<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th February 2026

રાજય કર્મચારી મહામંડળ રાજકોટ જિલ્લા પ્રમુખ ક્રિપાલસિંહ જાડેજાનો જન્‍મદિવસ

રાજકોટ : રાજકોટ બહુમાળી ભવન સ્‍થિત પેન્‍શન ચૂકવણા કચેરી ખાતે સબ એકાઉન્‍ટ તરીકે ફરજ બજાવતા ક્રિપાલસિંહ જાડેજા નો આજે જન્‍મદિવસ છે. કોટડા સાંગાણી તાલુકાના માણેકવાડા ગામના વતની અને રાજકોટ શહેર પોલીસના નિવળત્ત એએસઆઈ લખધીરસિંહ વનુભા જાડેજાના પુત્ર  ક્રિપાલસિંહ જાડેજા જીવનના ૩૭ વર્ષ પૂર્ણ કરી ૩૮ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. રાજકોટ ખાતે પીટીસી, બી .કોમ. અને એમ.કોમ. સુધી અભ્‍યાસ પૂર્ણ કર્યા બાદ  વર્ષ ૨૦૧૩માં રાજકોટ ખાતે ટ્રેઝરી ઓફિસમા ક્‍લાર્ક તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ક્રિપાલસિંહ જાડેજાને નાની ઉંમરે ગુજરાત રાજય કર્મચારી મહામંડળ, રાજકોટ જિલ્લા પ્રમુખ  અને  ગુજરાત રાજય હિસાબી સેવા(બિ.રા.પ.) કર્મચારી મંડળમાં સંગઠન મંત્રી  તરીકેની જવાબદારીઓ મળતા તેઓ  કર્મચારીઓના પ્રશ્‍નોને સરકાર સમક્ષ રજૂઆત કરી વાચા આપી રહ્યા છે. મળતાવડા સ્‍વભાવના કારણે બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે. ક્રિપાલસિંહ જાડેજાનો આજે જન્‍મદિવસ હોય સગા- સંબંધી, ઓફિસરો અને કર્મચારીઓ તેમજ મિત્ર વર્તુળો દ્વારા મોબાઈલ નં.૯૭૨૩૦ ૦૦૦૧૮ પર શુભેચ્‍છા પાઠવવામાં આવી રહી છે.

(2:49 PM IST)