૪૮ કલાકમાં ૨૦ એન્કાઉન્ટર : ઓપરેશન ‘ખલ્લાસ‘ અને ‘લંગડા' પૂરજોશમાં : વાહ યોગીજી વાહ... ગુનેગારોને દેખાડયા યમલોકના દરવાજા : સજા ‘ઓન ધ સ્પોટ' બીજા રાજયોએ પણ અનુકરણ કરવા જેવું : ગુન્હેગારો - અપરાધીઓ - લુખ્ખાઓના મોતિયા મરી ગયા : મુખ્યમંત્રી યોગીજીના આદેશ બાદ પોલીસની સટાસટી : સીધો બુલેટથી જવાબ : અપરાધ જગતમાં સોપો પડી ગયો10:37 AM IST
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકારના કર્મચારીઓને દિપાવલી ભેટ : મોંઘવારી ભથ્થામાં વધારાની ૩ માસની તફાવત રકમ-એરિયર્સ એક જ હપ્તામાં ચૂકવવામાં આવશે : છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્યસેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી ૪.૬૯ લાખ કર્મચારીઓ અને ૪.૮૨ લાખ પેન્શનર્સને મળશે લાભ:મોંઘવારી ભથ્થામાં જુલાઈ-૨૦૨૫થી કેન્દ્રના ધોરણે વધારો આપવાનો મુખ્યમંત્રીનો કર્મચારી હિતલક્ષી અભિગમ 6:29 PM IST
યુક્રેનના યુદ્ધ મોરચેથી ગુજરાત માટે ચિંતાજનક સમાચાર: રશિયન સેના સાથે રહીને યુક્રેન સામે લડી રહેલો મોરબીનો ૨૨ વર્ષીય યુવાન માજોટી સાહિલ મોહમ્મદ હુસૈન પકડાયો: લડવું નહોતું એટલે બંદૂક હેઠે મૂકી શરણે થયો : યુક્રેનિયન સેનાના દાવા મુજબ, સાહિલ વિદ્યાર્થી વિઝા પર રશિયા અભ્યાસ કરવા ગયો હતો: જાહેર કરાયેલા વીડિયોમાં સાહિલ રશિયન ભાષામાં વાત કરતો જોવા મળે છે: રશિયામાં ડ્રગ્સ સંબંધિત આરોપોમાં તેને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવેલ: સજાથી બચવા રશિયન સેનામાં જોડાવાનો વિકલ્પ સ્વીકારી લીધેલ12:11 AM IST
ટ્રમ્પ વહીવટીતંત્રે વેનેઝુએલા સાથેના રાજદ્વારી પ્રયાસો અચાનક થંભાવી દીધા, ડ્રગ્સની હેરાફેરી અને ડ્રગ કાર્ટેલ મુદ્દે વેનેઝુએલા વિરુદ્ધ લશ્કરી કાર્યવાહીની સંભાવના વધી: માદુરોની ધરપકડ માટે અમેરિકાએ ૫૦ મિલિયન ડોલરનું ઇનામ જાહેર કરેલ છે : યુએસએનો હેતુ માદુરોને સત્તા પરથી દૂર કરવાનો છે, કારણ કે તેમનો દાવો છે કે માદુરોની સરકાર અમેરિકા વિરુદ્ધ કાર્યરત ડ્રગ કાર્ટેલ્સને સક્રિયપણે સમર્થન આપી રહી છે11:52 PM IST
CBI ની સર્જિકલ સ્ટ્રાઈક: ઇન્ટરપોલ ઓપરેશન હૈચી-VI માં 8 મુખ્ય આરોપીઓની ધરપકડ, કરોડો રૂપિયાના છેતરપિંડીનો પર્દાફાશ : આ ઓપરેશનમાં સાત ચોક્કસ પ્રકારના સાયબર ગુનાઓને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા : જેમાં વોઇસ ફિશિંગ, લવ/રોમાન્સ કૌભાંડો, ઓનલાઈન સેક્સટોર્શન, રોકાણ છેતરપિંડી, ગેરકાયદેસર ઓનલાઈન જુગાર સંબંધિત મની લોન્ડરિંગ, બિઝનેસ ઈમેલ સમાધાન અને ઈ-કોમર્સ છેતરપિંડીનો સમાવેશ થાય છે11:27 PM IST
બિગ બોસ કન્નડ હાઉસ સીલ : સ્પર્ધકોને ટૂંક સમયમાં બહાર કાઢવામાં આવશે : આદેશ બાદ, હોસ્ટ કિચ્ચા સુદીપ અને સ્પર્ધકોને શોમાંથી બહાર કાઢવામાં આવશે : કર્ણાટક રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પર્યાવરણીય ઉલ્લંઘનને કારણે બિદાદીમાં બિગ બોસ કન્નડ રિયાલિટી શોના સ્ટુડિયો પરિસરને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો11:26 PM IST
યુક્રેને હાઈમાર્સ રોકેટ વડે રશિયાના બેલ્ગોરોડમાં ઊર્જા સુવિધાઓને ફરી નિશાન બનાવી: મોટા વિસ્તારમાં અંધારપટ, વ્યાપક નુકસાનના અહેવાલ: ઠેર ઠેર યુદ્ધના ધોરણે જનરેટર લગાડવાનું શરૂ : લાખો–હજારો લોકોને વીજળી વિના રહેવું પડ્યું: આ હુમલાઓ રશિયા દ્વારા યુક્રેનના શહેરો પર કરવામાં આવેલા ડ્રોન અને મિસાઈલ હુમલાઓનો બદલો લેવા માટે થઈ રહ્યા છે11:15 PM IST
