<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

મંત્રી ઇશ્‍વરસિંહ પટેલના અંગત સચિવ ચેતન ગણાત્રાનો જન્‍મદિન

રાજકોટ સાથે સ્‍નેહની કડી, સર્વથી વડી

રાજકોટઃ રાજયકક્ષાના જળસંપતિ અને પુરવઠા અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઇશ્‍વરસિંહ પટેલના અંગત સચિવ તરીકે ફરજ બજાવતા અધિક કલેકટરશ્રી ચેતન બી. ગણાત્રાનો જન્‍મ ૯ ડીસેમ્‍બર ૧૯૭૮ના દિવસે થયેલ. આજે ૪૮માં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે.

નિષ્‍ઠાવાન અને પ્રતિષ્‍ઠાવાન અધિકારી શ્રી ચેતન ગણાત્રા ભૂતકાળમાં પડધરી રાજકોટ ગ્રામ્‍ય અને તાલાળામાં મામલતદાર, પોરબંદરમાં પ્રાંત અધિકારી, મોરબીમાં નાયબ કલેકટર રાજકોટમાં નાયબ મ્‍યુનિસીપલ કમિશનર, શહેરી વિકાસ સત્તા મંડળ (રૂડા) માં મુખ્‍ય કારોબારી અધિકારી તત્‍કાલીન શહેરી વિકાસ રાજય મંત્રી વિનુભાઇ મારડિયાના અંગત સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે. કુંવરજીભાઇ બાવળિયા રાજયના પાણી પુરવઠા અને નાગરિક પુરવઠા મંત્રી હતા ત્‍યારે તેમના અંગત સચિવ તરીકે કાર્યરત હતા. હવે પાણી પુરવઠા વિભાગના નવા મંત્રી શ્રી ઇશ્‍વરસિંહ પટેલના અંગત સચિવ તરીકે તેમની નિમણુંક થઇ છે. ફોન નં. ૦૭૯-ર૩રપ૭૦૧ર મો. ૯૯૭૮૪ ૦૧૧૬૩ ગાંધીનગર. 

(11:37 AM IST)