રિયાધના કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર હૂતીઓનો મહાભયાનક હુમલો: ૧૨નાં મોત, ૩૦૯ ઘાયલ: મૃતકોમાં એક અમેરિકન નાગરિકનો પણ સમાવેશ: સંખ્યાબંધની સ્થિતિ ગંભીર : નાગરિકો પરના હુમલાની અમેરિકાએ કડક નિંદા કરી: માર્કો રુબિયોએ સાઉદી અરેબિયાને સમર્થન આપ્યું, સાઉદી આગેવાનીવાળા ગઠબંધને વળતા જવાબની ચેતવણી આપી: અમેરિકા આગબબુલા : મૃતકોમાં ચાર સાઉદી, બાંગ્લાદેશના બે તથા અમેરિકા, ઇજિપ્ત, જોર્ડન, સિરિયા, પેલેસ્ટાઇન અને સુદાનના એક-એક નાગરિકનો સમાવેશ: હવાઈમથકની કામગીરી અસ્થાયી રીતે સ્થગિત: રિયાધ આવતી ઉડાનોને અન્ય હવાઈમથકો તરફ વાળવામાં આવી9:36 AM IST
દિલ્હીમાં મધરાતથી મેટ્રોના ૪૫ સ્ટેશનોના પ્રવેશ અને બહાર નીકળવાના દરવાજા ફરી ખુલ્યા: ઉત્તર રેલવેએ આજથી સામાન્ય સમયપત્રક મુજબ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી: શનિવારે ૭૫ લાંબા અંતરની અને ૧૭૦ ટૂંકા અંતરની ટ્રેનો રદ થયેલ : જંતરમંતરના વિરોધ દેખાવો વચ્ચે મુકાયેલા પરિવહન નિયંત્રણો હળવા થયા: મેટ્રોમાં ટ્રેન બદલવાની સુવિધા પુનઃસ્થાપિત: સુપ્રીમની સૂચનાના ભંગ અંગે અદાલતના અનાદરની અરજીની આજે સુનાવણી9:38 AM IST
મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે આજે ફરી જંતરમંતર કૂચનું એલાન: આગેવાનોની અટકાયત બાદ પણ લડત ચાલુ રાખવા સીજેપીની હાકલ : અજિંક્ય શિંદેએ સુકાન સંભાળી આજે ત્યારે સવારે દસ વાગ્યે એકત્ર થવા હાકલ કરી: દિલ્હી પોલીસનો બંદોબસ્ત યથાવત્, જ્યાં રોકવામાં આવે ત્યાં જંતર મંતર ગણીને વિરોધ કરવાની સમર્થકોને અપીલ9:40 AM IST
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ સામેની કાર્યવાહી બાદ રાહુલ ગાંધીની નવી હાકલ: ૧૨ ઓક્ટોબરે કોંગ્રેસ, સમગ્ર ઇન્ડિયા ગઠબંધન અને યુવાનો સાથે મળીને ફરી રસ્તા પર ઊતરશે: કહ્યું કે સરકાર યુવાનોનો અવાજ દબાવવાનો જેટલો પ્રયાસ કરશે, તેમનો રોષ એટલો જ વધશે : વિદ્યાર્થીઓ અને મહિલાઓ સાથે થયેલી હિંસાનો આક્ષેપ કરીને સરકારને પડકાર: સરકારનું ટેન્શન વધાર્યું: મુખ્ય ન્યાયાધીશ સમક્ષ રજૂઆત કરવાનો રાહુલનો ઇરાદો, ભાજપે પોલીસ કાર્યવાહીનો બચાવ કર્યો9:41 AM IST
ભારતના મુખ્ય ન્યાયાધીશે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓની મુલાકાતની માંગ ફગાવી : કોર્ટમાં અરજી દાખલ કરવા સ્પષ્ટ આદેશ : મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામા અને કથિત મત ચોરી મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કૂચ કરવાની જાહેરાત વચ્ચે સીજેઆઈ જસ્ટિસ સૂર્ય કાંતનો વ્યક્તિગત મળવાનો ઇનકાર : મામલો સબ જ્યુડિશિયઈલ હોવાનું જણાવ્યું10:42 PM IST
