પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેક7:09 PM IST
દેશના ઘણા શહેરોમાં ATM ખાલી હોવાની ફરિયાદ; ATM સર્વિસ પ્રોવાઈડ કરતી એજીએસ ટ્રાન્ઝેકટ ટેક્નોલોજીસની હાલત ખરાબ : SBI, ICICI બેંકના ATM પર સૌથી વધારે અસર : SBIના 14,000 ATM અને એક્સિસ બેંકના 5000 ATM પ્રભાવિત થયા:કંપની અને તેના યુનિટ્સે 39 કરોડ રૂપિયાનું ડિફોલ્ટ કર્યું, CRISIL અને ઈન્ડિયા રેટિંગ્સે કંપનીને ડાઉનગ્રેડ કરી: કંપનીના તમામ 4 ઈન્ડિપેન્ડેન્ટ ડાયરેક્ટર્સે રાજીનામા આપ્યા 7:22 PM IST
મોરેશિયસે વધાર્યું ભારતનું સન્માન:પીએમ મોદીને આપ્યું દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન' : આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનારા પહેલા ભારતીય બન્યા:હું નમ્રતાથી તેનો સ્વીકાર કરું છું. આ સન્માન ભારત અને મોરેશિયસ વચ્ચેના ઊંડા સંબંધો માટેનું સન્માન:પીએમ મોદીએ આભાર વ્યક્ત કર્યો11:28 PM IST
સાઉથવેસ્ટ એરલાઇન્સે એક લોકપ્રિય નીતિનો અંત લાવીને ચેક્ડ બેગ માટે ચાર્જ લેવાનું શરૂ કરશે : અમેરિકાની એરલાઇન્સ ખર્ચ નિયંત્રિત કરવા અને આવક વધારવા માટે સંઘર્ષ કરી રહી હોવાથી રોકાણકારો તરફથી ફેરફારો કરવા માટે ભારે દબાણનો સામનો કરી રહી છે:સૌથી વધુ વફાદારી દરજ્જો ધરાવતા ગ્રાહકોને ફીમાંથી મુક્તિ મળશે:અન્ય લોકોએ 28 મેથી બુક કરાયેલી ફ્લાઇટ્સ માટે ચેક્ડ બેગ માટે ચૂકવણી કરવી પડશે.9:58 PM IST
દેવાસમાં ભારતની જીતની ઉજવણી કરનારાઓને મળી તાલિબાની સજા : મુંડન કરાવી સરઘસ કાઢયુ :ધારાસભ્યએ કહ્યું - તપાસની માંગણી કરી : ભારતીય ટીમની જીતની ઉજવણી કરતી વખતે એબી રોડ પર બનેલી ઘટનામાં પોલીસે યુવકનું મુંડન કરાવ્યું અને સરઘસ કાઢ્યું: ધારાસભ્ય ગાયત્રીરાજે પવારે આ કાર્યવાહીને ખોટી ગણાવી અને તપાસની માંગ કરી7:17 PM IST
બલૂચ વિદ્રોહી જૂથ અને પાકિસ્તાની સેના વચ્ચેની અથડામણમાં પાકિસ્તાનની જાફર એક્સપ્રેસમાં આગ લાગી:સળગતી ટ્રેનના પ્રથમ દ્રશ્યો સામે આવ્યા : બલૂચ લિબરેશન આર્મી (BLA) એ હુમલાની જવાબદારી સ્વીકારી અને કહ્યું કે તેના લડવૈયાઓએ રેલ્વે ટ્રેક ઉડાવી દીધો, જેના કારણે ટ્રેનને નિયંત્રણમાં લેતા પહેલા રોકવાની ફરજ પડી.6:28 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પે 'ગ્રેટ અમેરિકન' એલોન મસ્કની પ્રશંસા કરી:શેરના ઘટાડા વચ્ચે 'બ્રાન્ડ ન્યૂ ટેસ્લા' ખરીદવાની યોજના બનાવી:મસ્કે માન્યો આભાર : કટ્ટરપંથી ડાબેરી પાગલ લોકો વારંવાર વિશ્વની સૌથી મોટી ઓટોમેકર કંપનીઓમાંની એક અને એલોનના "બાળક" ટેસ્લાનો ગેરકાયદેસર અને સામૂહિક બહિષ્કાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે6:27 PM IST
ખેડૂતો તેમના દેવા ચૂકવી શકતા નથી : KCCમાં લોન ફસાઈ રહી છે : ટેન્શન : ડિફોલ્ટ, ડિફોલ્ટ, ડિફોલ્ટ... KCC ખાતાઓમાં બેડ લોનમાં ૪૨%નો વધારો થયો છે : ક્રુષિ હવામાનની અનિશ્ચિતતાઓ NPA માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છેઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ડેટા : માર્ચ ૨૦૨૧માં ૬૮,૫૪૭ કરોડ રૂપિયા, જે ડિસેમ્બર ૨૦૨૪માં વધીને ૯૭,૫૪૩ કરોડ રૂપિયા થયા : ખરાબ હવામાન, ચુકવણીમાં વિલંબ અને લોન માફીની આશા આના મુખ્ય કારણો છે9:55 AM IST
