News of Wednesday, 21st January 2026
આહીર સેના ગુજરાતના કોર કમિટી સભ્ય અને રાજકોટ અગ્રણી ભરતભાઈ કાનગડનો જન્મદિવસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા., ર૧: રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં આહીર સમાજના સંગઠન અને ઉત્થાન માટે સતત કાર્યરત એવી સંસ્થા ‘આહીર સેના ગુજરાત'ના કોર કમિટી મેમ્બર ભરતભાઈ કાનગડનો આજે જન્મદિવસ છે. રાજકોટ આહીર સમાજમાં એક નિષ્ઠાવાન અને સેવાભાવી વ્યક્તિત્વ તરીકે ઉભરી આવેલા ભરતભાઈ આજે પોતાના જીવનના નવા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે
ભરતભાઈ કાનગડ વર્ષોથી આહીર સમાજના યુવાનોના પ્રશ્નો અને સામાજિક એકતા માટે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. આહીર સેના ગુજરાતમાં કોર કમિટીના સભ્ય તરીકે તેમની કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી છે. માત્ર સમાજ જ નહીં, પરંતુ દરેક વર્ગના લોકો સાથે તેઓ આત્મીયતાથી જોડાયેલા છે, જેના કારણે રાજકોટના રાજકીય અને સામાજિક વર્તુળોમાં તેમની એક આગવી ઓળખ અને નામના છે.
આજે તેમના જન્મદિવસ નિમિત્તે વહેલી સવારથી જ મિત્ર વર્તુળ, રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો અને તોહીજનો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. ભરતભાઈના સરળ સ્વભાવ અને નિઃસ્વાર્થ સેવાભાવના કારણે મોટી સંખ્યામાં લોકો તેમને રૂબરૂ તેમજ મોબાઈલ નંબર ૯૯૨૪૫ ૦૧૧૧૦ પર અભિનંદન પાઠવી રહ્યા છે.
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