રાજસ્થાનમાં નરેશ મીણાએ ૧૦મા દિવસે ઉપવાસ તોડ્યો; રવિન્દ્ર સિંહ ભાટીએ તેમને જ્યુસ પીવડાવ્યો, પછી એક મોટી જાહેરાત કરી : શિવસેનાના ધારાસભ્ય રવિન્દ્ર સિંહ ભાટીએ નરેશ મીણાને જ્યુસ પીવડાવ્યો:મીણાએ એક મોટી જાહેરાત કરી: ૧૧ સભ્યોના પ્રતિનિધિમંડળે તેમની માંગણીઓ પર ચર્ચા કરવા માટે જિલ્લા કલેક્ટર સાથે મુલાકાત કરી.12:08 AM IST
અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ભારતીયોનો વધતો દબદબો : માત્ર સત્તામાં હિસ્સો જ નહીં પણ ટેકો આપનારા અન્ય લોકોનું સમર્થન : રોમેશ જાપ્રાએ કહ્યું કે "ચૂંટણીમાં ફક્ત ભારતીય-અમેરિકનોનું સમર્થન કરવું પુરતું નથી. આપણે એ લોકોનું પણ સમર્થન કરવું પડશે જે ભારતીય સમુદાય અને હિન્દુઓ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. "11:39 PM IST
વિશ્વભરમાં ઠેર ઠેર પૂર અને વરસાદ: એશિયાથી અમેરિકાખંડ સુધી વરસાદી આફત: ઇન્ડોનેશિયા–ઈરાનમાં પૂરથી તારાજી, મેક્સિકોના પશ્ચિમ-મધ્ય પ્રશાંત દરિયાકાંઠે ચોથી શ્રેણીના ‘સાઇમન’ વાવાઝોડાથી જોખમ સર્જાયું : પશ્ચિમ સુમાત્રામાં અનેક લોકોનું સ્થળાંતર: ઈરાનનાં ૪૫ ગામના માર્ગો બંધ; થાઇલેન્ડ, ફિલિપાઇન્સ અને ઇટાલીમાં વરસાદની ચેતવણી11:35 PM IST
મણિપુરના પહાડી વિસ્તારોમાં ફરી હિંસાની આગ સળગી ઊઠી: મૃત્યુ આંક વધતો જાય છે: કામજોંગ, કાંગપોકપી અને ઉખરૂલ સહિત ૩ જિલ્લામાં ૨૪ કલાકમાં ૯નાં મોત, કુકી અને નાગા સમુદાયનાં ૧૪ મકાનો સળગાવાયાં: ૩ નાગા ગ્રામરક્ષકોનાં મોત : કામજોંગમાં પોલીસમથક આસપાસ પ્રતિબંધાત્મક આદેશ; કાંગપોકપીમાં ૨૪ કલાકના બંધનું એલાન, ગોળીબાર અને ઘાતકી હુમલાઓની તપાસ વચ્ચે ફરી વકર્યો તણાવ: હિંસાના વિરોધમાં આદિવાસી એકતા સમિતિએ કાંગપોકપી જિલ્લામાં ૧૦ ઓક્ટોબરની સાંજે છ વાગ્યાથી ૨૪ કલાકના સંપૂર્ણ બંધનું એલાન આપ્યું છે9:43 AM IST
કપટપૂર્ણ SMS અને હેડરના દુરુપયોગ સામે મોટો સિકંજો: તેલંગાણા સાયબર સિક્યુરિટી બ્યુરોએ ૩ ટેલિમાર્કેટિંગ કંપનીઓ સામે નોંધ્યો ગુનો : KFin ટેક્નોલોજીસ અને નરીમન ફિનવેસ્ટના રજિસ્ટર્ડ SMS હેડર્સ તથા DLT સ્ક્રબિંગ સિસ્ટમનો દુરુપયોગ કરી ગ્રાહકોને ખતરનાક શોર્ટ લિંક્સ મોકલવાનો સંગીન આરોપ: Onextel, Nimbus Adcom અને TVL Media સામે કાનૂની કાર્યવાહી10:27 PM IST
પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરતી મહિલાની ધરપકડ: સંવેદનશીલ લશ્કરી ઠેકાણાઓની વિગતો લીક કરવાનો ખુલાસો : ૨ આર્મી જવાનો પણ સંડોવાયા : હુસૈનીવાલા બોર્ડર નજીકથી ફરીદકોટની ગુર્નૂર સિદ્ધુની ધરપકડ : ભારત-ચીન સરહદે તૈનાત જવાનો પર ગુપ્ત માહિતી લીક કરવાનો આક્ષેપ : SSOC પોલીસે ઑફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો10:24 PM IST
