News of Saturday, 31st January 2026
પર્યાવરણ પ્રેમી વી.ડી.બાલાનો કાલે જન્મદિન
એકલાખ કલમો ફળાઉ રોપાના વિતરણનો સંકલ્પ

રાજકોટઃ નવરંગ કલબના પ્રમુખ વી.ડી. બાલાનો આવતીકાલે જન્મ દિવસ છે. તેઓનો જન્મ તા.૦૧/૦૨/૧૯૫૮ ના દિને થયો હતો. તેમના પરિચય અને પ્રવૃતિની ઝલક
નામઃ વી. ડી. બાલા (ગામ-ફડસર, તા-જી-મોરબી, ફોન નમ્બરઃ ૯૪૨૭૫૬૩૮૯૮, હાલ-રાજકોટ) (પૂર્વ રેન્જ ફોરેસ્ટ ઓફિસર) (પ્રમુખ, નવરંગ નેચર ક્લબ) (વિધ્યાર્થી, લોકભારતી-સણોસરા).પર્યાવરણને લગતી કામગીરી ૨૦૦૫ થી ૨૦૨૫ સુધી કોઈ પણ જાતના ફંડ/ફાળા વિના મારા ફંડ અને લોકભાગીદારીથી કરવામાં આવે છે.
(૧) વન્યજીવ પશ્નોતરી પરીક્ષા (વિનામુલ્યે) (કુલ ૪૯૧૦૦૦ વિધ્યાર્થીઓ),(૨) પ્રકળતિ અનુભૂતિ શિબિરો (પ્રતિ ૧૦ રૂ) (કુલ ૬૮૦૦૦ વિધ્યાર્થીઓ),(૩) કલમી ફળાઉ રોપાનું ૩૦% કિંમતમાં વિતરણ (૨૦૦૭ થી ૨૦૨૫ દરમિયાન કુલ ૨૪૦૦૦૦ રોપાઓ),(૪) દેશી કુળના રોપા (૩૭૫૦૦૦ રોપાઓ નું પડતર કિંમતે વિતરણ),(૫) આંગણે વાવો શાકભાજી (૨૦ જાતના બિયારણના નાના પેકેટ ૫ રૂ લેખે, ૪૦૦૦૦૦ પેકેટ નું વિતરણ), (૬) ફીંડલા(હાથલા થોર) સરબત અને ફળનું વેચાણ, આ વેચાણ મજૂરો જાતે જ કરે છે. હું પ્રચાર અને વેચાણ વ્યવસ્થા વિનામુલ્યે કરી આપું છું. (દરવર્ષે બત્રીસ લાખનું વેચાણ તેઓ કરે છે),(૭) ‘‘રામ કી ચિડિયા રામ કા ખેત'', ખેડૂતો પોતાના ખેતરના શેઢે જુવાર અથવા બાજરાની એક લાઇન વાવે છે, અમારા પ્રયત્નોથી ૩,૦૦,૦૦૦ ખેડૂતો એ આવું વાવેતર કરેલ છે.,(૮) ચકલીઘર, વિચાર અને માળાની ડિઝાઇન ભારતમાં સૌપ્રથમ મારી છે. (૨૦૧૦ થી ૨૦૨૫ સુધીમાં ૬ લાખ માળા ટોકન દરે વિતરણ),(૯) વરસાદી પાણી ધરતીમાં ઊતારવા માટે જનજાગળતિ,(૧૦) હરિયાળું ગામ, ૨૦૧૬ થી ૨૦૨૫ સુધીમાં દર વર્ષે અલગ અલગ ૧૦૦ ગામમાં ગામ દીઠ ૫૦૦ રોપાનું વિનામુલ્યે વિતરણ, (૧૧) રાજકોટ, વાંકાનેર, મોરબી, જામનગર, પોરબંદર ખાતે ખેડૂત હાટ, વર્ષ ૨૦૧૨ થી નિયમિત ભરાય છે.,આ ખેડૂત હાટમાં ખેડૂતો પોતાની ચીજવસ્તુઓ જાતે વેચવા આવે છે. હું માત્ર જગ્યા અને માર્કેટિંગ વિનામુલ્યે કરી આપું છું, દર રવિવારે અંદાજે ચાર લાખ રૂપિયાનું વેચાણ થાય છે.,(૧૨) શેરી રમતો, વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૫ સુધી માં દરવર્ષે ૨૦૦ ગામોની સ્કૂલોમાં જઇ વિનામુલ્યે વિધ્યાર્થીઓને (અત્યાર સુધી માં કુલ ૫ લાખ વિધ્યાર્થીઓને) શેરી રમતો રમાડેલ છે., (૧૩) પર્યાવરણ માટે એવોર્ડ મળેલ છે., -૧૮ વરણની રામકથા (રાજકોટ), ગાર્ડી એવોર્ડ, ફુલછાબ એવોર્ડ, લોકભારતી એવોર્ડ, રાજકોટ રત્ન એવોર્ડ, ‘‘વન પંડિત એવોર્ડ''(લોકોને અપાતો આ એવોર્ડ વન અધિકારીને પહેલી વાર મળેલ છે). ૨૦૧૩ માં ચિત્રલેખા દ્વારા ૬૩ ગુજરાતીમાં સમાવેશ તેઓ કહે છે , હું ૨૦૧૬ માં નિવળત થયેલ બાદ સંપૂર્ણ સમય અને શક્તિ પર્યાવરણ માટે વાપરું છું. સંપર્ક,વી. ડી. બાલા,પ્રમુખ, નવરંગ નેચર ક્લબ - રાજકોટ,મો. ૯૪૨૭૫ ૬૩૮૯૮
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
