<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

કાલે ગુજરાત સ્‍ટેટ કો.ઓ.હા.ફા. કોર્પોરેશનના ચેરમેન ડો.ડી.પી. ચીખલીયાનો જન્‍મદિન

નિઃશુલ્‍ક સર્વરોગ નિદાન કેમ્‍પ જરૂરીયાતમંદોને દવા વિતરણ તથા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજનઃ નિષ્‍ણાંત તબીબોની ટીમ સેવા આપશે જુનાગઢના ત્રિમુર્તિ મલ્‍ટીસ્‍પેશ્‍યાલીસ્‍ટ હોસ્‍પિટલના તબીબ સેવાદિન તરીકે જન્‍મદિન ઉજવશે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૩૧: ગુજરાત સ્‍ટેટ કો.ઓ.હા.ફા. કોર્પોરેશનના ચેરમેન અને ત્રિમુર્તિ મલ્‍ટી સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પીટલના સેવાભાવી ડાયરેકટરશ્રી ડો. ડી.પી. ચિખલીયા નો તા. ૧ જાન્‍યુ.ના રોજ ૭પ મો જન્‍મ દિવસ છે.

ત્‍યારે શ્રી ચિખલીયાના જન્‍મદિવસની ત્રિમુર્તિ હોસ્‍પીટલ ભાવનાબેન ચિખલીયા ફાઉન્‍ડેશન મહાત્‍માગાંધી કોલેજ ઓફ નર્સિંગ અને ગિરનારી ગ્રુપ જુનાગઢના સંયુકત ઉપક્રમે કાલે તા. જાન્‍યુ.ને ગુરૂવારના રોજ સવારે ૯ થી બપોર ૧ર કલાક સુધી કલેકટર કચેરી સભાખંડ ગ્રાઉન્‍ડ ફલોર જુનાગઢ ખાતે નિઃશુલ્‍ક સર્વરોગ નિદાન કેમ્‍પ જરૂરીયાત મંદોને દવા વિતરણ તથા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરેલ છે.

સમગ્ર કર્મચારીઓને નિદાન સારવાર મળી શકે તે માટે આ નિદાનકેમ્‍પ યોજાનાર છે તેમજ બ્‍લડ ડોનેશન કેમ્‍પનું પણ આયોજન કરાયુ છે જેથી સર્વે કર્મચારીઓ તથા અધિકારીઓને લાભ લેવા જણાવાયુ છે.

 આ કેમ્‍પમાં ત્રિમુર્તિ હોસ્‍પીટલના ડો. દેવરાજ ચિખલીયા, ડો. શૈલેષ જાદવ, ડો. રમ્‍યતા દયાતર, ડો. પ્રતિક ટાંક, ડો. ગૌરવ સોલંકી, ડો. તન્‍વી કાચા, ડો. ફોરમ ટાંક, ડો. હિરેન હુડીયા ઉમેદગામી સહિતના સેવા આપશે. ઉપરાંત હાડકાની ધનતા માપવાની તપાસ (BMD) રીપોર્ટ યુરીક એસીડ તપાસ વિટામીન D-૩ ની તપાસ ન્‍યુરોથેરાપી ફેફસાની ક્ષમતા, આંખના નંબરની ફ્રી તપાસ કરવામાં આવશે.(

(1:17 PM IST)