કનોટ પ્લેસમાં પરિસ્થિતિ ફરી વણસવા લાગી: લોકોની ભીડ એકઠી થઈ ગઈ: પોલીસ અને વિરોધીઓ વચ્ચે ઘર્ષણ : મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) ના રાજીનામાની માંગણી સાથે દિલ્હીમાં CJPનો વિરોધ બીજા દિવસે પણ ચાલુ: રવિવારે વધુ 200 લોકોની અટકાયત :જંતર-મંતર તરફ કૂચ કરવાનો પ્રયાસ કરી રહેલા વિરોધીઓને પોલીસે વિવિધ વિસ્તારોમાં અટકાવ્યા.9:59 PM IST
સેટેલાઇટ ઇન્ટરનેટ મુદ્દે ગરમાગરમ ચર્ચા: મસ્કને દેશની નહીં પણ નફાની ચિંતા છે : સ્ટારલિંકના ભારતમાં પ્રવેશ અંગે એન્કર આનંદ નરસિંહનનો આકરો પ્રહાર : રાષ્ટ્રીય સુરક્ષા, ડેટા કન્ટ્રોલ અને ચૂંટણી મૅન્ડેટના અપમાન અંગે વરિષ્ઠ પત્રકારો સામસામે : નલિન મહેતાએ ‘ઓલિગાર્કિક ટેકઓવર’ ના દાવો ફગાવી સ્પષ્ટતા કરી6:31 PM IST
ઇમરાનની મુક્તિ માટેની કૂચ વચ્ચે પાકિસ્તાનમાં મોટો રાજકીય ધડાકો: ખૈબર પખ્તૂનખ્વામાં ઇમરાન ખાનના પી.ટી.આઈ. પક્ષની સરકારની સત્તા છીનવી લેવાતા હવે લશ્કરની મદદ સાથે ગવર્નર રાજ: કૂચ સ્વાબી પહોંચ્યાનો પક્ષનો દાવો : આફ્રિદી–જુનૈદની અટકાયતના અહેવાલો વચ્ચે પેશાવર ભેગા થવા હાકલ: ૧૩મીએ આગળની રણનીતિ જાહેર કરવાનો અગાઉનો કાર્યક્રમ અનિશ્ચિત: વાટાઘાટો ચાલુ હોવાના અહેવાલ8:52 PM IST
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન વચ્ચે હનુમાનગઢીના મહંત રાજુદાસનું મોટું નિવેદન : Gen-Z સામે આકરા પ્રહાર! : “મોદીજી, લાકડી ઉપાડો!” : મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે સળગી રહેલા આંદોલન વચ્ચે મહંત રાજુદાસે રાષ્ટ્રવાદ અને હિન્દુ રાષ્ટ્રનો મુદ્દો ઉછાળ્યો : વિરોધ પ્રદર્શનમાંથી મુક્ત થયેલા CJP નેતા સૌરવ દાસે સરકાર પર કટોકટી જેવા દમનનો આરોપ લગાવ્યો6:11 PM IST
પાકિસ્તાનમાં રાજકીય ઘર્ષણ તીવ્ર: ખૈબર પખ્તુનખ્વામાં કટોકટી જાહેર, ઇમરાન ખાનની પીટીઆઈ પાર્ટીની પ્રાંતીય સરકાર સસ્પેન્ડ: પેશાવર તરફ લશ્કરી ટેંકો આગળ વધી રહયાના પણ અહેવાલો : આતંકવાદ સામે નિષ્ફળતાનો કેન્દ્રનો આક્ષેપ; રાજ્યપાલને વહીવટ સોંપાયો, ઇમરાન ખાનની મુક્તિ માટે સમર્થકોના ઇસ્લામાબાદ તરફના મોરચા વચ્ચે આ નિર્ણય લેવાયો5:57 PM IST
બ્રસેલ્સમાં સરકારી ખર્ચમાં કાપકૂપ અને વધતી જતી મોંઘવારી સામે પ્રચંડ જનઆક્રોશ: હજારોના શાંતિપૂર્ણ દેખાવો વચ્ચે બુકાનીધારીઓ દ્વારા આગજની અને પોલીસ સાથે અથડામણ: પથ્થરમારો અને તોડફોડ બાદ ટીયરગેસ–પાણીનો મારો: ૨૧ લોકોની અટકાયત, તેમાં ૧૩ સગીર : આવતીકાલે ૧૨ ઓક્ટોબરે રાષ્ટ્રીય કામદાર આંદોલન: વહીવટી કેન્દ્ર અને સંપર્ક કચેરીઓની સેવાઓમાં વિક્ષેપની ચેતવણી: કામદાર સંગઠને ચોક્કસ આર્થિક પગલાં લેવાશે તો ૨૩ નવેમ્બરથી સામાન્ય હડતાળની ચીમકી આપી4:33 PM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે...4:31 PM IST