ભાજપના ધારાસભ્ય જયનારાયણ મિશ્રાના વિવાદાસ્પદ નિવેદનથી ઉદભવેલો વિવાદ શાંત થવાનું નામ નથી લેતો : ઓડિશા વિધાનસભામાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી: કોલર ખેંચ્યા બાદ વિવાદ વધ્યો : થોડા દિવસો પહેલા, ભાજપના ધારાસભ્ય જયનારાયણ મિશ્રાએ એક સરકારી બેઠકમાં કહ્યું હતું કે પશ્ચિમ ઓડિશાનું ઓડિશામાં વિલીનીકરણ એક ઐતિહાસિક ભૂલ હતી આ ઉપરાંત, જ્યારે વિધાનસભામાં રાજ્ય ગીત વંદે ઉત્કલ જનની ગવાઈ રહ્યું હતું, ત્યારે તેઓ પોતાની બેઠક પરથી ઉભા થયા નહીં4:40 PM IST
ગેરકાયદેસર ઇમિગ્રેશન રોકવા કેન્દ્ર સરકારે લોકસભામાં ઇમિગ્રેશન અને ફોરેનર્સ બિલ 2025 રજૂ કર્યું : આ બિલ કોઈને પણ દેશમાં પ્રવેશતા અટકાવવા માટે લાવવામાં આવ્યું નથી, પરંતુ આ બિલનો હેતુ એ છે કે કોઈપણ વિદેશી જે ભારતમાં આવે છે તે અહીંના નિયમોનું પાલન કરીને જ આવે : કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી અને ટીએમસીના સૌગત રોયે બિલનો વિરોધ કર્યો : આ બિલ બંધારણ મુજબ નથી અને તે વિદેશી નાગરિકોના હોસ્પિટલમાં દાખલ થવા વિશે પણ વિગતો માંગે છે જે તબીબી નીતિશાસ્ત્રની વિરુદ્ધ છે4:39 PM IST
બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના બોલાન વિસ્તારમાં જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક કરી લીધી : આતંકવાદીઓએ ટ્રેનમાં 120 મુસાફરોને બંધક બનાવ્યા અને 6 જવાનોની હત્યા કરી : સંગઠને કહ્યું કે "અમારા સ્વાતંત્ર્ય સેનાનીઓએ મશ્કફ, ધાધર, બોલાનમાં રેલ્વે પાટા ઉડાવી દીધા, જાફર એક્સપ્રેસને રોકવાની ફરજ પડી. આ પછી અમારા લડવૈયાઓએ સંપૂર્ણ રીતે ટ્રેન પર કબજો કરી લીધો અને તમામ મુસાફરોને બંધક બનાવી લીધા."4:34 PM IST
1 એપ્રિલથી વ્યાજ, ડિવિડન્ડ સહિત અન્ય કમાણી પર લાગતા ટીડીએસ અને ટીસીએસની લિમિટમાં ફેરફાર થઈ જશે : , જે સામાન્ય લોકોના જીવન પર પણ અસર કરશે : સીનિયર સીટિઝન માટે TDS કપાત વધારીને ડબલ કરી દીધી છે. તે પહેલા 50,000 રૂપિયા હતી, જે હવે 1 લાખ રૂપિયા થઇ ગઇ તેનાથી તેમને મોટી રાહત મળશે. તો મકાન માલિકોને પણ મોટી રાહત મળી , રેન્ટ દ્વારા થયેલી કમાણી પર TDS કપાતની લિમિટ 2.4 લાખ રૂપિયા પ્રતિ ફાઇનાન્શિયલ યરથી વધારીને 6 લાખ રૂપિયા પ્રતિ ફાઇનાન્શિયલ યર કરી દેવાઈ 4:19 PM IST
શું નેપાળ ફરીથી હિન્દુ રાષ્ટ્ર બનશે? રાજાશાહી પરત લાવવાની માંગઃ લોકો રસ્તા પર ઉતર્યા : નેપાળમાં જ્ઞાનેન્દ્ર શાહના સમર્થનમાં મોટી રેલી...હજારો લોકો રાજાશાહીની વાપસી ઇચ્છે છે લોકોએ રાજાશાહીની પુનઃસ્થાપનાની માંગ કરીઃ કિંગના સમર્થકોએ આર્થિક અસ્થિરતા અને ભ્રષ્ટાચાર માટે વર્તમાન સરકારને જવાબદાર ઠેરવી હતી4:11 PM IST
મોરેશિયસમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત : પીએમ નવીન રામગુલામ સાથે વિપક્ષી નેતાઓ, અને ૨૦૦ VVIP એરપોર્ટ પહોંચ્યા : ભારત-મોરેશિયસ સંબંધોનો નવો અધ્યાય શરૂ : મહત્વના કરારો થશે ૨૦થી વધુ મેડ ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે : જેમાં ક્ષમતા નિર્માણથી લઈને સમુદાય-આધારિત માળખાગત પ્રોજેક્ટ્સ સામેલ 3:13 PM IST
ગુરદાસપુરમાં હંગામો! પોલીસ સાથે અથડામણમાં અનેક ખેડૂતો ઘાયલ : જમ્મુ-કટરા હાઈવેના કબ્જા સામે વિરોધ : પંજાબના ગુરદાસપુરમાં શ્રીહરગોબિંદપુર સાહિબ નજીક નાંગલઝોર ગામમાં ખેડૂતો અને પોલીસ પ્રશાસન સામસામે: સંઘર્ષની સ્થિતિ સર્જાયા બાદ ખેડૂતોની પાઘડીઓ પણ ઉતરી ગઈ:આઠ ખેડૂતો ઘાયલ :ખેડૂતોએ સરકાર અને પંજાબ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા1:09 PM IST
