News of Thursday, 1st January 2026
રાજકોટના એક સમયના પ્રાંત અધિકારી શ્રમ અને રોજગાર વિભાગના સચિવ લોચન સેહરાનો જન્મદિન

રાજકોટઃ રાજય શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ શ્રી લોચન સહેરાનો જન્મ તા. ૧ જાન્યુઆરી ૧૯૮૦ ના રોજ થયેલ આજે ૪૭ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ રાજસ્થાનના વતની અને ર૦૦ર ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.
શ્રી લોચન સેહરા ભૂતકાળમાં સાબરકાંઠામાં તાલીમ સમય પૂર્ણ કર્યા બાદ રાજકોટમાં મદદનીશ કલેકટર, જુનાગઢમાં મ્યુનિસીપલ કમિશનર, ભરૂચ અને સુરત જિલ્લામાં વિકાસ અધિકારી, દાહોદ, મહેસાણા અને વડોદરામાં જિલ્લા કલેકટર રાજયમાં સ્ટેમ્પ ડયુટી અધિક્ષક, શહેરી વિકાસ કંપનીમાં એમ.ડી. શહેરી વિકાસ વિભાગમાં સચિવ, અમદાવાદ મ્યુ. કમિશનર, ભારત સરકારની સંસ્થા ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર અમદાવાદ ખાતે સંયુકત નિયામક તરીકે ફરજ બજાવી ચૂકયા છે. મો. ૯૯૭૮૪ ૦૯૯૦૨
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