બપોરે ૧૨ વાગ્યે: દિલ્હીમાં દેખાવો વચ્ચે સુપ્રીમ કોર્ટનો હસ્તક્ષેપ: મેટ્રો, ઇન્ટરનેટ અને લોકોની અવરજવર સામાન્ય રાખવા કેન્દ્રને નિર્દેશ : અટકાયતો અને વકીલોને રોકવાના આરોપો અંગે રવિવારે વિશેષ સુનાવણી: સીજેપીના ત્રણ નેતાઓની શરતી મુક્તિ, સુરક્ષા યથાવત્ : દિલ્હીમાંથી તમામ બેરીકેડ હટાવી લેવાના નીચલી અદાલતના આદેશ અંગે સત્તાવાર વિગતો મળતી નથી12:27 PM IST
રાજધાની દિલ્હીમાં મોટી હલચલ મચાવનાર બનાવ: 'કૉકરોચ' જનતા પાર્ટીના નેતાઓ અભિજીત ડિપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાની શરતી મુક્તિ : તમામ નેતાઓને દિલ્હી કેન્ટોનમેન્ટ વિસ્તારના સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા: કોર્ટે તેઓને મુક્ત તો કરી દીધા, પરંતુ સાથે-સાથે સ્પષ્ટ તાકીદ કરી છે કે આગામી એક વર્ષ સુધી આ નેતાઓ કોઈપણ પ્રકારની એવી પ્રવૃત્તિમાં સામેલ થશે નહીં જેનાથી કાયદો અને વ્યવસ્થા જોખમાય અથવા પાટનગરની સુલેહ-શાંતિનો ભંગ થાય11:36 AM IST
અરાજકતા ફેલાવનારાઓ સામે ભારતીય જનતા પાર્ટી કડક કાર્યવાહી કરશે : ભાજપ અધ્યક્ષ નિતિન નબીનની રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને સીજેપી સામે આક્રમક ચેતવણી : જુઓ વિડીયો : વિદેશી તાકાતો સાથે મળીને દેશને અસ્થિર કરવાના પ્રયાસો સાંખી નહીં લેવાય : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે વિપક્ષી નેતાઓની 'બિકાઉ' રાજનીતિની આકરી ટીકા કરી9:55 PM IST
નવી દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન અંગે સંયુક્ત રાષ્ટ્રની ચિંતા: અટકાયત કરાયેલા લોકોની મુક્તિની માંગ અને સુપ્રીમ કોર્ટમાં ખાસ સુનાવણી : મુખ્ય ચૂંટણી કમિશનર સામેના આંદોલન બાદ માનવાધિકાર આયોગની અપીલ; પ્રદર્શનકારીઓની ધરપકડ અને મેટ્રો પ્રતિબંધો સામે રવિવારે સુપ્રીમ કોર્ટમાં વિશેષ સુનાવણી યોજાશે10:58 PM IST
‘અદાલતોમાં જઈ જઈને થાકી ગયા, રાહતની આશા નથી’: દિલ્હીમાં દેખાવો પર પ્રતિબંધો અને અટકાયતો વચ્ચે કપિલ સિબ્બલે ન્યાયિક રાહત અંગે વ્યક્ત કરી નિરાશા : ‘બંધારણને બચાવી શકે તો સર્વોચ્ચ અદાલત જ’: ચૂંટણી પંચ સામેના વિરોધ દરમિયાન શાંતિપૂર્ણ દેખાવકારોને રોકવા અને પરિવહન નિયંત્રણો સામે સિબ્બલના આકરા સવાલો : દિલ્હીના દેખાવો સંબંધે ૯ ઓક્ટોબરની અદાલતી સૂચનાનો ભંગ થયો હોવાના મુદ્દે અધિકારીઓ સામે અવમાનનાની કાર્યવાહી માગતી અરજી પર સર્વોચ્ચ અદાલત આજે રવિવારે સુનાવણી કરશે તેવા અહેવાલો11:34 PM IST
ઝેલેન્સ્કી સામે ટ્રમ્પનો આકરો પ્રહાર: રશિયા સાથે સમજૂતી કરી શકે તેવા નવા પ્રેસિડેન્ટ મી યુક્રેનને જરૂર હોવાનું કહી યુક્રેનમાં નેતૃત્વ બદલવાની કરી હાકલ : રશિયન ડીઝલને અમેરિકા નિકાસ કરવાની છૂટથી વિવાદ વકર્યો: રિફાઇનરીઓ પર હુમલા બદલ ટ્રમ્પ નારાજ; પ્રતિબંધોમાં રાહતથી મોસ્કોને યુદ્ધ માટે નાણાં મળશે એવી ઝેલેન્સ્કીની સ્પષ્ટ ચેતવણી11:20 PM IST