મુસાફરોને મોંઘવારીના ઝટકા : ચારધામ યાત્રા મોંઘી થશે : GMVN એ ટૂર પેકેજમાં બે થી ત્રણ ટકાનો વધારો કર્યો : ચારધામ યાત્રામાં પ્રતિ મુસાફર ૨૨ થી ૫૫ હજાર રૂપિયા ખર્ચવા પડશે : ભક્તોએ ગયા વર્ષની સરખામણીમાં વધુ પૈસા ખર્ચવા પડશે : GMVN એ તેની વેબસાઇટ પર ટ્રિપ માટેના ટૂર પેકેજો જાહેર કર્યા : ભક્તો હરિદ્વાર, ઋષિકેશ અને દેહરાદૂનથી ચારધામ યાત્રા માટે ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકે છે11:37 AM IST
કર્ણાટક સરકારે ગ્રેટર બેંગલુરુ ગવર્નન્સ બિલ વિધાનસભામાં પસાર કર્યું: ભાજપે વિરોધ કર્યો : સરકારનો દાવો છે કે આ બેંગલુરુના વિકેન્દ્રીકરણ અને મજબૂતીકરણ માટે છે, જ્યારે વિપક્ષે તેને રાજકીય ચાલ ગણાવી:ભાજપે કહ્યું છે કે આ બિલ પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીનું અપમાન છે, જેઓ સ્થાનિક સંસ્થાઓને મજબૂત બનાવવા માંગતા હતા.10:46 PM IST
ગુલમર્ગમાં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનો ધૂમધામથી પ્રારંભ: ખેલાડીઓએ સફેદ ચાદર પર પોતાનું કૌશલ્ય બતાવ્યું : ગુલમર્ગમાં દેશભરના ખેલાડીઓ સ્નો સ્પોર્ટ્સમાં પોતાની પ્રતિભા દર્શાવી રહ્યા છે. વર્ટિકલ સ્કી, પર્વતારોહણ, સ્નોબોર્ડિંગ, જાયન્ટ સ્લેલોમ અને સ્પ્રિન્ટ સહિત વિવિધ ઇવેન્ટ્સમાં મેડલ મેળવવા માટે સ્પર્ધાઓ: જાણો કયા ખેલાડીઓ મેડલ જીત્યા.9:44 AM IST
GST ડેપ્યુટી કમિશનરે 15મા માળેથી કૂદીને આત્મહત્યા કરી:ઓફિસ દ્વારા માનસિક દબાણ હતું: પત્નીનો આરોપ : સંજય સિંહની પત્ની અર્પણાએ એક વીડિયો જાહેર કરીને કહ્યું કે તેમના પતિ કેન્સરથી પીડિત હતા પરંતુ છેલ્લા સ્ટેજમાં નહોતા:ઓફિસમાં પતિનું માનસિક દબાણ વધુ હતું. તેમના સાથીદારો અને વિભાગીય લોકો આ સારી રીતે સમજી શકશે12:49 AM IST

મેરી ભી કોઈ સુનો....

નોટ ગણતરી....

હેપ્પી હોલી.....

રશિયન પર્વ....

જોખમી સવારી....

વિરોધ પ્રદર્શન
અકિલા સોશ્યિલ મીડિયાભારતીય સંસ્કૃતિમાં નારી વિદ્યા, વીરતા અને જગતજનની રૂપે પૂજનીય છે : આચાર્ય દેવવ્રત જી : દયાનંદ મહિલા મહાવિદ્યાલય, કુરુક્ષેત્રમાં યુનિવર્સિટી સ્તરીય એન.એસ.એસ. શિબિરમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું પ્રેરણાદાયી સંબોધન:આપણે સશક્તિકરણ, પ્રગતિ, સ્વતંત્રતા અને આધુનિકતાના નામે પશ્ચિમી સંસ્કૃતિને પ્રાધાન્ય આપવાની આવશ્યકતા નથી11:28 PM IST
પાલનપુરનાં ડેપ્યુટી કલેકટર અંકિતાબેનના બેંક લોકરની ઝડતી દરમિયાન પોણો કરોડના સોનાં ચાંદીના દાગીના મળી આવ્યા : ACB વડા પિયુષ પટેલના માર્ગદર્શનમાં ૩ લાખની લાંચ લેતા પકડાયેલ કલાસ ૧ મહિલા અધિકારીની બેનામી મિલકતની તપાસ દરમિયાન મદદનીશ નિયામક કૃષ્ણકુમાર સિહ ગિહિલ ટીમને મોટી સફળતા, હજુ વધુ મિલકત શોધવા કવાયત10:50 PM IST
રાજ્યમાં ગરમીનો કાળો કહેર: 42.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર: 14 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર : રાજકોટમાં 42.3 ડિગ્રી , ડીસા 41.6, ગાંધીનગર 41.2, વલ્લભ વિદ્યાનગર 41.9, ભુજ 42.4 ડિગ્રી તાપમાન : 41.2 ડિગ્રી તાપમાન, નલિયામાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 41.6 ડિગ્રી, પોરબંદરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું 8:06 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અમદાવાદ મહાનગરપાલિકા માટે મહત્વપૂર્ણ નિર્ણય : ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ ફેઝ-૨ની કામગીરી માટે રૂ.૧૦૦૩ કરોડની દરખાસ્ત મંજુર કરી : ફેઝ-૧ માટે ફાળવાયેલા ૧૩૩૮ કરોડ રૂપિયામાંથી અત્યાર સુધીમાં રૂ.