News of Thursday, 1st January 2026
યુવા રઘુવંશી, ભા.જ.પ. અગ્રણી કેયુર અનડકટનો જન્મદિન

રાજકોટ : રઘુવંશી યુવા અગ્રણી અને રાજકોટ શહેર યુવા ભા.જ.પ. પૂર્વ મંત્રી કેયુર અનડકટનો તા.૦૧ જાન્યુઆરીના જન્મદિન છે. તેઓને જન્મ વાંકાનેર તાલુકા ખીજડીયા ગામે તા.૦૧/૧/૧૯૯૧ ના રોજ જન્મ થયેલ. છેલ્લા દોઢ દાયકાથી તેઓ રાજકોટને પોતાની કર્મભુમી બનાવી જાહેર જીવનમાં સક્રીય રહી ભા.જ.પ.ની વિચારધારા સાથે જોડાય શહેર યુવા ભા.જ.પ. મંત્રી પદે જવાબદારી નિભાવેલ. લોકસભાની ચુંટણીમાં પ્રદેશ ભા.જ.પ. દ્વારા જામનગર-વિધાનસભાના પૂર્ણકાલીન વિસ્તારક તરીકે તેમજ ટંકારા વિધાનસભાના અર્ધકાલીન વિસ્તારક તરીકે જવાબદારી તથા વોર્ડ નં.૩માં યુવા ભા.જ.પ.ના પ્રભારી તરીકે સેવા આપેલ. તેમના પિતા સ્વ. રસીકલાલ અનડક્ટ જુના જનસંધી, સોૈરાષ્ટ્ર ભા.જ.પ.ના અગ્રીણ અને વાંકાનેર ભા.જ.પ.ના પાયાના પથ્થર હતા. સ્વ. રસીકલાલ અનડક્ટે રઘુવંશી સમાજને એકત્રીત કરવા માટે શ્રી અખિલ સોૈરાષ્ટ્ર રઘુવીર સેનાની સ્થાપના કરેલ. કેયુર અનડક્ટ પોતાના પિતાના માર્ગે જાહેર જીવનમાં ચાલી સક્રિયપણે લોકસેવાના કાર્યોને આગળ ધપાવી રહ્યા છે. આજે તેમના જન્મ દિવસે તેઓને મિત્રો, પરિવારજનો મો.નં. ૯૪૨૬૪ ૮૦૨૮૦ પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
