તા. ૩૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૪ બુધવાર
News of Saturday, 7th February 2026
ઉના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ચૌહાણનો આવતીકાલે જન્મદિવસ

પ્રભાસપાટણ,તા.૦૭: (મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) ગીરસોમનાથ ઉનાના પોલીસ ઇન્સ્પેક્ટર એન. બી. ચૌહાણનો જન્મદિવસ તારીખ ૮ ફેબ્રુઆરીએ આવતીકાલે છે. ભાવનગર મુકામે તારીખ ૮.૨.૯૧ના રોજ જન્મેલા તેઓ બી.બી.એ. અભ્યાસ કરી ૨૦૧૩માં ગુજરાત પોલીસ દળમાં જોડાયા. જૂનાગઢ, વડોદરા ગ્રામ્ય, ગીર સોમનાથ એસ. ઓ. જી., સુત્રાપાડા, પ્રભાસપાટણ અને હાલ ઉના કાર્યરત છે. સર્વત્ર યશસ્વી ફરજ બજાવનાર તેઓએ જૂનાગઢમાં મર્ડરના એક આરોપીને રેડ હેન્ડેડ હથિયાર સાથે માત્ર આડધી મિનિટમાં ઝડપી લીધેલ. ઉનામાં એક યુવક ઉપર જાહેરમાં હુમલો અને છેડતીના મહત્ત્વના કેસમાં અસરકારક પગલાં લઇ ન્યાયિક કામગીરી બજાવી છે. (મો.૯૮૨૫૧ ૮૪૦૯૫)
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
