<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th December 2025

જેતપુરના પ્રખર ધારાશાસ્ત્રી જનકભાઈ પટેલનો જન્મદિવસ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર,તા.૨૫: જેનો પરિવાર સેવાના રંગે રંગાયેલ હોય તેવા ધારાશાસ્ત્રી જનકભાઈ પટેલનો આજે જન્મદિવસ છે.

જનકભાઈ ના પિતા નારણભાઈ કે જેઓ એ ધારાસભ્ય તરીકે સેવા આપી હતી તો તેમના માતા જયાબેને ઓનરરી મેજિસ્ટ્રેટ તરીકે સેવા બજાવી હતી. જનકભાઈએ પણ પોતાના ૪૦ વર્ષ ની કાયદાની પ્રેકિટસ દરમિયાન જેતલસર ગામે બનેલ માસુમબાળા સૃષ્ટિની હત્યા ના કેસમાં સ્પે. પી પી તરીકે સામાજિક ફરજ અદા કરી તેના આરોપીને ફાંસીની સજા અપાવી તેના પરિવારને ન્યાય અપાવેલ ઉપરાંત સિનિયર સિવિલ જજ (એસ ડી) કોર્ટ શરૂ કરાવવામાં મહત્વનો યોગદાન આપેલ. પોતે બાર એસોશિયનના પ્રમુખ કાર્યકાળ દરમિયાન શહેરની બંધ પડેલ જેલને રીનોવેટ કરાવી શરૂ કરાવેલ, સેશન્સ કોર્ટ માટે પણ અથાગ પ્રયત્નથી સફળતા મેળવેલ. જનકભાઈ ના જન્મદિવસ નિમિત્તે તેમને મિત્રો સગા સંબંધીઓ, રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિ તરફથી શુભેચ્છાઓ મો. નં. ૯૮૨૫૨૨૦૯૦૭ ઉપર મળી રહી છે.

(10:01 AM IST)