<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

ગીરસોમનાથ જિલ્લાના લોકનેતા રાજશીભાઈ જોટવાનો આજે જન્‍મદિવસ

 

ગીરસોમનાથઃ જિલ્લાના રાજકીય એપી સેન્‍ટર એવા આદ્રી ગામમાં ૧૨/૧૨/૧૯૬૦ના રોજ જન્‍મેલા આ નેતાએ ૧૯૮૦થી આદ્રી ગામના સરપંચ થી પોતાની રાજકીય કારકિર્દી શરુ કરી વેરાવળ તાલુકા પંચાયતના પ્રમુખ, સોમનાથ મતવિસ્‍તાર ના ધારાસભ્‍ય અને ગુજરાત રાજ્‍ય બીજ નિગમના ચેરમેન તરીકે સેવા આપનાર રાજશીભાઇ જોટવાનો આજે જન્‍મદિન છે. સાથે ગૌસેવા માટે લોકડાયરા અને આહિર સમાજમાં સમુહલગ્નોત્‍સવ ની પહેલ કરનાર આ નેતા સતત લોકો વચ્‍ચે રહી લોકોની ચોવીસ કલાક સેવા કરતા આ નેતા આજે પણ ગીરસોમનાથ જિલ્લાના લોકોના હૃદય માં પોતાનું આગવું સ્‍થાન ધરાવે છે. આજે તેમના ૬૬માં જન્‍મદિવસ નિમિતે તેમના શુભેચ્‍છકો અને ચાહકો તરફ થી તેમના જન્‍મદિવસ નિમિતે ઇષ્ટદેવને પ્રાર્થના સાથેની તેમના મોબાઈલ નંબર ૯૮૨૫૨ ૬૩૦૭૩ પર શુભકામનાઓ વરસી રહી છે

(12:11 PM IST)