મા વૈષ્ણો દેવીના ભક્તો માટે મહા-ખુશખબર! 3 દિવસના વિરામ બાદ આ તારીખે સવારે 6 વાગ્યાથી યાત્રા ફરી શરૂ થશે: શ્રાઇન બોર્ડે કરી સત્તાવાર જાહેરાત! : શ્રદ્ધાળુઓને વિનંતી કરવામાં આવી છે કે યાત્રા સંબંધિત માહિતી માટે હંમેશા બોર્ડના સત્તાવાર માધ્યમો દ્વારા જ અપડેટ્સ મેળવે. લાંબા સમયના વિરામ બાદ યાત્રા શરૂ થતાં ભક્તોમાં ખુશીની લહેર 10:08 PM IST
'કેરીની જેમ નારંગી કેવી રીતે ખાવી?'; ફડણવીસે અક્ષય કુમારને જણાવી 'નાગપુરિયા સ્ટાઇલ', 'નાયક' ફિલ્મને કારણે થયેલી મુશ્કેલીનો પણ કર્યો ખુલાસો! : "હું તમને એક નવી રીત કહીશ. નારંગીને છોલ્યા વગર, તેને બે ભાગમાં વહેંચો. તેના પર મીઠું છાંટવું અને પછી તેને કેરીની જેમ ચૂસવી. આનાથી સ્વાદ બમણો થઈ જાય છે..!”10:07 PM IST
વૈશ્વિક ચિંતાનો વિષય! 10 કરોડથી વધુ લોકો ઈ-સિગારેટના વ્યસની, WHO નો ધડાકો: ઈ-સિગારેટ પીતા બાળકોની સંખ્યા પુખ્ત વયનાઓ કરતાં 9 ગણી વધારે! : મહિલાઓમાં તમાકુનો ઉપયોગ 2010 માં 11% થી ઘટીને 2024 માં 6.6% થયો છે, જે એક હકારાત્મક સંકેત છે. જોકે, પુરુષોમાં ઘટાડો ધીમો છે (2010 માં 41.4% થી 2024 માં 32.5%)10:03 PM IST
યુવાનો બેચેન છે: 'EMI ની દુનિયા' અને 'પેપર લીક'ના ચક્કરમાં, દેશ નવીનતામાં પાછળ રહી જશે! - પૂર્વ NCERT ડાયરેક્ટરનો સણસણતો સવાલ : યુવાનોની આકાંક્ષાઓ પૂરી કરવી એ માત્ર તેમની વ્યક્તિગત જવાબદારી નથી, પરંતુ દેશની પ્રાથમિકતા છે. સરકાર અને વિપક્ષ આ ગંભીર મુદ્દાને ચૂંટણીલક્ષી રાજકારણથી ઉપર ઉઠીને સંબોધે 9:56 PM IST
૩૬ દિવસમાં ૧૯ લોકોના મોત : ૪૮૪ કોલ્ડ્રિફ સિરપ ગાયબ : શું અન્ય બાળકોએ પીધી : અનેક સવાલો થયા ઉભા : આરોગ્ય મંત્રી રાજેન્દ્ર શુક્લા હજુ સુધી છિંદવાડાની મુલાકાતે આવ્યા નથી : તમિલનાડુની કંપનીએ જબલપુરના એક ડીલર સાથે સોદો કર્યો હતો જેથી ખાતરી કરી શકાય કે બધી કોલ્ડ્રિફ સિરપ ફક્ત એક જ ડીલર સુધી પહોંચે : વહીવટીતંત્ર પાસે ૪૮૪ કોલ્ડ્રિફ સિરપનો કોઈ હિસાબ નથી 9:17 PM IST
ભાજપનો 'સુપર પ્લાન' તૈયાર! ત્રણ દિગ્ગજ સાંસદો બિહાર ચૂંટણી લડી શકશે : એકસાથે અનેક સમીકરણોને સંતુલિત કરી શકશે : ભાજપનો આ માસ્ટરસ્ટ્રોક રાજપૂત, યાદવ અને પછાત સમુદાય (નિષાદ) વોટ બેંકોને એકસાથે આકર્ષવા માટે રચાયેલ છે : એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ બિહાર વિધાનસભા ચૂંટણીમાં તેના ત્રણ પ્રભાવશાળી સાંસદોને મેદાનમાં ઉતારશે 8:50 PM IST
અફઘાનિસ્તાનમાં ટ્રમ્પની મનમાની ચાલશે નહીં :: ભારત સહિત 11 દેશોએ ચેતવણી આપી છે, અને દાવો કર્યો છે કે બગ્રામ પર કબજો મેળવવાનું તેમનું સ્વપ્ન પૂર્ણ થશે નહીં : મોસ્કોમાં, ભારત, રશિયા અને ચીન સહિત 11 દેશોએ ટ્રમ્પના બગ્રામ એરબેઝની ધમકીને નકારી કાઢી હતી: અફઘાનિસ્તાનમાં વિદેશી હસ્તક્ષેપ અને લશ્કરી થાણાઓનો વિરોધ કર્યો ટ્રમ્પની ધમકીના જવાબમાં આ ચેતવણી સ્પષ્ટ સંદેશ આપે છે કે અફઘાનિસ્તાનમાં કોઈ વિદેશી હસ્તક્ષેપ સહન કરવામાં આવશે નહી8:49 PM IST
યુકે જવાનું સપનું થશે સાકાર! નોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટી ભારતીય વિદ્યાર્થીઓ માટે 50% ટ્યુશન ફીની શિષ્યવૃત્તિ આપશે! : નોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટીને છ વર્ષમાં પાંચ વખત 'યુનિવર્સિટી ઓફ ધ યર' તરીકે પણ નામ આપવામાં આવ્યું છે, જે ભારતીય વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણનું એક આકર્ષક કેન્દ્ર છે6:52 PM IST