૭૦૦ કરોડથી વધુનો ખર્ચ : ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ કામગીરીમાં ફેઝ-૨ અંતર્ગત પાંચ સ્ટ્રેચમાં હયાત કેનાલ રીડેવલપ કરવાની વિવિધ કામગીરી હાથ ધરાશે5:49 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ : ૧૪ મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારમાં આ વર્ષે રોડ-રસ્તાના વિકાસ કામો માટે રૂ. ૨ કરોડની વધારાની ગ્રાન્ટ ફાળવાશે : વધારાની ગ્રાન્ટમાંથી રૂ. ૫૦ લાખ “કેચ ધ રેઈન” અભિયાનના કામો માટે ઉપયોગમાં લેવા મહિલા વિધાયકોને મુખ્યમંત્રીએ કર્યો અનુરોધ5:43 PM IST
રમઝાન માસ અને ધુળેટી તહેવારઃ જોજો અસામાજિક તત્વોઃ વાતાવરણ ન બગાડે : વિકાસ સહાય : રાજયના મુખ્ય પોલીસ વડા દ્વારા તમામ સીપી/રેન્જ વડા/જિલ્લા પોલીસ વડાઓને તાકીદના આદેશઃ પોલીસ તંત્ર એલર્ટ મોડમાં : અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, વડોદરા સીપી નરસિંહમાં કોમાર અને રાજકોટ સીપી બ્રજેશ ઝા દ્વારા ગોઠવાયેલ લોખંડી બંદોબસ્ત આ પ્રકારે છે : ભૂતકાળમાં નાના બનાવોથી પ્રગટેલ હોળી, ઉત્સાહ અને ઉમંગનાં રંગ લોહિયાળ બન્યાનાં : અનુભવ આધારે અનુભવી આઇપીએસ વડાઓ કોઈ જોખમ લેવા માગતા નથી10:09 AM IST
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્ત્વનો નિર્ણય : ગરમીમાં વાહન ચાલકોને સિગ્નલના કારણે તડકામાં તપવું નહીં પડે : સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ કરવાનો નિર્ણય : BRTS અને AMTS માં મુસાફરી કરનારા લોકોને પણ લૂ ન લાગે અને શરીર હાઇડ્રેટ રહે તે માટે ORS નું વિતરણ શરૂ કરવામાં આવ્યું 4:04 PM IST
ગુજરાત રાજ્યની ગ્રામ્ય આરોગ્ય સંસ્થાઓમાં તબીબો ઉપલબ્ધ કરાવવા સરકાર સતત પ્રયત્નશીલ : આરોગ્યમંત્રીએ વિધાનસભા ગૃહમાં રાજ્યના P.H.C. અને C.H.C.માં વર્ગ-1 થી 4 માં ભરવામાં આવેલ જગ્યાઓ અને ખાલી મહેકમ ભરવા સંદર્જ આરોગ્ય સેવાઓમાં વર્ગ-1ની 1146 જગ્યાઓ ભરવા GPSCમાં માંગણાપત્રક મોકલાયા : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ : G.P.S.C. દ્વારા વર્ગ-2ની કુલ 1921 જગ્યાઓની ભરતી માટેની કરાયેલ જાહેરાત અન્વયે વર્ષ 2025માં તબીબો ઉપલબ્ધ :;વર્ષ 2024માં M.B.B.S.પૂર્ણ કરનાર 3136 ડૉકર્સ પૈકી 3039ને બોન્ડેડ નિમણૂંક અપાઇ4:07 PM IST
રામપુરા આરક્ષિત વન વિસ્તારમાં છેલ્લાં બે વર્ષમાં ૪૧૧૬.૦૨ હેક્ટર વિસ્તારમાં ૩૮.૫૪ લાખ કિ. ગ્રા. ઘાસનો જથ્થો ઉત્પાદિત કરાયો: વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ : વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ ૨૩.૩૯ લાખ કિ. ગ્રા. ઘાસ એકત્રિત કરવામાં ૫૫,૩૮૮ માનવદિન ઉત્પન્ન થવાની મજૂરોને રૂ. ૨૫૫ લાખ ૮૯ હજારનું ચૂકવણું કરવામાં આવ્યું4:08 PM IST
“સુધરી જાવ કે જેલમાં જાવ”: આર.ટી.આઈનાં પવિત્ર કાયદાનો દુરૂપયોગ કરી નિર્દોષ પાસેથી રૂપિયા પડાવવાની થતી પ્રવૃત્તિઓ બિલકૂલ ચલાવી લેવાશે નહિ: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી : ગૃહ રાજ્ય મંત્રીએ વિધાનસભા ગૃહમાંથી રાજ્યમાં આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોને આપી કડક ચેતવણી :રાજ્યભરમાં કુલ ૬૭ ગુનાઓ દાખલ કર્યા, આ હજુ એક શરૂઆત: આવનારા દિવસોમાં આવા તત્વો સામે હજુ સખતાઇપૂર્વક કાર્યવાહી કરાશે4:21 PM IST
