<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

વન બોર્ડર-વન પિક્ચર-વન ચેઈન ઓફ એક્શન અંતર્ગત સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા ફ્રેમવર્ક મજબૂત અને સંકલિત બનાવવા પર સામૂહિક મંથન : મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડની સમીક્ષા કરી :સરહદી વિસ્તારોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ-ઘૂસણખોરી-નશીલા પદાર્થોની હેરાફેરી કરાવનારાઓને સ્પષ્ટ સંદેશ કે ગુજરાતમાં હવે આવા કૃત્યો ચાલશે નહિ: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રોજીંદા કામો અને સરહદી સુરક્ષાને લગતા કામોમાં મોટો ફેર છે. ઉત્સાહી અને ખંતીલા લોકોને જોડીને વિના વિલંબે પરિણામદાયી કામ થાય તે સુનિશ્ચિત કરીએ: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી6:38 PM IST

કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પોરબંદરના ઓડદરમા રાજ્યના ૨૫મા સાંસ્કૃતિક વન ‘સર્વોદય વન’નું લોકાર્પણ : રાજ્યકક્ષાના ૭૭મા વન મહોત્સવની ઉજવણી : મહાત્મા ગાંધીની જન્મભૂમિ તરીકે વિશ્વના નકશા પર આગવી ઓળખ ધરાવતા પોરબંદરને પ્રકૃતિ-પર્યટનના ક્ષેત્રે વધુ એક વિશિષ્ટ ઓળખ મળે તે દિશામાં ‘સર્વોદય વન’ મહત્વપૂર્ણ બનશે : વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ પ્રકૃતિ સંરક્ષણ, સ્થાનિક પર્યાવરણ, જૈવવિવિધતા, પર્યટન અને નાગરિક સુવિધાઓ વચ્ચે સંતુલન જળવાય તેવો અભિગમ : ‘સર્વોદય વન’ પોરબંદરની સુંદરતામાં વધારો કરવાની સાથે પ્રકૃતિ, પર્યટન તથા પર્યાવરણ સંરક્ષણના સંગમ તરીકે પોરબંદર જિલ્લાની નવી ઓળખને વધુ મજબૂત બનાવશે1:04 PM IST

શ્રીરામ પાર્કના ૯૨ વર્ષિય હરસુખલાલ ઠાકરના મૃતદેહની ભુલથી બીજા મૃતકના સગાએ અંતિમવિધી કરી નાંખી! : ઓૈદિચ્‍ય ખરેડી બ્રાહ્મણ સમાજના અગ્રણી, સમાજ સેવી અને શાળા નં. ૫૬ના પુર્વ આચાર્યનું ૨૮મીએ અવસાન થતાં અમેરિકાથી બહેન આવવાના હોઇ મૃતદેહ કોલ્‍ડ રૂમમાં રખાયો હતોઃ આજે પાર્થિવ દેહ લેવા ગયા ત્‍યારે ત્‍યાં હતો જ નહિ! મુંબઇના એક વયોવૃધ્‍ધે પોતાના સ્‍વજનનો મૃતદેહ કોલ્‍ડરૂમમાં રખાવ્‍યો હતોઃ ઉતાવળે કોઇએ ખરાઇ વગર મૃતદેહ સોંપી દીધોઃ અંતિમવિધીની તૈયારી કરી રહેલો ઠાકર પરિવાર દુઃખી થઇ ગયોઃ આમ છતાં જેણે પણ ભુલ કરી હોઇ તેને ક્ષમા આપી બીજીવાર આવું ન થાય તે જોવા ટકોર કરીઃ પોલીસને પણ જાણ કરી3:51 PM IST

ભાવનગર અને તળાજા ખાતે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા : ભાવનગર મહાનગર ખાતે નગરસેવકો સાથે બેઠક યોજી વિકાસકાર્યો તથા જનસેવા સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓ સંદર્ભે જગદીશભાઈ વિશ્વકર્માએ માર્ગદર્શન આપ્યું: રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત તળાજા ખાતે વયોવૃદ્ધોને ૧૮ પ્રકારની ઉપયોગી સાધન-સામગ્રીના નિઃશુલ્ક વિતરણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા :તળાજા ખાતે ‘વિકસિત ભારત યુવા સંવાદ’માં યુવાનો સાથે સંવાદ કરી પ્રતિભા, ઊર્જા, કૌશલ્ય અને નવીન વિચારોના માધ્યમથી રાષ્ટ્રનિર્માણના મહાયજ્ઞમાં સક્રિય ભાગીદાર બનવા આહવાન કરતા જગદીશભાઈ વિશ્વકર્મા8:36 PM IST

યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST