તા. ૧૦ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ચૈત્ર વદ – ૮ શુક્રવાર
News of Saturday, 21st February 2026
કાલે જૂના અને જાણીતા જનસેવક બકુલભાઇ જાડેજાનો જન્મદિન
રીબડાથી રાજકોટ અવિરત સેવામય જીવન

રાજકોટઃ વિવિધ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપી મૂકસેવક તરીકે નામના મેળવનારા રીબડાવાળા શ્રી શકિતસિંહ (બકુલભાઇ) આઇ. જાડેજા માટે આવતીકાલનો દિવસ વિશેષ યાદગાર છે. તેમનો જન્મ તા.૨૨ ફેબ્રુઆરી ૧૯૬૮ના દિવસે થયેલ આવતીકાલે સેવાભાવી જીવનના ૫૯માં વર્ષમાં પ્રવેશ કરશે. કશ્રી બકુલભાઇ જાડેજા ભૂતકાળમાં પ્રદેશ કોંગ્રેસના ડેલીગેટ, રાજકોટ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે. રીબડાની ભીંડભંજન સહકારી મંડળીના પ્રમુખ તરીકે પણ ફરજ બજાવેલ તેમના સંબંધોનું વર્તુળ વ્યાપક છે હાલ રાજવીઓના ઇતિહાસ વિષે લેખન કરી રહ્યા છે. મો. ૯૯૨૪૯ ૫૬૦૬૨ રાજકોટ
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