જીવનનું સૌથી મોટું સુખ એ છે કે ઈશ્વરે આપણને સંપૂર્ણ, તંદુરસ્ત, ખામી રહિત દેહ સાથે જન્મ આપ્યો છે : ‘દિલ વિધાઉટ બીલ'ના નામે જાણીતી શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એ. પી. જે. કલામે આ હોસ્પિટલને દિલ વિધાઉટ બીલના નામથી બીર્દાવેલ છે : આ હોસ્પિટલ રાજકોટમાં છેલ્લાં ૨૪ વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે : આ હોસ્પિટલમાં પુખ્ત અને બાળકોના તમામ પ્રકારના હદયના ઓપરેશન વિનામૂલ્યે થાય છે, જેનો લાભ ભારતના તમામ રાજ્યોના ગરીબ હ્રદય રોગના દર્દીઓ છેલ્લા ૨૪ વર્ષથી મેળવી રહ્યા છે 3:11 PM IST
ગુજરાતમાં એક બાજુ વિધાનસભાનું સત્ર અને બીજી બાજુ લેબ ટેક્નિશિયનના 1800થી વધુ કર્મચારીઓએ રાજ્ય સરકાર સામે ગાંધીનગરમાં ધામા નાખ્યા : ગ્રેડ પેની વિસંગતતાનો વિરોધ : વર્ષ 1992માં GRમાં થયેલી ખામીને દૂર કરી ગ્રેડ પે સુધારવામાં આવે. આ સિવાય કોરોનાકાળમાં 130 દિવસની જાહેર રજાઓમાં તમામ કર્મચારીઓ કામગીરી કરી રહ્યા હતા. ત્યારની કામગીરીનો પગાર કરવામાં આવે તેમજ કામના વધતા ભારણને પહોંચી વળવા માટે સહાયક આપવામાં આવે સહિતની માગણી3:45 PM IST
અમદાવાદના સી.જી રોડ પર 2.40 કરોડનાં દાગીનાં લૂંટવાનો પ્રયાસ કરનાર ઝડપાયા:પૂર્વ કર્મચારી નીકળ્યો માસ્ટર માઈન્ડ : નવરંગપુરા વિસ્તારમાં શોરૂમમાંથી દાગીના લઈને ડીલીવરી માટે જઈ રહેલા કર્મચારીઓને રોકીને મરચાની ભૂકી આંખોમાં નાખી દાગીના લૂંટવાનો પ્રયાસ કરનારને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા .11:32 PM IST
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ટેન્કર ખાડામાં પડ્યું, બ્લાસ્ટ થતાં આગ લાગી :ત્રણ ગામને એલર્ટ કર્યા : નડિયાદથી એક્સપ્રેસ વે બંધ કરાયો : ફાયર બ્રિગેડ, પોલીસ અને હાઈવે ઈમરજન્સી પેટ્રોલિંગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટેન્કર ચાલકને તાત્કાલિક બહાર કાઢીને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો10:51 PM IST
ડાકોર ફાગણોત્સવ: આજથી સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોક ડાયરાની રમઝટ: યાત્રીઓ માટે માર્ગદર્શન આપતી ડાકોર મેલા એપ લોન્ચ : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીનાં ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર : ખેડા દ્વારા ડાકોર મેળા દરમ્યાન ડાકોર ફાગણોત્સવ - 2025માં વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોક ડાયરાનું આયોજન7:26 PM IST
ફ્રૂટનાં વેપારીને યુવતીએ હનીટ્રેપમાં ફસાવ્યા :અડાલજ પાસે ગાંધીનગર ક્રાઈમ બ્રાંચનાં પોલીસ કર્મી બનીને 4 શખ્સો આવ્યા અને વેપારીનું અપહરણ કરી કડીનાં ખેતરમાં લઈ ગયા અને વેપારીના કપડા કાઢી એક કરોડ રૂપિયાની માંગ કરીને 12 હજાર રોકડા, 600 દિરહામ અને ધડિયાળ, મોબાઈલ પડાવી લીધા : ફોન પર અજાણી યુવતીનો મીસકોલ આવતા સામે ફોન કરતા યુવતીએ ફોન ઉપાડી રેહાનનું કામ હોવાનું જણાવ્યું હતુ, જેથી વેપારીએ પોતે રેહાન ન હોવાનું જણાવી ફોન મુકી દીધો હતો. જેના અડધો કલાક પછી તે યુવતીએ વ્હોટ્સએપ પર ફોન કરી પોતાનુ નામ કાયનાત સૈયદ હોવાનું જણાવી પોતાની નોકરીની જૂરૂર હોવાનું કહ્યું4:49 PM IST
ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોએ આગામી તા. ૧૫ માર્ચ સુધીમાં નોંધણી કરાવવી : ભારતીય કપાસ નિગમ (CCI)ના ઈ-માર્કેટ પોર્ટલ પર ખરીદ કેન્દ્રો ખાતેથી નોંધણી કરાવી શકાશે : રાજ્યના ૭૪ ખરીદ કેન્દ્રો ખાતે કપાસની ખરીદી આગામી સપ્ટેમ્બર-૨૦૨૫ સુધી ચાલશે : ભારત સરકારે કપાસ માટે રૂ. ૭,૪૭૧ ટેકાનો ભાવ જાહેર કર્યો4:09 PM IST
