<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

ચલાલાનાં ભારતભૂષણ મહેશભાઇ મહેતાનો જન્‍મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૬: યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ ચલાલાના મેનેજિંગ ટ્રસ્‍ટી પ.પૂ.સંતશ્રી ડો.રતિદાદાના સુપુત્ર તથા સમાજસેવામાં સદા અગ્રેસર રહેતા ભારતભૂષણ મહેશભાઇ મહેતાનો આજે જન્‍મદિન છે.

ભારતભૂષણ મહેશભાઇ મહેતાના માર્ગદર્શન હેઠળ ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલય, હરિબા મહિલા કોલેજ, રક્ષા શકિત ગર્લ્‍સ સ્‍કૂલ તથા સંસ્‍કૃત શકિત ગુરૂકુળ આજે ગુણવત્તાસભર શિક્ષણ અને સંસ્‍કારનો દીપ પ્રજવલિત કરી રહી છે. યુવાનોમાં દેશપ્રેમ, શિસ્‍ત, સંસ્‍કૃતિ અને જવાબદારીનો ભાવ વિકસે તે માટે તેઓ સતત પ્રયત્‍નશીલ રહે છે. વૃધ્‍ધાશ્રમ દ્વારા નિરાધાર અને વયસ્‍કોને સન્‍માનસભર જીવન મળે તે માટેની તેમની સંવેદનશીલ દ્રષ્‍ટિ સમાજ માટે આશીર્વાદ સમાન છે.

(4:10 PM IST)