<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

જેવા સામે તેવા: કેનેડાએ અમેરિકન આયાત ઉપર ૨૫ ટકા આયાત ડ્યુટી ઝિંકી દીધી:અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી આયાત થતા તમામ માલ પર ૨૫ ટકા આયાત ડ્યુટી લાદવાનો આદેશ આપ્યો છે તેના વળતા જવાબમાં કેનેડાના કાર્યકારી વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ અમેરિકન આયાત ઉપર પણ ૨૫ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે, 'અમારો દેશ અમેરિકાના પગલાઓનો વળતો જવાબ આપવા સજ્જ છે.':ટ્રમ્પે ચીનથી થતી તમામ આયાત પર ૧૦ ટકા અને મેક્સિકો અને કેનેડાથી થતી આયાત પર ૨૫ ટકા ટેરિફ લાગતા હુકમ કર્યા છે જ્યારે કેનેડાથી આયાત થતા તેલ, કુદરતી ગેસ અને વીજળી ઉપર ૧૦ ટકાના દરે આયાત ડ્યુટી લાગશે. જસ્ટિન ટ્રુડોએ 'એક્સ' પર લખ્યું કે, 'તેઓ ટૂંક સમયમાં મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબામ સાથે વાત કરશે'12:14 PM IST

અમદાવાદ : આજે ઔડાના 48 માં સ્થાપના દિવસ નિમિત્તે SP રીંગરોડને સિક્સલેન કરવાની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ શહેરની ફરતે આવેલો હયાત રીંગરોડ ફોર લેેનનો છે જેમાં હવે પ્રથમ ફેજમાં 37 km ના રોડને સિક્સલેન કરવામાં આવશે જેના માટે 848 કરોડનો અંદાજ મુકવામાં આવ્યો છે જ્યારે બીજા ફેઈઝમાં 39 km રોડને સર્વિસ રોડ સાથે પહોળો કરાશે SP રીંગ રોડ 76 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે ઔડા દ્વારા એક વર્ષ અગાઉ સિક્સલેન રોડ કરવા માટેની ડિઝાઇન, ટ્રાફિક સર્વે અને જંકશન પર નવા ફ્લાય ઓવર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી.આ રોડ સિક્સલેન બનશે પછી હાઇવેનો ટ્રાફિક સરળ થશે તેમ જ કોમર્શિયલ અને મુસાફરોના વાહનોનો સમય પણ બચશે. (વિજય વસાણી, અકિલા)9:38 PM IST

 કાલાવડ રોડ પર આવેલી 'સરાઝા હોટલ'માં દારૂની હાઈપ્રોફાઈલ મહેફિલ પર એલસીબી ઝોન-૨નો દરોડો: ૪૦ સામે નામજોગ ગુનો દાખલ : જુઓ વિડીયો : બર્થડે પાર્ટીની આડમાં મહેફિલ: ૫ હુક્કા અને વિદેશી દારૂનો જથ્થો જપ્ત, ૩૩ મહિલાઓ-યુવતીઓને મેડિકલ ચેકઅપ માટે મોકલાઈ: દારૂ, કોલડ્રિન્ક પીરસનારા 3 પણ પીધેલા હતાં: તાલુકા પોલીસમાં ગુનો દાખલ : .ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી બી.જે. ચૌધરીની રાહબરીમાં પીએસઆઇ એસ.વી. ચુડાસમા, એએસઆઈ જે.વી. ગોહિલ, આર.એન. મિયાત્રા, હરપાલસિંહ જે. જાડેજા, હેડકોન્સ. શક્તિસિંહ ગોહિલ, સહદેવસિંહ જાડેજા,સત્યજીતસિંહ જાડેજા ,હેમેન્દ્રભાઈ વાધિયા, અને કોન્સ. કુલદીપસિંહ રાણા, મૈસુરભાઈ કુંભારવાડિયા તથા શિવભદ્રસિંહ ગોહિલ સહિતના પોલીસ સ્ટાફની કામગીરી3:36 PM IST