રાજ્યના સર્વગ્રાહી વિકાસને પગલે શહેરીકરણના વધતા વ્યાપ અને શહેરી જનસંખ્યાને વધુ નાગરિકલક્ષી સુવિધાઓ આપવા ૬૯ નગરપાલિકાઓનું અપગ્રેડેશન કરાયું : રાજ્યમાં અ-વર્ગની નગરપાલિકાઓમાં વધુ ૨૧, બ-વર્ગમાં ૨૨ અને ક-વર્ગમાં ૨૬ મળી કુલ ૬૯ નગરપાલિકાઓ અપગ્રેડ થઈ: ૭ જિલ્લા મથકો, પ્રવાસીઓની વધુ અવર-જવર ધરાવતા ૪ યાત્રાધામો અને ઐતિહાસિક-સાંસ્કૃતિક વારસો ધરાવતા વડનગરનો અ-વર્ગની નગરપાલિકામાં સમાવેશ: સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નગરપાલિકાઓને વિવિધ વિકાસ કામો માટે કુલ રૂ. ૪૬૭.૫ કરોડની વધુ ગ્રાન્ટ મળવાપાત્ર થશે9:44 PM IST
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં વિવિધ સંવર્ગની ભરતી વાર્ષિક કેલેન્ડર મુજબ સત્વરે ભરતી કરાશે : છોટાઉદેપુર જિલ્લાની ગ્રાન્ટેટ કોલેજોમાં આચાર્યની ૦૩,અધ્યાપકોની ૫૫ જગ્યાઓ ભરાયેલી :ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયા : છોટાઉદેપુર જિલ્લામાં સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજોમાં વિવિધ સંવર્ગની ૪૩ મંજૂર મહેકમ સામે ૨૯ જગ્યાઓ ભરાયેલી : ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રીનુ નિવેદન4:09 PM IST
ઝવેરચંદ મેઘાણીની ૭૮મી પુણ્યતિથીએ ધંધુકામાં ‘મેઘાણી વંદના' : ઝવેરચંદ મેઘાણીએ ૧૯૨૮માં રચેલું અમર કાવ્ય ‘ચારણ-કન્યા' આધારિત ગુજરાતનો સર્વપ્રથમ અનન્ય અને અનોખો થીમ પાર્ક ‘ચારણ-કન્યા' વાટિકા (ગીરની વાતો)નું લોકાર્પણઃ આ પંથકમાં સર્વપ્રથમ મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ :‘મેઘાણી વંદના' (કસુંબલ લોકડાયરો)માં ગુજરાતના ખ્યાતનામ લોકકલાકારો અભેસિંહ રાઠોડ, ધીરુભાઈ સરવૈયા, રાધાબેન વ્યાસ અને પંકજ ભટ્ટે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સ્વરચિત ગીતો તેમજ સંશોધિત-સંપાદિત પ્રાચીન લોકગીતો-ભજનોની રમઝટ બોલાવ :ગુજરાત રાજ્યના પ્રવાસન, સાંસ્કળતિક પ્રવળત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જના મંત્રી મુળુભાઈ બેરા, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધંધુકા ધારાસભ્ય કાળુભાઈ ડાભી, પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા, ધંધુકા નગરપાલિકા પ્રમુખ પારૂલબેન આદેસરા, અભિનેતા મયુરભાઈ વાકાણી અને ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીની વિશેષ ઉપસ્થિતિ3:53 PM IST
અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી થઇ રહ્યું છે બૃહદ ગીરનું સંરક્ષણ : વન્યજીવોની દેખરેખ અને સલામતી માટે અત્યાધુનિક સર્વેલન્સ અને સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત : તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિઝનરી કામગીરી અંતર્ગત કડક કાયદાઓ, નિયમો અને યોજનાઓ અમલમાં મૂકી હતી જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારે સુપેરે આગળ ધપાવી રહ્યા છે2:33 PM IST
કૌશલ્યા – ધ સ્કીલ યુનિવર્સિટીએ FIND-JOBS જર્મની અને ડૉ. સ્કીલ આઉટરીચ પ્રાઇવેટ લિમિટેડ સાથે ત્રિપક્ષીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર સંપન્ન : પ્રવાસન, હોસ્પીટાલીટી અને લોજિ સ્ટિક્સ ક્ષેત્રોમાં કુશળ માનવબળ વિકસાવવા માટે અભ્યાસક્રમ ડિઝાઇન કરવા, પ્રાયોગીક તાલીમની સુવિધા આપવા અને વિદ્યાર્થીઓ માટે વધુ સારી રોજગાર ક્ષમતા સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે3:36 PM IST