પશ્ચિમ બંગાળમાં મહાલયાની ભવ્ય ઉજવણી: મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ૧૨,૪૦૦ નવી દુર્ગા પૂજા સમિતિઓને આપી મંજૂરી : કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અને પદયાત્રા સાથે શક્તિપર્વનો પ્રારંભ; અગાઉની તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર પર કટાક્ષ કરતા મુખ્યમંત્રીએ કરી મહત્વની જાહેરાતો11:53 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાતની સાંસ્કૃતિક વિરાસત અને લોક પરંપરા સમાન ગરબાને વૈશ્વિક ઓળખ પીએમ મોદીએ શરૂ કરાવેલા વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવથી મળી: ભુપેન્દ્રભાઈ પટેલ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની દ્વારા યોજાતા સ્વ સહાય જૂથો અને સખીમંડળોની બહેનોના ગૃહ ઉદ્યોગ તેમજ હસ્ત કલા કારીગરીના ઉત્પાદનો ના મેળાનું ઉદઘાટન કર્યું10:56 PM IST
ગાંધીનગરમાં નવા આંદોલનના એંધાણ :13 પડતર માંગણીઓને લઈને દસ્તાવેજ નોંધણી વિભાગના કર્મચારીઓ સોમવારથી ઉતરશે મેદાનમાં : ગુજરાત રાજ્ય રજીસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ કર્મચારી મંડળ દ્વારા પોતાની 13 જેટલી પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો મંડાયો:. છેલ્લા ત્રણ વર્ષથી પડતર પ્રશ્નોનો કોઈ ઉકેલ ન આવતા કર્મચારીઓમાં ભારે રોષ 12:17 AM IST
સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, દિલ વિધાઉટ બિલ: લદ્દાખના પહાડોથી અમદાવાદ સુધી આશાની સફરઃ ૬૯ વર્ષના સાનાની વિનામૂલ્યે હૃદય સર્જરી : ચાર સ્વજનોની જવાબદારી અને માસિક આવકનો અભાવ હોવા છતાં લેહના નિવૃત્ત પોલીસ અધિકારીને અમદાવાદની શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલમાં વિનામૂલ્યે જટિલ હૃદય સર્જરીનો સહારો મળ્યો10:44 PM IST
બોગસ લૂંટનો ડ્રામા ઉકેલાયો: રૂ. ૧૧ લાખ ન ચૂકવવા ઘડેલા કાવતરાનો ક્રાઇમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ : મામાને રૂપિયા ન દેવા પડે એ માટે લૂંટનો ખેલ ઉભો કરનાર ભાણેજ ધીરેન્દ્રસિંહ અને તેના બે મિત્રો ધ્રુવરાજસિંહ તથા ભાવેશ પકડાયા: પોલીસ ઇન્સપેક્ટર એ.એસ.ચાવડા, એમ.એલ. ડામોર, સી.એચ.જાદવ, પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.પી.ઝાલા, એ.એન.પરમાર, વી.ડી.ડોડીયા, વી.ડી.રાવલીયા, એસ.એમ.રાણા10:14 PM IST
