News of Tuesday, 23rd December 2025
જામનગર જિલ્લાના ‘અકિલા'ના બ્યુરોચીફ મુકુન્દ બદિયાણીનો આવતીકાલે ૬રમાં વર્ષમાં પ્રવેશ
જેહી બિધિ પ્રભુ પ્રસન્ન મન હોઈઃ કરૂણાસાગર કીજીએ સોઈઃ રામાયણની ચોપાઈને સંપુર્ણપણે ખરા અર્થમાં ચરિતાર્થ કરી છે

જામનગર તા. ર૩ :. જામનગર જિલ્લાના ‘અકિલા' દૈનિકના બ્યુરોચીફ અને અકિલા પરીવારના સદસ્ય, રાજકીય સામાજીક સંસ્થાઓ સાથે પ્રત્યેક્ષ કે પરોક્ષ રૂપે સલગ્ન સદસ્ય, જયોતિષ શાખાના અભ્યાસુ-જાણકાર-માર્ગદર્શક, શ્રી મુકુન્દભાઈ બદિયાણીનો જન્મ પડાણા ખાતે તા. ૨૪ ડિસેમ્બર ૧૯૬૪ માં થયો હતો. આવતીકાલે ૬૨ મો જન્મ દિવસ છે.
ભરોસો અને ભજન અને એકનિષ્ઠતા આ ત્રિવેણી શબ્દોને સાર્થક રૂપે જીવનમાં ઉતારનાર, પોતે સાધુ નહી પણ સાધુના તો છે..! આ પંકિત અનુસાર પૂ. બાપુને ગુરૂતુલ્ય માની તેના પર ભરોસો રાખનાર એવા મુકુન્દભાઈનો કાલે જન્મ દિવસ છે.
પોતાના આરાધ્ય દેવ ભગવાન સીયારામ પર અગાધ ભરોસોને ભાવ, જય સીયારામ એને જોતા જ લોકોના મુખમાંથી સરી પડે એવો લોકોને આભાસ કરાવનાર વ્યકિતત્વ, શાળામાંથી શીખેલા ઘણા દાખલાઓના સરવાળા સાચા-ખોટા આવ્યા પરંતુ ખુદનાને જરૂરતમંદોને સંસારશાળાના દાખલા ખોટા ન પડે એટલા માટે જયોતિષ શાખાનો ગુઢ અભ્યાસ કરી અનેક લોકોને નિઃસ્વાર્થ માર્ગદર્શન આપ્યું. પરંતુ તેઓએ ૨૦૧૭ ની ગુરૂપૂર્ણીમાથી જયોતિષનું માર્ગદશન આપવાનું બંધ કર્યું છે. આ અમુલ્ય જીવન નકામું કટાઈ જાય એના કરતા કોઈના માટે ઘસાઈ જવું વધુ સારું બસ આ પંકતીને જીવનમાં ઉતારનાર જયસીયારામ નાદ પ્રેમી અને તેઓ જામનગરની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા સંઘર્ષ સામર્થ્ય, શકિત, સમજણ, સહારો આ બધા સાત્વીક-તાત્વીક શબ્દોનો સરવાળો એટલે મુકુન્દભાઈ બદિયાણી. જન્મ દિવસ એ બીજા ૩૬૫ દિવસના નવા વર્ષની યાત્રાનો પ્રથમ દિવસ છે. આ વર્ષ સફળતાના સર્વોચ્ચ શિખર પર પહોંચે તેવી લાગણી સાથે જન્મ દિવસની તોહસભર શુભકામનાઓનો વરસાદ તેમના જન્મ દિવસે આખી દુનિયાને ખુશ રાખવાવાળો પરમ પિતા પરમેશ્વર હમેશા તમારી ખુશીનો ખ્યાલ રાખે અને આપની બધી ઈચ્છા પુરી કરી તેવી પ્રભુ પ્રાર્થના સાથે અને લોકોની ચાહના તેમના મો.નં.૯૮૭૯૮ ૦૫૬૦૦ ઉપર વરસી રહ્યો છે
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
