તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Thursday, 5th March 2026
નિવૃત સંયુકત સચિવ યુ.એ. પટેલનો જન્મદિન

રાજકોટઃ યુવા સિવિલ ડીફેન્સ ભાવનગરના ભૂતપૂર્વ ડે. કંટ્રોલર તરીકે કાર્યરત સચિવાલય કેડરના અધિકારી શ્રી યુ.એ. પટેલનો જન્મ તા. ૫ માર્ચ ૧૯૬૭ ના દિવસે થયેલ. આજે જીવનના ૬૦માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ ભૂતકાળમાં નાણા વિભાગના ઉપસચિવ, હજ સમિતિમાં સૈચિવ, મહિલા આર્થિક વિકાસ નિગમમાં મેનેજર કાયદા વિભાગમાં નાયબ સચિવ, રમતગમત વિભાગમાં સંયુકત સચિવ વિગેરે પદ પર રહી ચુકયા છે. સંયુકત સચિવ કક્ષાએથી ગયા વર્ષ નિવૃત થયા છે. હાલ કાયદાક્ષેત્રે કાર્યરત છે.આજે જન્મદિવસની શુભેચ્છા વર્ષાથી ભીંજાઈ રહયા છે. મો. ૯૯૭૮૪ ૦૫૮૭૨ ગાંધીનગર
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
