<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th February 2026

જીવદયાપ્રેમી સંજયભાઈ મહેતાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ  જીવદયાપ્રેમી શ્રેષ્ઠ શ્રાવકરત્‍ન તપરત્‍ન જૈન અગ્રણી શ્રી સંજયભાઈ મહેતા નો આજે જન્‍મદિવસ છે. રાજકોટ મહાજનશ્રીના વર્ષો જૂના અદના કાર્યકર, કરુણા ફાઉન્‍ડેશન, જીવદયા ગ્રુપ સાથે સંકળાયેલા અને ઋષભદેવ સંદ્ય ના આદર્શ શ્રાવક કે જેઓ આ ઉંમરે પણ પૂજય ગુરુદેવ રાજેશમુની મહારાજ સાહેબ પાસેથી આગમ અભ્‍યાસ, ધર્મઅભ્‍યાસ હજુ પણ રુચિ સાથે કરી રહ્યા છે.સ્‍કૂલ કોલેજોમાં જઈને વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક તેમજ મેડિકલ દ્રષ્ટિએ શાકાહારની અનિવાર્યતા અને માંસાહારથી થતી શારીરિક માનસિક બીમારીઓ અંગે ની નેગેટિવ અસરો અર્થાત, ફેલાતી બીમારીઓ અંગે જાગૃતિ ફેલાવીને સત્‍કાર્ય કરી રહ્યા છે,તેમના પિતાશ્રી લલીતભાઈ મહેતાએ વર્ષો સુધી મહાવીર નગર ઉપાશ્રયમાં ટ્રસ્‍ટી તરીકે સેવાઓ આપેલી. સંજયભાઈ ની દીકરીઓ ડોલી બહેન અને કિન્નરી બહેન સીએ તથા સીએસ પાસ કરીને તેઓ પણ સુંદર વ્‍યવસાય સાથે સામાજિક કાર્ય કરી રહ્યા છે તેમજ ધર્મ પત્‍ની હીનાબેન સાથે માસખમણ જેવી સુંદર તપસ્‍યા કરીને શાસનની પ્રભાવના પણ કરેલી હતી. તેઓ સફળ ફાયનાન્‍સિયલ એડવાઈઝર તરીકે સ્‍ટોક માર્કેટ મ્‍યુચ્‍યુઅલ ફંડ તથા ઇન્‍સ્‍યોરન્‍સ ક્ષેત્રમાં બ્રોકર તરીકે, અનેક ઇન્‍વેસ્‍ટરોને વર્ષોથી સફળતાપૂર્વક સલાહ આપીને તેઓનું સચોટ ફાઈનાન્‍સિયલ પ્‍લાનિંગ કરી રહ્યા છે. જન્‍મદિવસ નિમિત્તે સમાજના દરેક અગ્રણીઓ તરફથી   સંજયભાઈ મહેતા ને મો. નં ૯૩૭૫૯૭૬૬૪૩ ઉપર શુભેચ્‍છાઓ મળી રહી છે. 

(3:41 PM IST)