‘પ્રભુ ગ્રુપ'ના ચેરમેન રાજુભાઇ પોબારૂ પરિવારે દ્વારકામાં ધજાજી ચઢાવ્યાઃ ધન્ય ઘડી : જન્મદિવસ તથા લગ્નની વર્ષગાંઠની ઉજવણી દ્વારકાધીશના ચરણોમાં :વડીલો, પરિવારજનો, સ્નેહીઓ, શુભેચ્છકો સૌકોઇ, ઉમળકાભેર કૃષ્ણ ભકિતમાં તરબોળ બન્યાઃ ધર્મમય-પવિત્ર વાતાવરણમાં સમાજને નવો રાહ ચીંધનાર પ્રેરણાદાયી કાર્ય10:08 AM IST
દવાઓ માટે દરેક મેડિકલ સ્ટોરમાં એક હેલ્પ ડેસ્ક શરૂ કરાશે : કેમિસ્ટ એસોસીએશન રાજકોટના હોદેદારોની ટીમ અકિલાના આંગણેઃ ત્રણ વર્ષ માટેના કાર્યક્રમ જાહેર :નાની મોટી ઇજા કે અકસ્માત થયું હોય ત્યારે ૧૦૮ આવે તે પહેલા પ્રાથમીક સારવાર મળી રહે તે માટે મેડિકલ સ્ટોરમાં વ્યવસ્થા કરાશેઃ જેનેરીક દવાઓ માટે અલગ કાઉન્ટર ખોલાશેઃ સંસ્થામાં કુલ ૧૪પ૦ સભ્યો કાર્યરતઃ મયુરસિંહ જાડેજા3:57 PM IST
મને રોકાય જ કેમ, હું સદરનો ડોન સમીર...લોધાવાડ ચોકમાં ટ્રાફિક પોલીસમેનને ગાળો દઇ ખૂનની ધમકી : સાઇડ બંધ થઇ ગઇ છતાં નંબર વગરનું ટુવ્હીલર ભગાવતો હોઇ અટકાવતાં ઉશ્કેરાઇ ગયો વરદી ઉતરાવી નાંખીશ કહી દેકારો મચાવી ઝપાઝપી કરીઃ એ-ડિવીઝન પોલીસે કોન્સ્ટેબલ ઋતુરાજસિંહ રાણાની ફરિયાદ પરથી હરિહર ચોકના સમીર બ્લોચ સામે ગુનો દાખલ કરી કાયદાનું ભાન કરાવ્યું3:09 PM IST
૧૧પ વર્ષ જુના દશાશ્રીમાળી જૈન વિદ્યાર્થી ભુવનનું ૧પ કરોડના ખર્ચે પુનઃ નિર્માણ : ૨૮ ફેબ્રુઆરી ૧૯રપના દિવસે આ છાત્રાલયની ઇમારત ‘ત્રિભુવન ભુવન' ઠાકોર સાહેબ સર લાખાજીરાજના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધીના હસ્તે ખુલ્લી મુકાઇ હતી :આજ દિવસ સુધીમાં ર૧ હજારથી વધારે વિદ્યાર્થીઓએ છાત્રાલયમાં રહી અભ્યાસ કરી શ્રેષ્ઠ કારકીર્દીનું ઘડતર કર્યુ : ૬પ થી વધારે જૈન સાધુઓ-સાધ્વીજીઓના દિક્ષા :મહોત્સવ પણ અહિં યોજાઇ ચુકયા છે : આધુનિક બિલ્ડીંગ નિર્માણ કાર્યમાં બોર્ડીંગના પુર્વ છાત્ર મુંબઇ નિવાસી શશીકાંતભાઇ બદાણીનું માતબર અનુદાન : નિર્માણના પ્રણેતા પૂ.ધીરગુરૂદેવ 3:27 PM IST
રાજકોટના મયુરભાઇ મોવલીયા અને ભાગીદાર પર અરડોઇની પેપર મીલમાં હુમલોઃ ટોળકીનો આતંક : પેપર મીલ માટે સરપંચ પાસેથી પાણીનું ટેન્કર મંગાવતાં હોઇ તે રામકુ સહિતને ન ગમતાં ધારીયા-ધોકા સાથે ધસી આવી ધમાલ મચાવી મયુરભાઇને આંગળીમાં ફ્રેકચર, ખભો ખડી ગયોઃ ભાગીદાર રશ્મીનભાઇને ઇજાઃ જતાં જતાં વાહનમાં પણ ધારીયાના ઘા મારી નુકસાન કર્યુઃ કોટડા સાંગાણી પોલીસે રામકુ, મજબુત, યુવરાજ, બે અજાણયા વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ આદરી3:06 PM IST
મુન્દ્રા એસઈઝેડમાં વિદેશ વ્યાપારના ઓઠા હેઠળ ૨૧૦૦૦ કરોડના મની લોન્ડરિંગ કૌભાંડમાં માસ્ટર માઈન્ડ કસ્ટમ અધિકારી સસ્પેન્ડ : દેશને આર્થિક નુકસાન પહોંચાડનારા દેશદ્રોહી ગદ્દારોના બેંક ખાતાઓ, મિલ્કતોની ઊંડી તપાસ કરી આકરી સજા ફટકારવી જોઈએ, ડીઆરઆઈની સાથે અન્ય એજન્સીઓ તપાસમાં જોડાય તો મોટું કૌભાંડ ખુલે, ત્રણ જણની ધરપકડ થઈ ચૂકી છે 9:37 AM IST
ભકતકવિ નરસિંહ મહેતા યુનિ. સંલગ્ન મહાત્મા ગાંધી કોલેજ ઓફ નર્સીંગ ખાતે લેમ્પ લાઈટીંગ અને ઓથ સેરેમની કાર્યક્રમ યોજાયો : નર્સીંગ વિદ્યાર્થીઓને દીવો અથવા મીણબત્તી આપવામાં આવે છે, જે જ્ઞાનના પ્રકાશનું પ્રતીક છે અને તેઓ તેમના દર્દીઓને જે માર્ગદર્શન આપશે, દીવો અથવા મીણબત્તીનો પ્રકાશ એક પેઢીથી બીજી પેઢી સુધી નર્સીંગ ટોર્ચના પસાર થવાનું પ્રતિનિધિત્વ કરે છે,-ડો.મયંક સોની, રજીસ્ટ્રાર2:22 PM IST
