News of Saturday, 28th February 2026
જામનગરના પત્રકાર હિરેન હિરપરાનો જન્મદિવસ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ર૮: જામનગરના યુવા પત્રકાર હિરેન હિરપરાનો આજે જન્મદિવસ છે. સ્પષ્ટવક્તા અને હંમેશા સત્યની પડખે રહેનારા હિરેન હિરપરા આજે તેમના જીવનના એક નવા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ તેમજ મિત્ર વર્તુળ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
હિરેન હિરપરા હાલ દિવ્ય ભાસ્કરમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. એક્સક્લુઝિવ ન્યૂઝ દ્વારા જનતાની સમસ્યાઓને તંત્ર સામે નીડરતાપૂર્વક રજૂ કરવામાં તેઓ હંમેશા મોખરે રહ્યા છે. પત્રકારત્વના મૂલ્યોને જાળવી રાખીને તેમણે લોકોના પ્રશ્નોને વાચા આપી પ્રશંસનીય કામગીરી કરી છે.
સેવા અને સંગઠનમાં સક્રિય ભૂમિકા- માત્ર પત્રકારત્વ જ નહીં, પરંતુ સામાજિક ક્ષેત્રે પણ તેમનું યોગદાન ખૂબ મોટું છે.
તેઓ શ્રી ખોડલધામ સમિતિ - જામનગરમાં મીડિયા કન્વીનર તરીકે મહત્વની જવાબદારી સંભાળી રહ્યા છે.સાથે જ શ્રી લેઉવા પટેલ સેવા સમાજમાં પણ કારોબારી સભ્ય તરીકે સમાજ ઉત્થાનના કાર્યોમાં સતત કાર્યરત છે.
મળતાવડો સ્વભાવ અને હંમેશા બીજાને મદદ કરવાની ભાવના ધરાવતા હિરેનભાઈ મહાદેવના પણ પરમ ભક્ત છે.(મો. નં. ૮૦૦૦૧ ૮૮૮૮૬ )
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