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એટીએમ મશીન સાથે છેડછાડ કરી ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના યુપીના ત્રણને ઝડપી પાડ્યા : એટીએમના કેશ ડિસ્પેન્સર બોક્સમાં એલ્યુમિનીયમની પટ્ટી ફીટ કરી પૈસાની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડીનો ખુલાસો: રૂ. ૪.૪૫ લાખનો મુદામાલ કબ્જે: રાજકોટના ત્રણ અને સુરત, અમદાવાદ, મહેસાણાના ૧૪ ગુના કબુલ્યા : ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી.બી. બસિયાની સૂચના અને પીઆઇ એ.એસ.ચાવડા, એમ.એલ.ડાભોર, સી.એચ.જાદવ, પીએસઆઈ ડી.પી.ઝાલા, એસ.એમ.રાણાની ટીમની કસમગીરી: એએસઆઈ વિજયરાજસિંહ જાડેજા, હેડકોન્સ. સંજયભાઈ અલગોતર તથા કોન્સ. નિકુંજભાઈ મારવીયા અને સંજયભાઈ ખાખરીયાની બાતમી9:36 PM IST
પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં ૪૫મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાનનો દિવ્ય પ્રારંભ : "નવરાત્રિ આહાર, વાણી અને મનનો સંયમ રાખીને મા દુર્ગાની ઉપાસના કરવાનું પર્વ છે" - ભાઈશ્રી : શ્રીરામચરિત માનસ પાઠ, કુમારિકા પૂજન અને યજ્ઞશાળામાં ઘટસ્થાપન સાથે અનેક ધાર્મિક મનોરથો સંપન્ન7:39 PM IST
શંકરસિંહ વાઘેલાએ ચલાલામાં દાન મહારાજની જગ્યાના દર્શન કર્યા:ખેડૂતોને યોગ્ય આર્થિક સહાય, પાક નુકસાન વળતર અને દેવા માફ કરવાની માંગ કરી : પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે ખેડૂત બચશે તો જ ગુજરાતની અર્થવ્યવસ્થા બચશે. પ્રચાર પાછળ થતા ખર્ચમાં ઘટાડો કરીને તે નાણાં ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવા પાછળ વાપરવા જોઈએ.8:12 PM IST
કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા6:15 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાંથી કાળ બનીને ધસી આવેલું એક વિમાન મિસાઈલની જેમ ધમધમતા રોડ પર ધડાકાભેર ક્રેશ થતાં ૯ લોકોના કમકમાટીભર્યા મોત:આકાશ ચોતરફ કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરાઈ જતાં મચી ગઈ ભયાનક સનસનાટી : રોડ પર દોડતા વાહનો પર વિમાન પતંગની જેમ તૂટી પડતાં જ ભયાનક ધડાકો થયો: રક્તરંજિત મંજર અને વિમાનના ચીથરેચીથરા ઊડી ગયેલા દ્રશ્યો જોઈને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
દુનિયાના બીજા સૌથી મોટા કાપડ નિકાસકાર દેશ બાંગ્લાદેશમાં મોંઘવારીના અસહ્ય માર સામે કાપડ ઉદ્યોગના લાખો શ્રમિકોએ બમણા પગારની ઉગ્ર માગ સાથે રસ્તા પર ઉતરીને કાળમુખો હોબાળો મચાવ્યો:સળગતા ચક્કાજામ અને હિંસક વિરોધ પ્રદર્શનોથી આખા દેશમાં મચી ગઈ ભયાનક સનસનાટી : કાપડ ફેક્ટરીઓમાં તોડફોડ અને ચક્કાજામ વચ્ચે લાખો શ્રમિકોનો આક્રોશ ફાટી નીકળતાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ અને ગાર્મેન્ટ માલિકોના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
