<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

રાજકોટ રેલ્‍વે પીએસઆઇ જયુભા પરમારનો આજે ત્રેપનમો જન્‍મદિવસ

રાજકોટ તા. ૨૮: શહેરના પશ્ચિમ રેલ્‍વે પોલીસ સ્‍ટેશનમાં એલસીબી પીએસઆઈ જયુભા એમ. પરમારનો આજે ત્રેપનમો જન્‍મદિવસ છે. રાજકોટ શહેરમાં વર્ષ ૧૯૯૪માં પોલીસમાં ભરતી થયેલા જયુભા પરમારે શહેરમાં અલગ અલગ પોલીસ સ્‍ટેશનોમાં કોન્‍સ્‍ટેબલ, હેડકોન્‍સ્‍ટેબલ, એએસઆઈ તરીકે ફરજ બજાવી છે. તેમની ગુના ઉકેલવાની અને ગુનેગારોને શોધી કાઢવાની કુનેહને કારણે મોટે ભાગે તેમણે ડી. સ્‍ટાફમાં જ ફરજ બજાવી હતી. ગુનાખોરી અટકાવામાં સતત અગ્રેસર રહી અનેક ઈનામો મેળવ્‍યા છે. આ કારણે જ તેમની એક બે વખત નહિ પણ ચાર ચાર વખત ક્રાઈમ બ્રાંચમાં નિમણુંક થઈ હતી. વર્ષ ૨૦૨૩માં તેમને પીએસઆઈનું -મોશન મળ્‍યું હતું. હાલ તેઓ રેલ્‍વે એલસીબીમાં ફરજ બજાવી રહ્યા છે. બહોળા મિત્રવર્તુળો, પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તરફથી સતત (મો. ૯૮૨૫૬ ૭૩૮૦૮) શુભેચ્‍છાઓ મળી રહી છે.

(11:40 AM IST)