નેટવર્ક રેટિંગ' શું છે? હવે જ્યારે તમે ઘર ખરીદશો ત્યારે ડિજિટલ કનેક્ટિવિટી ચકાસી શકશો: દેશભરમાં ડિજિટલ કનેક્ટિવિટી રેટિંગ એજન્સીઓ (DCRAs) ને પેનલમાં મૂકવાની પ્રક્રિયા શરૂ : આ એજન્સીઓ ફાઇબર રેડીનેસ, મોબાઇલ નેટવર્ક કવરેજ, બ્રોડબેન્ડ ગુણવત્તા અને IoT ઇન્ટિગ્રેશન જેવા પરિમાણો પર મિલકતોનું મૂલ્યાંકન કરે છે : પ્રદર્શનના આધારે સ્ટાર રેટિંગ આપશે 6:41 PM IST
તેજસ્વી આરજેડીનો મુખ્યમંત્રી ચહેરો હશે, પણ ઇન્ડિયા બ્લોક માટે કોણ હશે ? શું કોંગ્રેસે આરજેડીની આશાઓ પર પાણી ફેરવી દીધું ? : મતદાનના પહેલા તબક્કા માટે થોડો સમય બાકી હોવાથી, મહાગઠબંધન હજુ સુધી બેઠક વહેંચણી પર સહમતિ પર પહોંચી શક્યું નથી: આરજેડી તેજસ્વી યાદવને તેના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે નામ આપવા માંગે છે, પરંતુ કોંગ્રેસ સંમત થવા તૈયાર નથી6:26 PM IST
બિહારની ચૂંટણી પહેલા મોટો સળગતો સવાલ: 3.66 લાખ મતદારોની બાદબાકી! સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસે 9 ઑક્ટોબર સુધીમાં માંગી 'SIR'ની સંપૂર્ણ વિગતો! : SIR પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર હવે સુપ્રીમ કોર્ટ ગુરુવારે 9 ઓક્ટોબર ફરી સુનાવણી કરશે: બિહારની સંવેદનશીલ રાજનીતિમાં 3.66 લાખ મતદારોની બાદબાકી ચૂંટણીઓમાં રાજકીય હથિયાર5:15 PM IST
જ્ઞાનનો 'મહાસાગર' ખૂલ્યો! કેન્દ્રીય મંત્રી સાવિત્રી ઠાકુરે 'ભારત સંશોધન યાત્રા 2025'ને દિલ્હીથી આપી લીલી ઝંડી!: આ યાત્રા ભારતને વૈશ્વિક જ્ઞાન અર્થતંત્રમાં એક મજબૂત ખેલાડી તરીકે સ્થાપિત કરવામાં કરશે મદદ : "ભારત સંશોધન યાત્રા દેશભરના સંશોધકોને જોડવા માટેનું એક મહત્વપૂર્ણ માધ્યમ છે. મહિલા સંશોધકો અને વિદ્વાનોને સશક્ત બનાવવું એ સમાવિષ્ટ જ્ઞાન અર્થતંત્ર બનાવવા માટે મૂળભૂત છે."5:12 PM IST
સરકાર પાંચ બેંકોમાં પોતાનો હિસ્સો વેચી રહી છે : સરકાર જે બેંકોમાં પોતાનો હિસ્સો ઘટાડવાની યોજના બનાવી રહી છે તેમાં બેંક ઓફ મહારાષ્ટ્ર, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, યુકો બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને પંજાબ એન્ડ સિંધ બેંકનો સમાવેશ થાય છે : બે બેંકોના શેર પ્રથમ તબક્કામાં લિસ્ટેડ થઈ શકે છે, જોકે કઈ બેંકોને લિસ્ટેડ કરવામાં આવશે તે અંગેનો નિર્ણય હજુ સુધી લેવામાં આવ્યો નથી3:59 PM IST
નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની સફળ સર્વગ્રાહી વિકાસયાત્રાના 24 વર્ષની સફળતાની ઉજવણીના વિકાસ સપ્તાહનો પ્રારંભ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ,મુખ્ય સચિવ, વરિષ્ઠ સચિવ અને અધિકારીઓએ સામુહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન-વચન અને કમર્થી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત ભાવનુ વિધાનસભા પોડિયમમાં સામુહિક પ્રતિજ્ઞા પઠન : નાગરિકો ભારત વિકાસ પ્રતિજ્ઞા https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ પર ઓનલાઈન લઈને પ્રમાણપત્ર મેળવી શકાશે1:37 PM IST
૭ ઓક્ટોબર ૨૦૦૧થી શરૂ થઈ ગ્લોબલ લીડર બનવાની સફર...ગુજરાત અને ભારતના અભૂતપૂર્વ વિકાસના ૨૪ વર્ષ : વિકાસની રાજનીતિના પ્રણેતા નરેન્દ્રભાઈ મોદીની ૨૪ વર્ષની સ્વર્ણીમ સફર ૭ મી ઓક્ટોબર થી ૧૫ ઓક્ટોબર ગુજરાતમાં ઉજવાશે વિકાસ સપ્તાહઃ ગુજરાતના મુખ્યમંત્રીથી ભારતના વડાપ્રધાન સુધીની સફર ૨૪ વર્ષના શું સુશાસન થકી દેશના યુવાનોને નવો ઓપ આપતા નરેન્દ્ર ભાઈ11:43 AM IST
ચરાડવા મહાકાળી આશ્રમે ર૩મીથી રામનામની ગુંજ : પૂ.અમરગીરીબાપુ પૂ.દયાનંદગીરીજી મહારાજની પવિત્ર સમાધી રસપાન કરશે રામકથા : બ્રહ્મલીન પ.પૂ.દયાનંદગીરીજી મહારાજની અંતિમ ઇચ્છા પુર્ણ થશેઃ પૂ. રામેશ્વરબાપુ હરીયાણીના વ્યાસાસને ૩૧ ઓકટોબર સુધી શ્રીરામ કથા : ડો.દિપકભાઇ શાષાીના આચાર્યપદે શ્રીરામ મહાયાગ11:02 AM IST