ઓફિસર્સ ક્લબ દ્વારા કચ્છમાં રાજ્યકક્ષાની કોર્પોરેટ બેડમિન્ટન ટુર્નામેન્ટ “રણ” યોજાઈ :કોર્પોરેટ વર્ક ફોર્સ માં ફિટનેસ અને સ્વાસ્થય માટે જાગૃતતા લાવવાંનો હેતુ : કોર્પોરેટ વર્ક ફોર્સમાં ફિટનેસ અને સ્વાસ્થય વિશે જાગૃતતા લાવવી, જીતવા માટેની ભાવનાને જગાવવી, કોર્પોરેટ વચ્ચે નેટવર્કિંગ વધારવું અને સમગ્ર રીતે કચ્છ જીલ્લામાં સ્પોર્ટ્સ અને રિક્રિએશન કલ્ચરને પ્રોત્સાહન આપવા આયોજન કરાયું2:48 PM IST
'સુરક્ષિત તટ, સુરક્ષિત ભારત'સી.આઈ.એસ.એફ.ના ૫૬મા સ્થાપના દિન અંતર્ગત સાઈકલ રેલીનું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગમન : આરાધના ધામ ખાતે ગ્રામજનો અને આગેવાનો દ્વારા સાઇકલિસ્ટોનું સ્વાગત કરીને દ્વારકા માટે પ્રસ્થાન : ૧૪ મહિલાઓ સહિત કુલ ૧૨૫ સી.આઈ.એસ.એફ.ના જવાનો ૨૫ દિવસની આ યાત્રા દ્વારા સી.આઈ.એસ.એફ.ની સમુદ્ર કાંઠાની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ભારતની આર્થિક સમૃદ્ધિ માટે મહત્વની ભૂમિકાને પ્રદર્શિત કરશે3:44 PM IST
ભારતના MSME ઉદ્યોગના વિશાળ નેટવર્કમાં 20 ટકા જેટલાં ઉદ્યોગોનું નેતૃત્વ મહિલાઓ કરી રહી છે: કેન્દ્રિય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા : મોટીવેશન સ્પીકર તુષાર શુક્લાએ "નારી તું નારાયણી" વિષય પર પ્રેરણાદાયી ઉદબોધન આપ્યું:"નમો સખી સંગમ મેળા"ના ત્રીજા દિવસે નારી તું નારાયણી અને મહિલા ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ સંભાવના પર સેમિનાર યોજાયા11:22 PM IST
''પૂ.ભાઈશ્રી'' રમેશભાઈ ઓઝાના સાન્નિધ્યમાં પોરબંદર શ્રી હરિ મંદિરમાં હોળી-ધૂળેટીનું રંગોત્સવ : સર્વે હરિભકતોને પૂજ્ય ભાઈશ્રીના હસ્તે પ્રસાદ વિતરણ થશેઃ વૃંદાવનની રસિયા મંડળી દ્વારા રસિયા ગાયન સાથે ઠાકુરજી અને શ્રીહરિ મંદિરમાં બિરાજમાન સર્વેદેવી-દેવતાઓ સાથે ''પૂ. ભાઈશ્રી'' વિવિધ રંગોથી હોળી રમશે1:36 PM IST
ઉપલેટાના મુરખડા ગામ પાસે દરોડો : રૂા. ર.પ૮ લાખના વિદેશી દારૂ ભરેલી ક્રેટા કાર કબ્જે : રૂરલ એલસીબીના પીઆઇ વી.વી.ઓડેદરાની ટીમની કામગીરીઃ હેડ કોન્સ. દિવ્યેશભાઇ સુવા, નિલેશભાઇ ડાંગર, રાજુભાઇ સાંખડા, હરેશભાઇ પરમાર અને મીરલભાઇની બાતમીઃ દારૂનો જથ્થો અને કાર મળી રૂા.૧૦.પ૮ લાખનો મુદામાલ કબ્જે11:38 AM IST
રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ દ્વારા દ્વારકાના પદયાત્રીઓની સેવા માટે પ્રતિ વર્ષની માફક સેવાયજ્ઞ યોજાયો : ભોજન- વિશ્રામ- તબીબી જરૂરિયાતો માટેની શ્રેષ્ઠ વ્યવસ્થાથી શ્રધ્ધાળુઓ પ્રસન્ન : છેલ્લા એકાદ દશક કરતાં વધુ સમયથી નિયમિત રીતે યોજાતા આ કેમ્પમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ ઉપરાંત આસપાસના ગામોના યુવાનો, વડીલો તથા બહેનો સતત 24 કલાક પોતાના સમયદાનની સેવા આપીને બધાની તીર્થયાત્રા સલામત રીતે પરિપૂર્ણ નીવડે તેવા પૂરતા પ્રયાસો3:41 PM IST
પાકિસ્તાનમાં ટ્રેન થઇ હાઇજેક:થયો મોટો ધડાકો 6:52 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
આ સ્થળે 2હજાર વિધવાઓ એક સાથે કરશે હોળીની ઉજવણી 6:57 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST

























































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી






































































































































































































































