News of Saturday, 6th December 2025
જાણીતા ધારાશાસ્ત્રી અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ઍનરોલમેન્ટ કમિટિના ચેરમેન મનોજભાઈ અનડકટનો કાલે ૬૩માં વર્ષમાં મંગલ પ્રવેશ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૬ઃ સૌરાષ્ટ્રના પ્રથમ હરોળના જાણીતા ધારાશાસ્ત્રી અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેનપદે રહીને યશસ્વી સેવાઓ આપનાર પૂર્વ ચેરમેન તથા હાલ ઍનરોલમેન્ટ કમિટિના ચેરેમન શ્રી મનોજભાઈ ઍમ. અનડકટનો કાલે૬૩ મો જન્મ દિવસ છે.
જામનગર મુકામે તા. ૦૭-૧૨-૧૯૬૩ ના રોજ જન્મેલા મનોજભાઈ સતત ત્રીજી વખત બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં ચુંટાયા છે અને બીજી વખત તેઓ ઍનરોલમેન્ટ કમિટિના સભ્ય તરીકે ચુંટાયા છે.
શ્રી મનોજભાઈ ધારાશાસ્ત્રી તરીકે અને રાજકીય ક્ષેત્રે અપાર ચાહના નામના ધરાવે છે અનેક મર્ડર કેસો તેઓઍ સફળતા રીતે ચલાવ્યા છે. અત્યંત મિલનસાર સ્વભાવના અને સદાય હસતા ચહેરા સાથે અનુભવનું મોટુ ભાથું અને આધ્યાત્મિક અગમ નિગમ ક્ષેત્રે પણ વિશાળ વાંચન-જ્ઞાન ધરાવતા શ્રી મનોજભાઈ અનડકટને ૬૩ માં વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે.
૧૯૮૮ ની સાલમાં જામનગર મુકામે તેમના પિતાશ્રી અને સૌરાષ્ટ્રના ધરખમ ગજાના ધારાશાસ્ત્ર્ી મનીલાલ અનડકટ સાથે ફોજદારી, દિવાની, રેવન્યુ સાઈડની પ્રેકટીસની શરૂઆત કરેલ. મનોજભાઈ ભારતીય જનતા પાર્ટીના સતત ત્રણ ટર્મથી લીગલ સેલના કન્વીનર તરીકે સેવાઅો આપે છે.
તેમજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના લીગલ સેલમાં પણ તેઅો સભ્ય છે. તેમજ જામનગર લોહાણા સમાજના કારોબારી સભ્ય છે. જામનગરની અનેક ધાર્મિક, શૈક્ષણિક અને સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે તેઅોના મોબાઇલ નંબર ૯૬૩૮૫ ૧૫૧૪૭ ઉપર શુભેચ્છા વર્ષા થશે.
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
