<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

નાટયકાર, ફિલ્‍મકાર અઝીઝ ઇબ્રાહીમનો આજે જન્‍મદિવસ

 

રાજકોટ : નાટયકાર, ફિલ્‍મકાર, કલાસર્જક અઝીજ ઇબ્રાહીમનો આજે જન્‍મદિવસ છે. તેઓનો જન્‍મ ૭ જાન્‍યુઆરીના ઝાલાવાડ સુરેન્‍દ્રનગર ખાતે થયો હતો. તેમણે અસંખ્‍ય નાટકો તેમજ ટેલીફિલ્‍મોનું લેખન, દિગદર્શન સંભાળેલ. તેમણે મુંબઇ ખાતે સતત બે વાર વિજેતા બની એવોર્ડ પ્રાપ્ત કરેલ, સાલ ૧૯૮૮ માં ગુજરાત કક્ષાના એવોર્ડ, ‘કાલમહર્ષી', પ્રાપ્ત કરેલ સાથે સાથે ‘નાટયભૂષણ'ની માનદ્દ ઉપાધિ અર્પણ કરવામાં આવેલ. તેમણે નાટયકલા ક્ષેત્ર ‘પાનખરનું સમણું વસંત' તથા ‘ધુમ્‍મસની આરપાર' તથા ‘એક ટુકડો ઝંખના'ના સર્જન દ્વારા રંગમંચને નવતર નાટકો આપેલ તેમજ હિન્‍દી તથા રાજસ્‍થાની ટચ સાથે શોર્ટ ફિલ્‍મનું લેખન દિગ્‍દર્શન કરી એવોર્ડ પ્રાપ્ત કરેલ. તેમણે બે ગુજરાતી ફિલ્‍મો ‘તપ' તથા ‘છેલ્લી પાંચ મિનિટ'નું દિગ્‍દર્શન કરી રજુ કરેલ. આગામી જાન્‍યુઆરીના અંતમાં યુ.એ. કોમ્‍યુનીકેશનના બેનર હેઠળ નવીનતમ સામાજીક ગુજરાતી ફિલ્‍મનો શુભારંભ થઇ રહ્યો છે. અઝીઝ ઇબ્રાહીમને મો. નં. ૯૩૧૬૩પ૯૮૩૩ ઉપર શુભેચ્‍છાઓ વરસી રહી છે.

(4:51 PM IST)