અમેરિકામાં શટડાઉનની અસરઃ નાસા બંધ થઇ ગયું, અર્ટેમિસ કાર્યક્રમ સિવાય અંતરિક્ષ સંશોધનની બધી યોજનાઓ ઠપ્પ : અમેરિકાની ફેડરલ સરકારનું ફંડિંગ બિલ પસાર નહીં થવાથી નાણાંકીય કટોકટી સર્જાઇ : અમેરિકન અવકાશ સંસ્થાએ ૧૫,૦૦૦ કર્મચારીઓને છૂટા કરી ફક્ત ૩,૧૦૦ કર્મચારી ફરજ બજાવે છેઃ નાસાની વેબસાઈટ પણ બંધ થઈ ગઈ10:21 AM IST
મેડિસિન ક્ષેત્રે નોબેલ પુરસ્કાર વિજેતા ૩ વૈજ્ઞાનિકોના જીવન, સંઘર્ષ અને ઐતિહાસિક સિદ્ધિઓ : આ મહાન સિદ્ધિએ માનવજાતને રુમેટોઇડ આર્થરાઇટિસ જેવા અસાધ્ય ગણાતા રોગો સામે લડવા માટે એક નવી દિશા આપી છેઃ આવનારી પેઢીઓ માટે આશીર્વાદરૂપ નીવડશે આ ક્રાંતિકારી શોધથી ઓટોઇમ્યુન રોગો, કેન્સર અને અંગ પ્રત્યારોપણ જેવા ક્ષેત્રોમાં નવી સારવાર પદ્ધતિઓ વિકસાવવાનો માર્ગ મોકળો થયો છે10:09 AM IST
યાત્રાળુઓ માટે મોટી જાહેરાત!: હવે કોઈ પણ વિઝા પર સાઉદી અરેબિયામાં 'ઉમરાહ' શક્ય! મંત્રાલયે પ્રવાસીઓ, કામદારો સહિત તમામ વિઝા ધારકોને મંજૂરી આપી. : આ સુવિધાજનક પગલાં ઉમરાહના અનુભવને સમૃદ્ધ બનાવવા અને યાત્રાળુઓને સલામત, આધ્યાત્મિક વાતાવરણ પૂરું પાડવાના સાઉદી નેતૃત્વના ઉત્સાહને પ્રતિબિંબિત કરે છે9:10 PM IST
ડિજિટલ સ્ટાર્સની કમાણી!: ₹૬૬૫ કરોડની નેટવર્થ સાથે તન્મય ભટ્ટ ભારતના સૌથી ધનિક YouTuber! કોમેડિયને આપી રમુજી પ્રતિક્રિયા: "ભાઈ આટલા પૈસા હોત તો..." : યાદીમાં અમિત ભડાના (₹૮૦ કરોડ), ટ્રિગર્ડ ઇન્સાન (₹૬૫ કરોડ), ધ્રુવ રાઠી (₹૬૦ કરોડ), રણવીર અલ્લાહબાડિયા (બિયરબાઇસેપ્સ - ₹૫૮ કરોડ) અને સૌરવ જોશી (₹૫૦ કરોડ)નો પણ સમાવેશ 9:12 PM IST
લોકશાહીના આ ભવ્ય પર્વ પર બિહારના તમામ લોકોને અભિનંદન : મોદીના નેતૃત્વમાં બિહારને જંગલ રાજમાંથી મુક્ત કરાવ્યું : બિહારના લોકો આ વખતે પણ વિકાસની રાજનીતિ પસંદ કરશે : બિહારમાં ચૂંટણીનો શંખનાદ થતા ગૃહમંત્રી અમિત શાહ અને આરજેડી નેતા તેજસ્વી યાદવ સહિત અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી : તેજસ્વી યાદવે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા પ્રતિક્રિયા આપી. નોંધનીય છે કે તેમણે બિહારના લોકોને એક લાંબો પત્ર લખ્યો9:12 PM IST
એવિએશન ક્ષેત્રે ભારતની સૌથી મોટી છલાંગ!: અદાણી ગ્રૂપ નવી મુંબઈ એરપોર્ટના વિસ્તરણ પાછળ ₹૩૦,૦૦૦ કરોડનું વધારાનું રોકાણ કરશે! PM મોદી બુધવારે કરશે પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન : અદાણી ગ્રૂપ આ એરપોર્ટને દુબઈની જેમ એક વૈશ્વિક પેસેન્જર અને કાર્ગો હબ તરીકે સ્થાપિત કરવા માંગે છે, જે ભારતના આર્થિક વિકાસ અને મેન્યુફેક્ચરિંગ વિસ્તરણની જરૂરિયાતોને પૂર્ણ કરે9:14 PM IST
નવલકથા: ટ્રમ્પનો મોટો દાવો!: "થોડું શ્રેય તો લેવું જ પડશે!" ૯/૧૧ પહેલા ઓસામા બિન લાદેન વિશે ચેતવણી આપવા બદલ ટ્રમ્પે ખુદની જ પ્રશંસા કરી! : યુએસ નેવી સીલ્સની કામગીરીની પણ પ્રશંસા: ટ્રમ્પે આ પ્રસંગે ભૂતપૂર્વ પ્રમુખ જો બિડેનના નેતૃત્વ હેઠળ અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના બહાર નીકળવાની પણ આલોચના કરી હતી9:17 PM IST
ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના મગજમાં મોટા ફેરફારો થાય છે: મગજનું ૪.૯ ટકા ગ્રે મેટર વોલ્યુમ ઘટે છે: ગર્ભાવસ્થા પછી તે વધે છે : માતાના મગજમાં થતા આ ફેરફારો હોર્મોન્સને કારણે થાય છે, જે માતા અને બાળકના મજબૂત બંધન સાથે જોડાયેલા છે : ગ્રે મેટર વોલ્યુમની જેટલું વધુ પુનઃપ્રાપ્તિ થાય છે, તેટલું માતા-બાળક વચ્ચેનું બંધન મજબૂત બને છે: આનો અર્થ એ થાય છે કે મગજના આ ફેરફારો માતાને બાળકની જરૂરિયાતોને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે9:50 PM IST
