<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

જાણીતા સ્‍કીન સ્‍પેશ્‍યાલીસ્‍ટ ડો.સુરેશ જોશીપુરાનો આજે જન્‍મદિવસઃ ૭૪માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ જાણીતા સ્‍કીન સ્‍પેશ્‍યાલીસ્‍ટ ડો. સુરેશ જોશીપુરાનો આજે જન્‍મદિવસ છે. તેઓ જીવનના જીવનના ૭૩ વર્ષ પુરા કરીને ૭૪માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ આગામી વર્ષોમાં દર્દીઓમાં તેમના સગા સબંધીઓમાં પાન-તમાકુના વ્‍યસનથી દૂર રહેવા માટે, તેના વિશે જાગૃતિ માટે, કલીનીકના ટી.વી. દ્વારા સોશીયલ મીડીયા દ્વારા સમજાવશે. આ અગાઉ તેમણે ચર્મરોગ, રકતપિત અને એઈડસ નાબૂદી માટે કામગીરી કરેલ હતી. ડો. જોશીપુરા હાલમાં એશીયન ડર્મેટોલોજીસ્‍ટ એસોસીએશન (હોંગકોંગ) માં ઉચ્‍ચ હોદ્દો ધરાવે છે અને વર્લ્‍ડ કોંગ્રેસ ઓફ ડર્મેટોલોજીમાં ભારતના એમ્‍બેસેડર છે. તેઓ ઈન્‍ડીયન એસોસીએશન ઓફ ડર્મેટોલોજીસ્‍ટ, વીનેરીયોલોજીસ્‍ટ એન્‍ડ લેપ્રોલોજીસ્‍ટ (IADVL) ના ભૂતપૂર્વ પ્રેસીડેન્‍ટ છે. તેઓ અમેરીકન એકેડેમી ઓફ ડર્મેટોલોજીસ્‍ટ તરફથી સન્‍માનીત છે. તેઓના જન્‍મદિને તેઆને અભિનંદનવર્ષા થઇ રહી છે.

(11:05 AM IST)