<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st December 2025

ગણેશ ગોંડલનાં જન્‍મદિવસે કાલે રોજગાર મેળો

ઇન્‍ડસ્‍ટ્રીયલ કંપનીઓ હાજર રહેશેઃ પંદરસોથી વધુ અરજદારો

 

 

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા. ૩૧: ગોંડલનાં ધારાસભ્‍ય ગીતાબા જયરાજસિંહ જાડેજાનાં પુત્ર અને યુવા અગ્રણી ગણેશભાઈ ઉર્ફ જ્‍યોતિરાદિત્‍યસિંહ જાડેજા નાં ૨૭ માં જન્‍મદિવસ ને અનુલક્ષીને રોજગાર મેળાનું આયોજન કરાયું છે.જેને લઇ ને  ઇન્‍ડસ્‍ટ્રીયલ કંપનીઓ સાથે કરાર થઇ રહ્યા છે.

સામાન્‍ય રીતે જન્‍મદિવસ નિમિત્તે અનેક ભભકા કે દેખાડા કરાતા હોય છે. પરંતુ ગણેશભાઈ દ્વારા પોતાના જન્‍મદિવસ ને કંઇક જુદી રીતે જ ઉજવવાનાં સંકલ્‍પ સાથે બે રોજગાર યુવાનો ને રોજીરોટી મળી રહે તે હેતુ થી રોજગાર મેળાનું આયોજન કરાયુ છે.

રોજગાર મેળાનાં આયોજન અંગે ગણેશભાઈ એ જણાવ્‍યું કે ગોંડલ વિસ્‍તાર નાં પંદરસો થી વધુ નોકરી વાંછુક યુવાનોની અરજીઓ આવીછે. જેમા અભણથી લઇ ગ્રેજ્‍યુએટ તથા પીએચડી સુધીનાં અરજદારો સામેલ છે.

સંગ્રામસિંહ હાઈસ્‍કૂલનાં મેદાનમાં તા.૧ જાન્‍યુઆરીનાં સવારે દશ કલાકે યોજાનાર રોજગાર મેળામાં ગોંડલ આસપાસ ની પચાસ થી વધુ કંપનીઓ હાજર રહી કોમ્‍પ્‍યુટર, ઇલેક્‍ટ્રિકલ થી લઇ ચોકીદાર સુધી નાં લાયકાત મુજબ નાં ઉમેદવારોનાં ઇન્‍ટરવ્‍યું લઇ એપોઈમેન્‍ટ અપાશે.

કોઈ અરજદાર રોજગાર મેળામાં પરેશાન ના થાય તે માટે ટીમ ગણેશ વ્‍યવસ્‍થા જાળવશે. શ્રમ રોજગાર વિભાગ રાજકોટ દ્વારા રોજગાર મેળામાં ઉપસ્‍થિત રહી માર્ગદર્શન આપશે.

ગોંડલમાં પ્રથમવાર રોજગાર મેળાનું આયોજન થઇ રહ્યું હોય ઉત્‍સાહ પ્રવર્તી રહ્યો છે.(૬.૬)

 

(4:15 PM IST)