નવરાત્રી દરમિયાન GST ઘટાડ્યો: હવે દિવાળી સુધીમાં સરકાર સામાન્ય માણસને કઈ મોટી ભેટ આપવાની તૈયારીમાં : નીતિ આયોગે આપ્યા સંકેત : નીતિ આયોગના CEO BVR સુબ્રમણ્યમે કહ્યું કે ભારત સરકાર દિવાળી સુધીમાં આર્થિક સુધારા માટે વધુ સુધારાની જાહેરાતો કરશે : હાલમાં 13-14 મુખ્ય ક્ષેત્રોમાં સુધારા માટે તૈયારીઓ ચાલી રહી છે.10:30 PM IST
જાપાનનો ૩-મિનિટનો ફોર્મ્યુલા વિશ્વનો નવો ફિટનેસ ટ્રેન્ડ બન્યો! : ૩ મિનિટ ઝડપી ચાલવું.. ૩ મિનિટ ધીમી ચાલવું.... : આ સમગ્ર ચક્રને ૩૦ મિનિટ માટે પુનરાવર્તિત કરો : જો તમને લાગે છે કે વજન ઘટાડવા માટે ફક્ત જોગિંગ અથવા જીમ જરૂરી છે, તો આ નવી જાપાનીઝ વોકિંગ ટેકનિક તમારા દ્રષ્ટિકોણને બદલી નાખશે : ઉંમર કે ફિટનેસ લેવલ ગમે તે હોય સરળતાથી અપનાવી શકાય10:31 PM IST
બિહાર ચૂંટણીમાં અભિપ્રાયોની સુનામી! : મિસ્ડ કોલ, ઇમેઇલ, વોટ્સએપ દ્વારા ભાજપ ૧ કરોડ લોકો પાસેથી મંતવ્યો લેશે :ચૂંટણી પહેલા મેગા પ્લાન બનાવશે : ભાજપે "ચૂંટણી જન સંપર્ક અભિયાન" શરૂ કર્યું : આ અભિયાન આગામી મેનિફેસ્ટોનો આધાર બનશે : ૫ થી ૨૦ ઓક્ટોબર સુધી ચાલનારા આ કાર્યક્રમ દ્વારા, ભાજપ લોકોની સમસ્યાઓ ઓળખશે અને તેને તેની પંચવર્ષીય યોજનામાં સમાવિષ્ટ કરશે10:31 PM IST
બિહાર ચૂંટણી 2025: 243 બેઠકો માટેના ચૂંટણી યુદ્ધમાં કોણ વધુ મજબૂત : રાજકીય ગણિતની સમજણ : NDA, મહાગઠબંધન, જન સૂરજ અને નાના પ્રાદેશિક પક્ષોએ પોતાની વ્યૂહરચનાઓને અંતિમ સ્વરૂપ આપ્યું : છેલ્લા પાંચ વર્ષોમાં, બિહારમાં રાજકીય સ્થળાંતરે વિધાનસભાનું ગણિત સંપૂર્ણપણે બદલી નાખ્યું : આ પરિવર્તનના મુખ્ય કારણોમાં આરજેડીના અનેક ધારાસભ્યોનું એનડીએમાં જોડાવું,10:32 PM IST
પ્રેમ પ્રકરણ હત્યા: મહામંડલેશ્વર પૂજાની ત્રણ રાજ્યોમાં શોધખોળ : મહત્વપૂર્ણ કડીઓ મળી: ટૂંક સમયમાં ધરપકડ થશે : પૂજા અને અશોકે હત્યા માટે ત્રણ લાખ રૂપિયામાં કોન્ટ્રાક્ટ આપ્યો હતો : પૂજાનો અભિષેક સાથે સંબંધ હતો અને તે તેને દૂર જવા માંગતી ન હતી : SSP એ પૂજા માટે 25,000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે અને બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કરવામાં આવ્યું11:02 PM IST
અમિતાભ બચ્ચને મહિલા ક્રિકેટ ટીમની જીત પર "ભારતની દીકરીઓ, ભારતની સૌથી મોટી સંપત્તિ" શીર્ષક સાથે એક બ્લોગ લખ્યો : ગૃહિણીઓને આપ્યો એક સંદેશ : જે મહિલાઓ ગૃહિણી છે તેઓ તેમના કામ પર ગર્વ અનુભવતી નથી, ભલે તેમનું કામ સરળ ન હોય : કોવિડનું ઉદાહરણ આપતા તેમણે લખ્યું કે પુરુષોને ખ્યાલ આવ્યો હશે કે તે બધું કામ કરવું કેટલું મુશ્કેલ છે 11:01 PM IST
સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ગવઈ પર હુમલાનો પ્રયાસ: વડા પ્રધાન મોદીએ તેમની સાથે સાથે વાત કરીને ઘટનાની આકરી નિંદા કરી, કહ્યું: "આજે દરેક ભારતીય ક્રોધિત"* : બીસીઆઈએ તો આરોપી વકીલ રાકેશ કિશોરનું પ્રેક્ટિસ કરવાનું દેશવ્યાપી લાઇસન્સ તાત્કાલિક અસરથી રદ કરી નાખ્યું: સુરક્ષામાં થયેલી આ ગંભીર ચૂક અંગે આંતરિક સમીક્ષા હાથ ધરવામાં આવી1:30 AM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે વાંચી જાઓ*12:56 AM IST

પ્રેમ સે હમ કો જીને દો.......

દેશી ઝગમગાટ ......

બરફની ચાદર......

જન આક્રોશ.....

કુદરતી કહેર......
