૨૦૧૩ સુધી રાજકોટના ડો. આર. ડી. ગાર્ડી શૈક્ષણિક સંકુલ ન્યારા કેમ્પસ ડાયરેક્ટર તરીકે સેવા આપ્યા બાદ ૨૦૧૩થી હાલમાં તેઓ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાની શ્રી સરપદડ કન્યા તાલુકા શાળામાં સામાજિક વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. શ્રી વિવેકાનંદ યુથ ક્લબ રાજકોટ અને ભારત વિકાસ પરિષદ આનંદનગર દ્વારા શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવેલ છે. શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટમાં એન્કર તરીકે સેવા આપી રહ્યા છે. બોલબાલા ટ્રસ્ટ દ્વારા વોઇસ ઓફ રાજકોટ ગૌરવ પુરસ્કાર ૨૦૨૫થી સન્માનિત કરવામાં આવેલ તેમના જન્મદિવસે તેમને મો. ૯૮૭૯૬૧૨૫૪૫ ઉપર શુભકામનાઓ વરસી રહી છે.(૩૮.૧૨)
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
