<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

અત્યારની મુખ્ય હેડલાઇન્સ: * મોહન ચરણ માઝી આજે ભુવનેશ્વરમાં બે નાયબ મુખ્યમંત્રીઓ સાથે ઓડિશાના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. : * એન ચંદ્રબાબુ નાયડુ ચોથી વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લેશે. : * લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આગામી આર્મી સ્ટાફ ચીફ બનશે. : * હવામાન વિભાગે દેશના ઉત્તરીય ભાગો અને પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં હીટવેવ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું. : * રશિયા અને બેલારુસ વ્યૂહાત્મક પરમાણુ હથિયારોની કવાયતનો બીજો તબક્કો શરૂ કરશે. : * ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટનમાં, એચએસ પ્રણોય, અનુપમા ઉપાધ્યાય અને અક્ષર્શી કશ્યપ પોતપોતાની સિંગલ્સ કેટેગરીમાં બીજા રાઉન્ડમાં પ્રવેશ્યા.9:06 AM IST

ભાજપના પરાજયના પગલે અયોધ્યામાં યાત્રાળુ - મુલાકાતી ઘટવા લાગ્યા : પ્રધાનો આવે છે રેલીઓ યોજે છે અને ચાલ્યા જાય છે : ગરીબ પ્રજા સાથે કોઈ સંવાદ - તાલમેલ રાખતા નથી : ઈ-રીક્ષા ચાલકનો બળાપો લોકસભાની ચૂંટણીઓના પરિણામો પછી અયોધ્યામાં યાત્રાળુ ઓ અને મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો નોધાયાનું ઍકસ ઉપર રવિસુતનજાની ટ્વીટર ઍકાઉન્ટ ઉપર દાવો કરાયો છે. આ કારણોસર સ્થાનિકો અને દુકાનોની આવકમાં ઘટાડો નોîધાયો છે. અયોધ્યા જે લોકસભા મતક્ષેત્રમાં આવે છે તે ફૈઝાબાદની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર લાલુસિંઘનો અખિલેશના સપા પક્ષના અવધેશ પ્રસાદ સિંઘ સામે ભૂંડો પરાજય થયો હતો. અયોધ્યામાં ઈ-રીક્ષા ચાલકો પણ નાખુશ છે. રામ જન્મભૂમિ મંદિરના પ્રારંભના ૪ મહિનામાં જ યાત્રાળુઓ - પ્રવાસીઓનો ધસારો ઘણો ઘટી ગયો છે. અયોધ્યાનો વિકાસ પણ થંભી ગયો છે. રસ્તાઓ બંધ થવા લાગ્યા છે. રીક્ષાચાલકો પણ કહે છે રોજના ૨૦૦-૨૫૦ મેળવવા મુશ્કેલ બન્યા છે. ભાજપના ઉમેદવાર જવાબદાર છે. તેમણે કયારેય અમારા પ્રશ્નોને હાથમાં લીધા નથી કે કોઈને મળ્યા પણ નથી. પ્રધાનો વારંવાર નહિં આવે છે પણ સામાન્ય નાગરીકોને મળતા નથી. તેઓ આવે છે, રેલીઓ યોજે છે, અને ગરીબ પ્રજાને મળ્યા વિના જ ચાલ્યા જાય છે. દેશની જાણીતી સમાચાર સંસ્થા ઍઍનઆઈ સાથેની વાતમાં ઈ-રીક્ષા ચાલકે આ વાત કરી હતી.5:33 PM IST

ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ નિષ્‍પક્ષ, ન્‍યાયી અને તટસ્‍થ થશેઃ ગુનેગાર છુટશે નહિ, નિર્દોષ દંડાશે નહિઃ સુભાષ ત્રિવેદી : જે દુઃખદ ઘટના બની છે અને જે લોકોએ સ્‍વજનો ગુમાવ્‍યા છે તેમના પ્રત્‍યે સરકાર ચિંતીત છે, અમને ખુબ સંવેદના છેઃ સિટના વડાનું નિવેદનઃ સરકારે નિમેલી સિટની ટીમ રાજકોટ આવીઃ પકડાયેલા આરોપીઓની પુછતાછ કરીઃ આગામી સમયમાં વધુ કેટલાકની ધરપકડ થશે તેવી ભારે ચર્ચા : અત્‍યાર સુધીમાં અનેકની પુછતાછ થઇ છે, અનેક દસ્‍તાવેજો કબ્‍જે થયા છે, ઘણી એજન્‍સી તપાસમાં સામેલ છે, વિશાળ ફલક પર વિસ્‍તરેલી તપાસ ખુબ કાળજીપુર્વક કરવી પડેઃ કોર્પોરેશનમાં કેવી કામગીરી છે? ફાયર સેફટી એક્‍ટની જોગવાઇનો ફાયર બ્રિગેડ દ્વારા કેવો અમલ થયો? ટાઉન પ્‍લાનીંગ દ્વારા શું ભુલ થઇ કે નિષ્‍કાળજી રખાઇ? તે સહિતની તપાસ થઇઃ ભવિષ્‍યમાં આવી દર્દનાક ઘટના ન બને તે માટે તલસ્‍પર્શી તપાસ 5:25 PM IST