યુરોપના પાવરફુલ દેશ જર્મનીમાંથી હેલોવીનની રાત્રે અત્યાર સુધીનો સૌથી મોટો, ખૌફનાક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ૩૪ મોટા શહેરોમાં ‘Gen Z’ યુવાનોનું અણધારી આક્રમકતા સાથે ભયાનક આંદોલન ફાટી નીકળ્યું: ૧.૬૦ લાખ યુવાનો રસ્તા પર ઉતરી આવીને લક્ઝરી કાર શોરૂમ્સ પર પાટિયાં મારીને તોડફોડ મચાવી : પોલીસકર્મીઓ પર ફટાકડા અને પથ્થરો ફેંકીને આખો દેશ હચમચાવી નાખનાર આ કાળમુખા તોફાનો જોઈને આખી દુનિયાના વિદેશી મીડિયાના છાતીના પાટિયા બેસી ગયા5:36 PM IST
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં આધુનિક ટેક્નોલોજી અને એઆઈ (AI) બૂમના જોરે તાઈવાને આર્થિક વિકાસની તમામ હદો વટાવીને વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ બનવાનું કાળમુખું પરાક્રમ કરી બતાવતા વૈશ્વિક બજારોમાં મચી ગઈ ભારે સનસનાટી : ચિપ્સ અને સેમિકન્ડક્ટર ઉદ્યોગના રાક્ષસી ગ્રોથ સામે મોટી-મોટી મહાસત્તાઓના હોશ ઉડી ગયા: વૈશ્વિક અર્થવતંત્રમાં સર્જાયેલા આ સ્ફોટક પરિવર્તનથી પરંપરાગત અર્થશાસ્ત્રીઓના છાતીના પાટિયા બેસી ગયા6:14 PM IST
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારે દબાણ અને ચેતવણીઓને ધૂળ ચાટતી કરીને યુક્રેની સેનાએ રશિયાની મસમોટી ઓઇલ રિફાઇનરીઓ પર એકસાથે ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને આકાશને કાળા દિબાંગ ધુમાડા અને અગનજ્વાળાઓથી ભરી દીધું:યુએસ મિડ-ટર્મ ચૂંટણી પહેલાં જ ભૂરાજકીય તણાવ ચરમસીમાએ પહોંચતાં મચી ગઈ ભારે સનસનાટી : "અમે કોઈના દબાણમાં નહીં આવીએ..." રશિયાના આર્થિક અને ઈંધણના આધારસ્તંભ સમાન રિફાઇનરીઓ ભડકે બળતાં યુદ્ધના જ્વાળામુખી વચ્ચે ટ્રમ્પ છાવણી અને પુતિન શાસનના છાતીના પાટિયા બેસી ગયા6:13 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
બીએમસીની દિવાળી ઝુંબેશ વીડિયો હટાવ્યા બાદ અભિનેત્રી દિયા મિર્ઝા અને મુંબઈના મેયર વચ્ચે ઉગ્ર શાબ્દિક યુદ્ધ: સોશિયલ મીડિયા પર વિવાદે પકડ્યું જોર : વીડિયો હટાવવાની કાર્યવાહી બાદ મેયર દ્વારા અભિનેત્રી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા; દિયા મિર્ઝાએ પણ પોતાના બચાવમાં સ્પષ્ટતા રજૂ કરી ભારે અસંતોષ વ્યક્ત કર્યો.5:29 PM IST
બૉલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને ૮૪મા જન્મદિવસે મુંબઈમાં 'જલસા' નિવાસ્થાને બહાર પ્રશંસકોનું અભિવાદન ઝીલ્યું : ચાહકોએ ભેટમાં મોટો હાર અર્પણ કર્યો : જુઓ વિડીયો : ૫૫ વર્ષથી વધુની કારકિર્દી ધરાવતા સુપરસ્ટારને સોશિયલ મીડિયા પર સેલેબ્સ અને ફેન્સ તરફથી મળી રહી છે શુભેચ્છાઓ : 'કૌન બનેગા કરોડપતિ ૧૮' હોસ્ટ કરી રહેલા અમિતાભ આગામી સમયમાં 'કલ્કી ૨૮૯૮ એડી' ની સિક્વલમાં જોવા મળશે10:34 PM IST































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી

































.jpg)





































































































