News of Saturday, 3rd January 2026
‘અખીલ ભારતીય બ્રાહ્મણ સેવા સંગઠન'ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. ડી. ઉપાધ્યાયનો જન્મ દિવસ

રાજકોટ તા. ૩: ‘ઓલ ઇન્ડીયા બ્રહ્મસમાજ, રાજકોટ'ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને અનેક વિધ સામાજીક અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા અને રાજકોટ સ્થિત બ્રાહ્મણોની સમૂહ યજ્ઞોપવિત અને સમૂહ લગ્ન સહિતની કામગીરીમાં અગ્રેસર રહેતા વોર્ડ નંબર-ર બુથ પ્રમુખ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના સેવા નિવૃત્ત કર્મચારી જીતેન્દ્રભાઇ ડાયાભાઇ ઉપાધ્યાયનો આજે જન્મ દિવસ છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અલ્કાપુરી પ્રભાત શાખાના ઉર્જાવાન સ્વયંસેવક છે. તેઓ સક્રીય જીવન યાત્રાના ૭૮માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે તેઓનો મો. ૯૭ર૩૪ ૧૩૧૮૬ ઉપર શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
