<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

રાજકોટના સીનીયર એડવોકેટ- નોટરી અશ્વિન વડગામાનો જન્‍મદિવસ

 

રાજકોટઃ મુળ ગામ પાનેલી મોટી, હાલ રાજકોટના એડવોકેટ- નોટરી  અશ્વિનકુમાર નાનજીભાઈ વડગામાનો આજે જન્‍મદિવસ છે. રાજકોટમા છેલ્લા ૨૫ વર્ષથી વકીલાત ક્ષેત્રે ઝળહળતી કારકીર્દીની સાથે સાથે તેમના સફળતમ જીવનના ૫૩ વર્ષ પુર્ણ કરી ૫૪ મા વર્ષમા મંગલ પ્રવેશ કરી રહ્યા છે. શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ, રાજકોટમા ભુતપૂર્વ મંત્રી તરીકે સેવા આપી ચુકયા છે તેમજ હાલ તેઓ જ્ઞાતીમા અગ્રેસર છે તેમજ રાજકોટ નાગરીક સહકારી બેંક લી. મા પેનલ એડવોકેટ તરીકે જોડાયેલ છે, તેઓની ઓફીસ વડગામા એસોસીએટસ - અશ્વિનભાઈ એન. વડગામા(એડવોકેટ એન્‍ડ નોટરી) તેમજ કુંજનભાઈ આ૨. વડગામા(એડવોકેટ), ગોપાલ નગ૨, શેરી નં. ૧૦, ઢેબર રોડ ઉપર આવેલ છે, તેમના જન્‍મદિવસ નીમીતે તેમના સગા-સંબંધી, જ્ઞાતીજનો, સ્‍નેહી મીત્રો, એડવોકેટ મીત્રો તેમને શુભકામનાઓ અર્પે છે. તેમનો મો. ૯૯૦૪૮ ૪૩૨૯૯ છે.

(11:33 AM IST)