News of Wednesday, 31st December 2025
જામનગર એલસીબીના પીએસઆઇ સી. એમ. કાંટેલીયાનો જન્મદિન

(સંજય ડાંગ-મુકુંદ બદિયાણી દ્વારા) ધ્રોલ-જામનગર તા. ૩૧ઃ જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) માં પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા અને શિસ્તબદ્ધ અધિકારી તરીકેની ઓળખ ધરાવતા સી.એમ. કાંટેલીયાનો આજે જન્મદિવસ છે. પોલીસ બેડામાં લોકપ્રિય એવા કાંટલીયા સાહેબના જન્મદિવસ નિમિત્તે સાથી કર્મચારીઓ, ઉચ્ચ અધિકારીઓ અને શુભેચ્છકો દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
પી.એસ.આઈ. સી.એમ. કાંટેલીયા અગાઉ જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યા છે. ખાસ કરીને કોરોના જેવી વૈશ્વિક મહામારીના કપરા સમયમાં ધ્રોલ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે તેમણે જે સેવાયજ્ઞ ચલાવ્યો હતો, તે આજે પણ લોકોમાં ચર્ચાસ્પદ છે. સંક્રમણ રોકવા માટેની મક્કમ કામગીરી અને જનતાની પડખે રહીને કરેલી મદદને કારણે તેઓ ધ્રોલમા લોકઙ્ખિય બન્યા હતા.
હાલમાં તેઓ જામનગર એલસીબી (LCB) માં પીએસઆઇ તરીકે કાર્યરત છે અને અનેક વણઉકેલ્યા ગુનાઓ ઉકેલવામાં તથા ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવામાં સફળ રહ્યા છે. આજે તેમના જન્મદિવસ પ્રસંગે સોશિયલ મીડિયા અને રૃબરૃ મળીને શુભેચ્છકો તેમને નિરોગી અને દીર્ઘાયુ જીવનની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
