<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

સાવરકુંડલાઃ મથાવાડાના પૂ.ભુરીમાનો જન્‍મદિન

 

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૦: ભાવનગર જીલ્લાના મથાવાડા ગામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ આશ્રમ તથા રાજકોટ ખાતે રહીને વિવિધ સેવાકીય પ્રવૃતિઓ ચલાવતા કામરૂ દેશના કાળકા માતાજીના પરમ ઉપાસક પૂજ્‍ય ભુરી મા નો આજે જન્‍મ દિવસ હોવાથી સમગ્ર ગુજરાત રાજ્‍યમાંથી કિન્નર સમુદાયના લોકોં, કિન્નર અખાડાના પૂજ્‍યનીય સંતો, મહંતો, સામાજીક, રાજકીય અગ્રણીઓ તેમના મોબાઈલ નંબર ૬૩૫૪૩ ૯૬૩૬૩ પર જન્‍મ દિવસની શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

ભુરીમાં કિન્નર હોવા છતાં રાજકોટ તથા તળાજા તાલુકાના મથાવાડા ગામ ખાતે રહીને ભાવનગર, બોટાદ, રાજકોટ અને અમરેલી જીલ્લામાં એન.જ઼ી.ઓ. ચલાવીને સમાજહિતની વિવિધ સેવાકીય પ્રવળતિઓ ચલાવી રહ્યા છે ભુરીમાં દ્વારા માતા પિતા તથા વગર વગરના દીકરા દીકરી માટે નિઃશુલ્‍ક સમૂહ લગ્ન કરવામાં આવે છે તેમજ દીકરીઓને સંપૂણ કરિયાવર વષા, મંગળસૂત્ર, ચાંદીના દાગીના, ઘરવખરીનો સામાન, પલંગ, વાસણ, ગાદલા, રોકડ સહાય અર્પણ કરે છે અને સમૂહ લગ્ન કરીને પરીવારનો સહારો બંને છે. ભુરીમાં રામાપીર ભગવાનનું રામામંડળ ચલાવી ગામે ગામ આખ્‍યાન યોજે છે જેમાંથી મળતી રકમમાંથી વિવિધ સેવાકીય પ્રવળતિઓ ચલાવે છે.

(4:19 PM IST)