<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

યુવા એડવોકેટ રૂપરાજસિંહ પરમારનો આજે જન્‍મદિવસ

રાજકોટ, તા.૨૦:રાજકોટ બાર એસોસિએશન સભ્‍ય અને યુવા એડવોકેટ   રૂપરાજસિંહ પરમારનો આજે જન્‍મદિવસ છે.  એડવોક્રેટ રૂપરાજસિંહ પરમારે  દાદા ધારાશાસ્‍ત્રી સ્‍વ. ક્રિપાલસિંહજી (ગરાસિયા બોડિંગના પૂર્વ મુસાહેબ)  અને  પિતાજી ધારાશાસ્‍ત્રી  સ્‍વ. રાજકુમારસિંહજીનો વકીલાતનો વારસો જાળવી રાખી પરિવારનુ નામ રોશન કરેલું છે. નાના બાપુ સ્‍વ. મહારાજ શંભુસિંહજી રાઠોડ ઓફ અમલેટા (રતલામ સ્‍ટેટ) એ  એલ. એલ. બી. ની ડિગ્રીઓ પ્રાપ્ત કરેલી હતી. રૂપરાજસિંહ ના દાદા સ્‍વ. ક્રિપાલસિંહજીએ ૧૯૨૮ થી વકીલાતની શરૂઆત કરી હતી. રૂપરાજસિંહના  પુત્ર પ્રેમરાજસિંહ  વકીલાત ક્ષેત્રે પદાર્પણ કરી ચૂકેલ છે. ચોથી પેઢી  વકીલાતને ૧૦૦ વર્ષ થવા જય રહેલ છે. ધારાશાસ્‍ત્રી અને ભાજપના પાયાના પથ્‍થર સ્‍વ.  ચીમનભાઈ શુકલ અને પિતા સ્‍વ. રાજકુમાર ક્રિપાલસિંહજીની છત્રછાયામાં સને ૧૯૯૯થી રૂપરાજસિંહએ વકીલાતના વ્‍યવસાયનો પ્રારંભ કર્યો હતો. ૨૬ મહિનાની સરકારી વકીલ તરીકે  ખૂન, લૂંટ સહિતના ૨૪ કેસો મા ૫૦ થી વધુ આરોપીઓ ને સજા કરવામાં સફળ રહેલ.  બેભાન કરી  લોકો ને લૂંટી લેતો આરોપીને  ૩૦ વર્ષની સીમાચિન્‍હ રૂપી સજા કરાવી હતી.  બજરંગવાડી  પોલિસમેન દ્વારા  વિપ્ર દંપતીની બેવડી હત્‍યાના કેસમાં  સ્‍પેશ્‍યિલ પબ્‍લિક પ્રોસીકયુટર તરીકે નિમણુંક કરવામાં આવેલ હતા.

 તદ્‌ઉપરાંત રૂપરાજસિંહએ બચાવ પક્ષે અને ફરિયાદ પક્ષે પોરબંદર હાથલા ત્રિપલ મર્ડર કેસ, હળવદના ગોલાસણ ડબલ મર્ડર કેસ , (ફરિયાદપક્ષે) કાળીપાટ ડબલ મર્ડર કેસ, ઠેબચડા મર્ડર કેસ તથા સાધુવાસવાણી રોડ પરના ભરવાડ ભાઈઓના ડબલ મર્ડર  કેસોમાં સફળતાપૂર્વક કામગીરી કરી છે. જયરાજસિંહ જાડેજા મર્ડર કેસ, આરીફ ચાવડા મર્ડર કેસ, ગુજસીટોક તથા જીપીઆઈડી , મોરબી ઝૂલતો પુલ કેસ વિગેરે જેવા અનેક ચકચારી કેસોમાં કામગીરી કરી રહેલ છે. રૂપરાજસિંહ પરમાર  શહેર ભાજપ લીગલ સેલમાં ૧૦ વર્ષ ઉપરાંત મહામત્રી તરીકે સફળતાપૂર્વક જવાબદારી સાંભળેલી જુનિયર-સિનિયર તમામ વકીલશ્રીઓને હરહંમેશ કાયદાકીય બાબતોમાં મદદરૂપ થવા તત્‍પર રહેનાર રૂપરાજસિંહ પરમારને તેમના જન્‍મદિવસે શુભેચ્‍છકો દ્વારા રૂબરૂ તથા મો. નં. ૯૭૨૪૧ ૪૨૭૫૪ ઉપર શુભેચ્‍છા વર્ષા થઈ રહેલી છે.  તેમની ટીમના વકીલમીત્રો અજીતભાઈ પરમાર, હુસૈનભાઈ હેરજા, રવિભાઈ લાલ, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, દિપકભાઈ ભાટિયા, અંકિતભાઈ ભટ્ટ તથા જીતભાઈ શાહ વિગેરે દ્વારા તેમને ખાસ શુભેચ્‍છા પાઠવવામાં આવેલ છે.

(2:52 PM IST)