<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

રાજકોટના જાણીતા યુવા એડવોકેટ - નોટરી ભરતકુમાર પરમારનો આજે જન્‍મદિવસ

રાજકોટ :રાજકોટના કાયદાકીય ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર અને સેવાભાવી વ્‍યક્‍તિત્‍વ ધરાવતા યુવા એડવોકેટ તેમજ ગુજરાત રાજ્‍ય સરકાર દ્વારા નોટીસ નિમણૂક પામેલા શ્રી ભરતકુમાર પરમારનો આજે જન્‍મદિવસ છે. આ અવસરે, પરિવારના મોભી અને વરિષ્‍ઠ એડવોકેટ ડો. રામજીભાઇ પરમાર તથા ેતેમના માતાશ્રી શાંતાબેન પરમાર દ્વારા દીર્ઘાયુ અને તેજસ્‍વી ભવિષ્‍યના આશીર્વાદ પાઠવવામાં આવ્‍યાં છે. સાથે જ, તેમના ધર્મપત્‍ની શ્રીમતી સરોજબેન પરમાર લાડકી દીકરીઓ  ઝંખના પરમાર તથા અપેક્ષા પરમાર અને નાની બહેનો દ્વારા વહાલભરી શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

ભરતકુમાર પરમાર છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ ડિસ્‍ટ્રિકટ એન્‍ડ સેસન્‍સ કોર્ટમાં પ્રેક્‍ટિસ કરી રહ્યા છે. અનેક ચકચારી અને જટિલ કેસોમાં તેમણે પોતાની તીક્ષ્ણ બુદ્ધિશક્‍તિથી અસીલોને ન્‍યાય અપાવ્‍યો છે. માત્ર નીચલી અદાલત જ નહીં, પરંતુ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પણ તેઓ સક્રિય રીતે પ્રેક્‍ટિસ કરી રહ્યા છે. ખૂબ જ નાની વયે જટિલ કાયદાકીય પ્રશ્નોના સરળ ઉકેલ લાવવાની તેમની કુશળતાને કારણે આજે તેઓ વકીલ આલમમાં લોકપ્રિય બન્‍યા છે.

માત્ર વકીલાતના વ્‍યવસાય પૂરતું જ નહીં, તેઓ પોતાના સમાજમાં પણ સારી એવી નામના ધરાવે છે, સામાજીક જવાબદારી ના ભાગરૂપે પણ ભરતકુમાર હંમેશા અગ્રેસર રહે છે. જરૂરિયાતમંદ લોકો, વૃદ્ધ વ્‍યકિતઓ, અને વિધવા મહિલાઓને વિનામૂલ્‍યે કાયદાકીય માર્ગદર્શન પૂરૂં પાડવામાં તેઓ હંમેશા તત્‍પર હોય છે. હાલમાંજ ગુજરાત રાજ્‍ય સરકાર દ્વારા નોટરી નિમણુંક કરવામાં આવેલ નોટરીઓના હિતને ધ્‍યાનમાં રાખી તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા નોટરિઓની નિમણૂંક પ્રક્રિયા અને અટકેલા રિઝલ્‍ટ બાબતે તેમણે  સરકારશ્રીમાં અસરકારક અને સચોટ રજુઆત કરવામાં આવેલી જે નોટરી મિત્રોના હિત માટે પ્રશંસનીય કામગીરી કરી હતી. નોટરી મિત્રોના હિતમાં કરવામાં આવેલી તેમની આ કામગીરીને સમગ્ર કાયદાકીય ક્ષેત્રે સમગ્ર વકીલ આલમમાં બિરદાવવામાં આવી હતી.

આજે તેમના જન્‍મદિવસે રાજકોટના સિનિયર જેનિયર એડવોકેટ્‍સ, નોટરી મિત્રો, અંગતમિત્ર વર્તુળ, સ્‍નેહીજનો, સગા સબંધીઓ અને અસીલો દ્વારા સોશિયલ મીડિયા તેમજ મો. ૯૯૦૪૧ ૪૪૯૦૮ / ૮૪૬૦૪ ૭૯૮૨૦ ઉપર શુભેચ્‍છા વરસી રહી છે.(૪૧.૭)

(4:24 PM IST)