<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

‘આપ'ના પ્રદેશ સહ સંગઠન મંત્રી શિવાજી ડાંગરનો જન્‍મદિવસ

 

રાજકોટ : મોરબી જીલ્લાના રવાપર ગામના ખેડૂત પરિવારના અને રાજકોટને કર્મભૂમિ બનાવનાર શિવાજી ડાંગરનો આજે જન્‍મદિવસ છે. તેઓ શનેશ્વર ક્રેડીટ કો-ઓપ. સોસાયટીના ચેરમેન તરીકે જોડાયેલ છે. મોરબી જીલ્લાના  પ્રભારી, ગુજરાત પ્રદેશ દ્વારા સંગઠન મંત્રીની જવાબદારી સોંપવામાં આવી. તેઓ શિવાજી ડાંગર ગોલમાલ, અગન જવાલા, સ્‍ટાર ન્‍યુઝના માધ્‍યમથી પત્રકારત્‍વમાં પણ કાર્ય બજાવી ચૂકયા છે. તેમના જન્‍મદિને તેમના પરિવારના અશોક ડાંગર, રાજુભાઇ બોરીચા, તેમજ આપમાંથી પ્રમુખ ઇસુદાન ગઢવી, ધારાસભ્‍ય ગોપાલભાઇ ઇટાલીયા, સંગઠન મંત્રી અજિત લોકિલ સહિતના તેમના મો. ૭૮૭૮૪૪૪૪૪૮ પર શુભેચ્‍છા વરસાવી રહ્યા છે.

(10:38 AM IST)