<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સની દુનિયામાં નવો ધમાકોઃ AI મોડલ ‘ક્‍લોડ માયથોસ' ચર્ચામાં : અત્‍યાર સુધીનું સૌથી શક્‍તિશાળી અને ખતરનાક AI મોડલ છે ક્‍લોડ માયથોસ *ભારત દેશ માટે આ ગંભીર ખતરો છે કારણ કે આપણી બેંકો, UPI ચુકવણી સિસ્‍ટમ, આધાર બાયોમેટ્રિક, એ બધું ડિજીટલ હોવાથી તેની રડાર માં આવી શકે છે. *માયથોસ એટલું પાવરફુલ છે કે એ આખા નેટવર્ક ને પણ ટેકઓવર કરી શકે જે હેકિગની દુનિયાનું સૌથી અઘરું કામ છે. *જો એઆઇ મોડલ ખોટા હાથોમાં ગયું, તો દુનિયાનું સૌથી મોટું સાયબર આપત્તિ શરૂ થઈ શકે છે. *એન્‍થ્રોપીક કંપનીએ ‘પ્રોજેક્‍ટ ગ્‍લાસવિંગ મિશન' અંતર્ગત એમેઝોન, ગુગલ, માઈક્રોસોફટ જેવી ૫૦ વિશાળ કંપનીને આ AI મોડલ વાપરવા આપ્‍યું છે જેથી આ ટેકનોલોજી ખોટા હાથમાં જાય એ પેલા એ બધા પોતાની સિસ્‍ટમમાં રહેલી બગ (ભૂલ) શોધીને તેને ફિક્‍સ કરીને હેક-પ્રૂફ બનાવી શકે. *માયથોસ એ દુનિયાની સૌથી મહત્‍વપૂર્ણ સિસ્‍ટમમાંથી ૧૦,૦૦૦ કરતા પણ વધારે જાટિલ નબળાઈઓ (વલનેરે-બીલી-ટીસ) શોધી કાઢી *આવનારું યુદ્ધ કદાચ મિસાઇલો કે જૈવિક શસ્‍ત્રોથી નહિ પણ કમ્‍પ્‍યુટર પર લડાતું હશે!11:20 AM IST

ગુનેગારોમાં પોલીસનો ખોફ, સાયબર ક્રાઈમ, ડ્રગ્‍સ નિયંત્રણ , પ્રિવેન્‍શન અને ટેકનોલોજીથી ડિટેક્‍શન માટે આદેશ આપી દીધા છેઃ જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક : ઐતિહાસિક રથયાત્રા બંદોબસ્‍ત ટોપ પ્રાયોરિટીમાં સમાવેશ હોવાનું મુખ્‍ય પોલીસ વડા સાથે અમદાવાદ સીપીનો ચાર્જ જેમના હસ્‍તક છે તેવા મુખ્‍ય પોલીસ વડા જણાવે છે : તબક્કાવાર દરેક જિલ્લાના પ્રશ્‍નો એસપી, રેન્‍જ વડા સાથે બેઠક યોજી અને લોકો સાથે પોલીસની મુશ્‍કેલીનું પણ નિવારણ કરવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે : રાષ્‍ટ્રીય સુરક્ષા માટે જે દબાણો દૂર થયા છે, ત્‍યાં ફરી દબાણ ન થાય તેની જવાબદારી નક્કી કરાશેઃ બાંગ્‍લાદેશી ઘુસણખોરો પકડવા માટે ગુજરાત સહિત દેશમાં આવેલ શકમંદ ફોન ડેટા ચકાસણી કાર્ય અવિરત ચાલુ રહશે : અરજી નિકાલ, ગુનેગારો પર જબ્‍બર પક્કડ એવા પોલિસિંગમાં વિશ્વાસ ધરાવતા આ IPS દ્વારા સીધા સરળ લોકો,સિનિયર સિટીઝનો, મહિલા, બાળકો પ્રશ્‍ને માનવીય અભિગમ, સારો વ્‍યવહાર થાય તે માટે ધડાધડ આદેશ આપી રહ્યા છે.2:10 PM IST

પ્રથમ ગુજરાતી બ્રોડવે શો ‘અસરદાર પાટીદાર'ને અભૂતપૂર્વ પ્રતિસાદ : ત્રણ હજારથી વધુ આમંત્રિતોની ઉપસ્‍થિતમાં થયેલા શોમાં પ૦થી વધુ કલાકારો દ્વારા પાટીદાર સમાજના ૧પથી વધુ વ્‍યક્‍તિત્‍વને ઉજાગર કરવામાં આવ્‍યા : પાટીદાર સમાજે ઉમળકાભેર શો વધાવી લીધો :શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ, કાગવડની પ્રસ્‍તુતિ : કાળા પાણીની સજાની વાત આવે ત્‍યારે મનમાં પહેલું નામ વીર સાવરકર આવે, પણ આ શો દ્વારા ગરબડદાસ મુખીને સાચો ન્‍યાય મળ્‍યો. પાટીદાર સમાજના ગરબડદાસ મુખી પહેલાં ગુજરાતી હતા, જેણે આંદામાનની જેલમાં આઝાદી માટે જીવ આપ્‍યો, ખરેખર સમાજ માટે બહુ મોટી અને ગર્વની વાત છે. ‘અસરદાર પાટીદાર' શો આજના સમયની અનિવાર્યતા હતી, જે ખોડલધામે પૂરી કરી. શ્રી પરષોત્તમ રૂપાલા (સંસદસભ્‍ય, રાજકોટ) : ‘અસરદાર પાટીદાર' શોમાં જેમની વાતો કહેવાય છે એ વાતો શોધવામાં, વાતો સાથે જોડાયેલા તથ્‍યો શોધવામાં જે જહેમત લેવામાં આવી છે એ ખરેખર ગર્વની વાત છે. આપણા સમાજનો આ વારસો લોકો સમક્ષ રજૂ કરવો એ જવાબદારીનું કામ છે અને જવાબદારીનું આ કામ ખોડલાધામની શિક્ષણ સમિતીએ શ્રેષ્‍ઠ રીતે પાર પાડ્‍યું છે. શ્રી નરેશભાઈ પટેલ (ચેરમેન, શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ)2:28 PM IST