અકિલા સોશ્યિલ મીડિયાવિકાસ સપ્તાહ:નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં - ૨૪ વર્ષ જનવિશ્વાસ, સેવા અને સમર્પણના:મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં 'આત્મનિર્ભર ભારત, જન આભાર' કાર્યક્રમ યોજાયો : જીએસટી રિફોર્મ અને સ્વદેશી અભિયાન બદલ ગુજરાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા ૧ કરોડ થી વધુ પોસ્ટકાર્ડ લખ્યા:મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ પણ આભાર મોદીજી પોસ્ટકાર્ડ અભિયાનમાં સહભાગી:તા. ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહ અંતર્ગત અમદાવાદમાં આયોજિત વિકાસ પ્રદર્શનનું મુખ્યમંત્રીએ ઉદ્ઘાટન કર્યું 8:20 PM IST
શનિવારે ડેબિટ થયેલા ચેકના નાણા સોમવારે સાંજ સુધી જમા મળ્યા નથી : સતત ક્લિયરિંગની સતત સતાવી રહેલી સમસ્યા સોમવારે પણ ચેક ક્લિયર થવામાં સમય લાગ્યોઃ એક રાષ્ટ્રીયકૃત બેન્કે કોન્સ્ટન્ટ ક્લિયરિંગ માટે તૈયાર ન હોવાનુ જણાવી હાથ ઊંચા કર્યા ક્લિયરિંગ ન આવતા બેન્કના સ્ટાફે મોડી રાત સુધી બેસી રહેવાની ફરજ પડી9:48 AM IST
નવરાત્રિ બાદ ચામડીના રોગના દર્દીમાં યુવતીઓ જેટલા જ યુવાનો : સયાજી હોસ્પિટલમાં ૩ થી પ ટકા અને ખાનગીમાં ૮ થી ૧૦ ટકા દર્દીઓનો વધારો : યુવતીઓમાં આર્ટિફિશિયલ જવેલરી, ચણીયા ચોળીના કલરની એલર્જી, વેકસ, આઇલાઇનર અને મેકઅપ કારણભૂત : યુવાનોમાં ડિઓડન્ટરનો વધુ પડતો ઉપયોગ કેડિયું ધોતીના કલર ઉતરવાથી પણ ચામડીના થતા રોગ10:26 AM IST
ગુજરાતની નવી કેબિનેટ પછી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ips ફેરફારો : લોકલ બોડી ચૂંટણી સાથે ૨૦૨૭ની ચૂંટણીઓ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનનાર હોય આ બાબત પણ કેન્દ્રમાં રાખી નિર્ણય લેવાની રણનીતિ : સત્તા અને સંગઠન વચ્ચે પોસ્ટિંગ માટે સર્જાયેલ મતભેદ તો હવે ઉકલી ગયા, પરંતુ કે. કૈલાસનાથન ગુજરાત છોડી ચાલ્યા ગયા હોવાથી, હવે કેન્દ્રીય હોમ મિનિસ્ટરે મોટા અને અગત્યનાં પોસ્ટિંગનો નિર્ણય લેવો પડે છે, જે માટે દિલ્હી દરબાર પાસે સમય નથી1:20 PM IST
નવા ૯ મ્યુ.કોર્પોરેશનની પહેલી ટર્મમાં માત્ર એક જ OBC પુરુષ મેયરપદે પહોંચી શકશે! : ગોઠવણઃ સ્થાનિક સ્વરાજ્યમાં ૨૭% અનામતથી OBC માટે તકો વધી પણ : મહેસાણા અને વાપી કોર્પોરેશનમાં પહેલી ટર્મમાં બ્ગ્ઘ્ મહિલા માટે મેયરનું પદ અનામતઃ પોરબંદર, નવસારી અને નડિયાદ કોર્પોરેશનમાં પહેલી ટર્મમાં મેયરનું પદ ‘સામાન્ય' રહેશેઃ આદિવાસી બાહુલ્ય ધરાવતા એક માત્ર નવસારીમાં STને મેયરપદ છેક બીજી ટર્મમાં મળશે10:24 AM IST
"વિકાસ સપ્તાહ" અંતર્ગત કાલે ગાંધીનગરમા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તીકરણ’ સમારંભનું આયોજન : શ્રમ-રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ૫૭ હજારથી વધુ યુવાનોને રોજગાર એનાયતપત્ર તથા ૨૫ હજારથી વધુ તાલીમાર્થીઓને પ્રોવિઝનલ ઓફર લેટર્સ (POLs)નું વિતરણ કરાશે : રાજ્ય સરકાર દ્વારા પાંચ વર્ષમાં ૭,૭૧૨ ભરતીમેળાઓ-અન્ય સહાયક પ્રવૃતિઓ થકી ૧૩.૯૯ લાખ કરતા વધુને રોજગારી અપાઈ11:52 AM IST
સુરતના હીરા ઉદ્યોગમાં ઓનલાઈન પોર્ટલથી કરોડોની છેતરપિંડી આચરનારા બે આરોપીઓને ઝડપી લેવાયા : ઠગબાજોએ 6 હીરા વેપારીઓ પાસેથી કુલ 4.80 કરોડ રૂપિયાના હીરા મંગાવીને તેનું પેમેન્ટ ન ચૂકવીને મોટી છેતરપિંડી આચરી આરોપીઓએ પોતાના સાથીઓ સાથે મળીને અમેરિકાના મોબાઈલ નંબર મેળવી તેના વોટ્સએપ નંબર એક્ટિવ કરીને વેપારીનો સંપર્ક કર્યો 1:50 PM IST
