<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

નીલ ભાઈ મહેતાનો આજે જન્‍મદિવસ

જીવરક્ષા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી

રાજકોટ :  જીવદયા અને ગૌસેવાને જીવનધર્મ બનાવી લીધેલા  જૈન અગ્રણી અને સમાજસેવક  નીલભાઈ  મહેતા આજ રોજ જીવનના ૩૪માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ જીવરક્ષા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટમાં  ટ્રસ્‍ટી તરીકે ફરજ બજાવી રહ્યા છે , જૈનવિઝન સંસ્‍થા અહિંસા ક્રાંતિ દૈનિક ન્‍યૂઝના ઓલ ઇન્‍ડિયા બ્‍યુરો ચીફ તરીકે  કાર્યરત છે.

તેમના જન્‍મદિને  જીવ રક્ષા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ ના ફાઉન્‍ડર  કેતન ભાઈ સંઘવી,  જૈન વિઝન પરિવારના મિલનભાઈ કોઠારી,  મહાજન ટ્રસ્‍ટી ગિરીશભાઈ શાહ, પારેશભાઈ શાહ, મિતલભાઈ ખેતાણી (કરુણા ફાઉન્‍ડેશન), પ્રતીકભાઈ સંઘાણી, ધીરેનભાઈ કાનાબાર, જૈન ALERT ગ્રુપ, વિહાર સેવા ગ્રુપ,  મીત્રવર્તુળ દ્વારા શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી રહી છે. મો. નં.  ૭૦૪૩૬૪૪૪૪૪  

(12:00 PM IST)