<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

કોર્પોરેટર નીતિન એન. રામાણીનો જન્‍મદિવસ

રાજકોટઃ મહાનગરપાલિકાના હાઉસિંગ ઈમ્‍પ્રુવમેન્‍ટ અને ક્‍લીયરન્‍સ સમિતિ ચેરમેન અને વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર નીતિન એન. રામાણીનો આજે જન્‍મદિવસ છે. તેમનો જન્‍મ તા.૨૦ જાન્‍યુઆરી ૧૯૮૧ના  ગોંડલ તાલુકાના નાના મહીકા ગામે થયો હતો. આજે તે યશસ્‍વી જીવનના ૪૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

તેઓ વિવિધ સામાજીક સંસ્‍થાઓ, સર્વશક્‍તિ યુવા ગ્રુપના પ્રમુખ તરીકે કાર્યરત, ખોડિયાર ગરબી મંડળમાં ટ્રસ્‍ટી તરીકે કાર્યરત, વિશ્વેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્‍ટી તરીકે કાર્યરત, ગણપતિ મંદિરમાં ટ્રસ્‍ટી, વેપારી એસોસિએશન જેવી સંસ્‍થાઓ સાથે જોડીને લોકસેવાના કાર્ય કરતા રહે છે. તેમની આવી સેવાઓના કારણે તેમને ૧૦૮નું બીરૂદ આપવામાં આવ્‍યું છે. અને હર હંમેશને માટે લોકોના દુઃખમાં કે સુખમાં લોકોની સાથે રહીયા છે. તેમના જન્‍મદિવસ નિમિતે તેમના પરિવારજનો વિવિધ સંસ્‍થાઓ તેમજ મિત્રો દ્વારા તેમના (મો.૯૮૭૯૦ ૭૭૦૬૨) ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(4:03 PM IST)