News of Saturday, 7th February 2026
આસી. જનરલ સેક્રેટરી હરપાલસિંહ જાડેજાનો આજે જન્મદિવસ એસબીઆઇ ઓફિસર એસો.ના

રાજકોટઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઓફિસર એસોશિએશનના આસી. જનરલ સેક્રેટરી (રાજકોટ મોડયુલ) હરપાલસિંહ જાડેજાનો આજે જન્મદિન છે, તેઓ મૂળ કાલાવડ તાલુકાના નવાણિયા ખાખરીયા ગામના વતની છે, કોલેજ કાળથી તેઓ સાંસ્કૃતિક, સામાજીક સેવા, અને સંગઠન ક્ષેત્રમાં સક્રિય ભુમિકા બજાવી રહ્યા છે. સૌરાષ્ટ્રની પ્રાચીન સંસ્કૃતિમાં અભિરૂચિ ધરાવતા હરપાલસિહ એમએસડબલ્યુ એલએલબીની ડિગ્રી ધરાવે છે હાલ તેઓ આલાપ ગ્રીન સીટી, રાજકોટમાં નિવાસ સ્થાન ધરાવે છે. તેઓ લોધિકા શાખામાં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર તરીકે ડે. મેનેજરના હોદા પર ફરજ બજાવે છે. આજે તેમના જન્મદિવસ નિમિતે મિત્રો,રાજેશભાઇ કચોટ-(પ્રમુખ એસબીઆઇ ઓબીસી વેલ-ફેર એસોશિએશન ગુજરાત) ચેતનભાઇ રાઠોડ (પ્રમુખ એસબીઆઇ ઓફિસર એસોશિએશન ગુજરાત) રંજન કરણ (જનરલ સેક્રેટરી એસબીઆઇ ઓફિસર એસોશિએશન ગુજરાત), પવન શર્મા (ડીજીએસ એસબીઆઇ એસોશિએશન રાજકોટ), રાજેશ ડાંગર(ડીજીએસ એસબીઆઇ ઓબીસી ઓફિસર એશોશિએશન ગુજરાત) પ્રાચીન સંસ્કૃતિ બચાવવા કાર્યરત પરેશભાઇ પી. પંડયા ( શ્રી વેલફેર એસોશિએશન-રાજકોટ) સહિત મિત્રો મો.નં. ૭૬૦૦૦ ૫૬૭૮૫ ઉપર શુભેચ્છા પાઠવી રહયા છે.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
