<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th February 2026

સૌરાષ્‍ટ્ર ભરમાં પોતાની પ્રેક્‍ટિસ માટે જાણીતા એડવોકેટ વિજયરાજસિંહ જાડેજાનો આજે જન્‍મદિવસ

 

રાજકોટ : હાલ ગોંડલ ખાતે રહેતા અને સૌરાષ્‍ટ્ર ભરમાં પોતાની પ્રેક્‍ટિસ માટે જાણીતા એવા એડવોકેટ વિજયરાજસિંહ સુધીરસિંહ જાડેજાનો આજે જન્‍મદિવસ છે. તેઓ હાલ ક્રિમિનલ અને સિવિલ પ્રેક્‍ટિસ માટે સૌરાષ્‍ટ્ર ભરમાં જાણીતા એડવોકેટ છે. તેઓનું મૂળ વતન પડધરી પાસે આવેલ છાલા જોધપુર ગામ છે. તેઓએ કાયદાનો અભ્‍યાસ કરી બી. કોમ અને એલએલબીની ડિગ્રી પ્રાપ્ત કરી વર્ષ ૨૦૦૯થી વકીલાતની સનદ મેળવી પોતાની પ્રેક્‍ટિસ શરૂ કરી હતી. જે પછી અનેક ચર્ચાસ્‍પદ કેસમાં પોતાના અનેક અસીલોને ન્‍યાય આપવવા સફળતા પૂર્વકની કામગીરી કરી છે. આજે તેમના જન્‍મદિવસ નિમિતે તેમના મો.નં.૯૫૬૯૧ ૪૪૪૪૪ ઉપર શુભેચ્‍છાઓ મળી રહીં છે.

(3:07 PM IST)