<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

બાબરા ભાજપના પાયાના પથ્‍થર મુકુંદરાય જસાણીનો જન્‍મદિન

રાજકોટ, તા,.૬ : બાબરા : અમરેલી જીલ્લા અને બાબરાના અનેક સામાજીક સંસ્‍થા સાથે જોડાયેલા મુકુંદભાઇ જસાણીનો જન્‍મદિવસ છે.

બાબરામાં ભાજપનો પાયો નાખનાર ‘પાયાના પથ્‍થર' ઘણા વર્ષો સુધી ભાજપના કન્‍વીનર તરીકે સેવા આપી તેમણે બાબરા નાગરીક બેંકના ડીરેકટર તરીકે સેવા આપી, બાબરા ચેમ્‍બર્સ ઓફ કોમર્સના ઉપપ્રમુખ તરીકે સેવા આપી, વિશ્વ લેવલના રઘુવંશી સંસ્‍થા લોહાણા મહા પરીષદના યુવા પાંખના મંત્રી તરીકે સેવા આપી. અખિલ ગુજરાત લોહાણા મહાજન સમાજમાં સેવા આપી. અમરેલી રઘુવંશી ફેમીલી કોર્ટ (પંચાયત)માં સેવા આપી. અમરેલી જીલ્લા રઘુવંશી લોહાણા મહાજન મંત્રી તરીકે સેવા આપી હાલ શ્રી રીધેશ્વર મહાદેવ મંદીરના પ્રમુખ તરીકે તથા બાબરા જલારામ મંદીરના ટ્રસ્‍ટી તરીકે સેવા આપે છે. હાલમાં જ અમરેલી સંઘ મંડલના ટ્રસ્‍ટી તરીકે રાજીનામુ આપી બીજા માટે જગ્‍યા કરી આપી હતી. (મો. ૯૪૦૮૦ ર૪ર૦૯)

(11:59 AM IST)