વડતાલધામમાં પરંપરાગત ૨૦૦ વર્ષ પૂર્વેનો શરદોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો : શિક્ષાપત્રીલેખન એવમ આચાર્ય પદસ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવની પત્રિકા આચાર્ય મહારાજે દેવોને અર્પણ કરી : આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે શિક્ષાપત્રી લેખન તથા આચાર્ય પદસ્થાપન આમંત્રણ પત્રિકાનું પૂજન તથા લેખન કરાવ્યું : વડતાલ મંદિરના મુખ્ય કોઠારી દેવપ્રકાશસ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌતમપ્રકાશદાસજી, બાલકૃષ્ણ સ્વામી (મેમનગર), ધર્મવલ્લભસ્વામી (સુરત ગુરૂકુળ) વિવેકસાગર સ્વામી (સાળંગપુર કોઠારી), હરીકેશવસ્વામી (ધોલેરા), જુનાગઢ પ્રદેશ વતી રાધારમણસ્વામી (રાજકોટ) ગઢપુર પ્રદેશવતી હરિઓમસ્વામી (વડતાલ લ.દેવપાઠશાળા) સહિતના ઉપસ્થિત5:00 PM IST
તો...દિવાળી રજામાં મહેસૂલી-સરકારી કર્મચારીઓને બખ્ખા થઇ જશેઃ રવિ થી રવિ આખુ અઠવાડિયું રજા મળવાની શકયતા : મહેસૂલી કર્મચારી મહામંડળ અને રાજય કર્મચારી મહામંડળ દ્વારા સરકાર સાથે વાટાઘાટો શરૂ થઇ... : તા. ર૧ (ધોકો) અને તા. ર૪ (શુક્રવાર)ની રજા આપવા માંગણીઃ બદલામાં નવેમ્બરનો બીજો ચોથો શનિવાર ચાલુ રાખવા માંગણી રાજકોટ મહેસૂલી કર્મચારી મંડળના આગેવાનો કહે છે...સરકાર પોઝીટીવ છે. તો આટલી લાંબી રજા ઇતિહાસ સર્જશે3:07 PM IST
ફેસબૂક ફ્રેન્ડ બનાવી જીવરાજ પાર્કના એમ.આર. યુવાન સાથે ક્રિપ્ટોના નામે રૂા. ૩૧.૫૦ની ઠગાઇ : શરૂઆતમાં ૧૦૦૦ના રોકાણ પર ૧૨૫૦૦ નફો દેખાયોઃ પછી યુવાને અલગ અલગ ૧૩ ખાતામાં રોકાણ કરી દીધું : નફા સાથે રકમ વીડ્રો કરવા જતાં વધુ ૧૫૦૦૦ ડોલર જમા કરવાનું કહેવાયું: હાર્દિક ઉમરાણીયાની ફરિયાદ પરથી સાયબર ક્રાઇમ પીઆઇ પી.આર. ડોબરીયાએ તપાસ આરંભી2:15 PM IST
શિક્ષીકા નીતુબેન દાસને શિક્ષીકા બહેનપણી સહિત ચાર જણાએ ૧૨ લાખનો ચૂનો લગાવ્યો : બલ્કમાં મોબાઇલ ફોનની ખરીદી સામે મોટો નફો મળે કહી એકવાર ૨૫ હજાર, બીજીવાર ૩૦ હજાર નફો આપ્યોઃ વધુ રોકાણ કર્યા બાદ ફ્રોડઃ એ-ડિવીઝન પોલીસે મહિમા, પ્રેમ, દર્શિલ અને તસ્લીમ સામે ગુનો નોંધ્યો : શિક્ષીકા જ્યાં રહે છે એ શીવ ટાઉનશીપના છ લોકો પણ છેતરાયા2:17 PM IST
નાણાવટી ચોકમાં બ્લીસ સ્પામાં દિલ્હી, પંજાબ, રાજકોટની લલનાઓ રાખી ત્રણ મહિનાથી ચલાવાતુ હતું કૂટણખાનુ : એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ દ્વારા વધુ એક સ્પામાં ચાલી રહેલા લોહીના વેપલાના પર્દાફાશ રિસેપ્સનીસ્ટ ટેલીકોલર એકતા વાઘેલા, ગુરમીત કોૈર અને હનુમાન મઢી શીવપરાના ગ્રાહક મિલન પરમારની ધરપકડઃ સ્પા માલિક રાહુલ સાંડપાની શોધખોળઃ પીઆઇ બી. એમ. ઝણકાત, પીઆઇ બી. બી. જાડેજા અને ટીમની કાર્યવાહી ગ્રાહક મિલન પરમારે પહેલી જ વખત આવ્યો હોઇ લલનાને રૂા. ૧૧૫૦૦ ચુકવ્યા હતાં: એન્ટ્રી ફી ૧૦૦૦ લેવાતી પછી રૂમમાં યુવતિઓ પોતાની રીતે જ ભાવતાલ કરતી હતી3:53 PM IST
નંબર વગર નો-એન્ટ્રીમાં દોડતાં ડમ્પરો સામે પોલીસના આંખ મીંચામણાઃ કોંગ્રેસનો આક્રોશ : હેલ્મેટ, પીયુસી સહિતના નામે કેસ કરતી ટ્રાફિક પોલીસને આ કેમ નહિ દેખાતું હોય? નિર્દોષ નાગરિકોના મોત માટે નિમીત બનતાં આવા ડમ્પરના ચાલકો સામે પગલા લેવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ જાગૃત થાય તેવી માંગણીઃ પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, અતુલ રાજાણીની રજૂઆત3:20 PM IST
કર્લી વાળ બાબતે વિશાલની મજાક કરી ઝાયલોમાં ઉઠાવી જવાનો પ્રયાસઃ ઢીકાપાટા-પટ્ટાથી ફટકાર્યો : બહેન સાથે સાધુ વાસવાણી રોડ પર શાકભાજી-ફળ લેવા નીકળ્યો ત્યારે બે શખ્સે ઠ્ઠઠા મશ્કરી કરી હોઇ યુવાને ઠપકો આપતાં ખાર રખાયો હતો સુપરવાઇઝર તરીકે કામ કરતો યુવાન કારમાંથી બહાર નીકળી જતાં વિશાલ, કુલદીપ સહિત ૭ જણાએ ઘુસ્તાવી-આજે તો તું બચી ગયો, હવે પછી દેખાતો નહિ કહી ધમકી દીધીઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો3:23 PM IST
વૃક્ષો વાવવા અને ઉછેરવા એ દરેક નાગરિકની જવાબદારી છે: ડો વિરમભાઇ ગોઢાણીયા : પોરબંદરની ગોઢાણિયા ઈંગ્લીસ મીડીયમ સ્કુલ ખાતે રાજકોટની નવરંગ નેચર ક્લબ દ્વારા રાહદરે ફૂલછોડ વિતરણ આયોજન સંપન્ન: શહેરના પર્યાવરણી પ્રેમીઓ ઉમટ્યા : ભૌતિક લાલસની દોડમાં પર્યાવરણની અવગણના કરી છે ત્યારે "વૃક્ષો વાવો અને વવડાવો": દરેક પરિવારનો એક સભ્ય વૃક્ષ વાવે તો પર્યાવરણની અવગણના અટકે: વી.ડી. બાલા2:39 PM IST
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રાજકોટમાં ૩૭ સ્થળોએ વિજયાદશમીની ઉજવણી : પૂર્ણ ગણવેશમાં ૨૧૦૦થી વધુ સ્વયંસેવકોએ ભાગ લીધો, ૪૦૦૦થી વધુ નાગરિકોએ ઉત્સવમાં જોડાઈ શસ્ત્રપૂજન કર્યું: રાષ્ટ્રનિર્માણમાં દરેક ઘરની ભાગીદારી આવશ્યક છે, સંઘ પંચ પરિવર્તનની સંકલ્પના સાથે સમાજમાં જશેઃ યુવાનોએ સમ્રાટ અશોક સહિતના ભારતનો ઈતિહાસ બદલનારને રોલ મોડલ બનાવવા જોઈએઃ અભિષેકલાલજી મહારાજશ્રી2:58 PM IST
જાણો નદી કે તળાવ ન હોવા છતાં પણ સાઉદી ક્યાંથી લાવે છે પાણી : સાઉદી અરેબિયાની માત્ર 1ટકા જમીન છે ખેતીલાયક જેમાં ઉગાડવામાં આવે છે શાકભાજી:અહીંયા માત્ર વર્ષમાં એક કે બે વાર જ પડે છે વરસાદ:દરિયાના પાણીમાંથી મીઠું અલગ કરીને તેને પીવાલાયક બનાવવામાં આવે છે:છેલ્લા 50 વર્ષથી સાઉદી અરેબિયા ડિસેલિનેશનનો ઉપયોગ કરી રહ્યું છે 6:19 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
ઈરાને અમેરિકા સમક્ષ અત્યંત શક્તિશાળી શરતો મૂકીને મોટો ધડાકો કર્યો છે કે જો વોશિંગ્ટન તેમની માંગણીઓ સ્વીકારી લે તો આગામી ૪૮ જ કલાકની અંદર વ્યુહાત્મક રીતે અતિ-મહત્વની હોર્મુઝની સમુદ્રધુની ને ખુલ્લી મૂકવા ઈરાન તૈયાર છે:જેને પગલે વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભયાનક સનસનાટી : વિશ્વભરમાં ક્રૂડ ઓઈલની અછત અને યુદ્ધના ભયાનક વાદળો વચ્ચે ઈરાનની આ ધમાકેદાર શરતી ઓફરથી અમેરિકી પ્રશાસન અને પશ્ચિમી દેશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST
ઈરાન અને પશ્ચિમ એશિયાના સળગતા મુદ્દે ડ્રેગન ખુલ્લેઆમ મેદાનમાં કૂદી પડતાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અત્યંત કડક, ધમકીભર્યો અને સણસણાટભરેલો સંદેશો આપીને સ્પષ્ટ શબ્દોમાં ચીડવી દીધું છે કે પશ્ચિમ એશિયાને કોઈપણ ભોગે મહાસત્તાઓનો સત્તા અખાડો કે યુદ્ધનું મેદાન ન બનવા દેવાય, જેના કારણે સમગ્ર વિશ્વમાં ભયાનક સનસનાટી મચી ગઈ છે : અમેરિકા અને ચીન વચ્ચેના આ મહાસંગ્રામી ટકરાવથી ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ વર્તાવા લાગતા વૈશ્વિક નેતાઓ અને સંરક્ષણ વિશ્લેષકોના છાતીના પાટિયા બેસી ગયા5:48 PM IST
'પુત્રવધૂ' અને 'દીકરી' વચ્ચે જામ્યો જોરદાર પ્રેમ! સારા તેંડુલકર અને ભાવિ ભાભી સાનિયા ચંડોકનો ક્યૂટ વીડિયો વાયરલ, જુઓ શું કરી રહ્યાં છે મસ્તી? : સચિનના પુત્ર અર્જુન તેંડુલકરની સાનિયા ચંડોક સાથે તાજેતરમાં સગાઈ થઈ હતી. 13 ઑગસ્ટની રાત્રે ગુપ્તતામાં યોજાયેલા આ સગાઈ સમારોહની પુષ્ટિ તેંડુલકર પરિવારે થોડા દિવસો પછી કરી હતી.10:04 PM IST












































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી

















































































































































































