<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

નવી દિલ્હી ખાતે યોજાનાર બ્રિક્સ (BRICS) શિખર સંમેલન ૨૦૨૬માં વિશ્વના વિવિધ દેશોના પ્રમુખ નેતાઓ અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ સહભાગી થશે. આ શિખર સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન, ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સિસી, ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો, ઈથોપિયાના પ્રધાનમંત્રી અબી અહેમદ અલી અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફેસલ બિન ફર્હાન અલ સાઉદ, બ્રાઝિલના વિદેશ મંત્રી માઉરો વિએરા તેમજ યુ.એ.ઈ. ના અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને અબુ ધાબી એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ચેરમેન શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન પણ આ પરિષદમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરશે. (ન્યૂઝફર્સ્ટ)9:21 PM IST

૧૫ સપ્‍ટેમ્‍બરથી ૧૦ સેવાઓ ઓનલાઇનઃ આરટીઓના ધક્કામાંથી મળશે મુક્‍તિ : રાજ્‍યની આર.ટી.ઓ. કચેરીઓમાં વાહનચાલકો અને અરજદારોની સુવિધા માટે વિવિધ કામગીરી હવે ઓનલાઇન કરવામાં આવશેઃ નવા ડ્રાઇવિંગ લાઇસન્‍સ માટે ડ્રાઇવિગ ટેસ્‍ટ આપવાનો હોય, લાઇસન્‍સમાં અન્‍ય કેટેગરીનું વાહન ઉમેરવાનું હોય અથવા કોમર્શિયલ વાહનની ફિટનેસની ભૌતિક ચકાસણી કરવાની હોય ત્‍યારે રૂબરૂ હાજરી જરૂરી રહેશે : હવે આધારકાર્ડ આધારિત ઇ-કેવાયસી અને કોન્‍ટેક્‍ટલેસ પદ્ધતિથી અરજી કરવાની રહેશે. અરજદારે ઓનલાઇન અરજી સાથે નિયત ફી ભરવાની રહેશે અને જરૂરી દસ્‍તાવેજો અપલોડ કરવાના રહેશેઃ દસ્‍તાવેજોની ચકાસણી બાદ સિસ્‍ટમ દ્વારા ઓટોમેટિક મંજૂરી આપવામાં આવશે9:58 AM IST

ભાજપા પ્રદેશ પ્રભારી તરુણ ચુઘજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીનો છોટાઉદેપુર જિલ્લાનો સંગઠનાત્મક પ્રવાસ યોજાયો : બોડેલી ખાતે સંગઠનના પદાધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સહકારી આગેવાનો તથા મધ્ય ગુજરાતના ભાજપાના આદિવાસી આગેવાનો સાથે વિવિધ બેઠકો યોજી સંવાદ કરતા તરુણ ચુઘજી તથા રત્નાકરજી: સંગઠનની વ્યાપકતા વધારવા, દરેક મંડળમાં પ્રત્યેક બૂથની કામગીરી વધુ સક્રિય બનાવવા અને સુદ્રઢ સંકલન સાથે કામગીરી કરવા સંદર્ભે સંગઠનના પદાધિકારીઓ સાથે સંવાદ કરતા તરુણ ચુઘજી:સંવાદ, સંકલન અને ટીમભાવનાને વધુ મજબૂત બનાવી સંગઠનની કાર્યક્ષમતાને નવી ઊંચાઈ આપવા કાર્યકર્તાઓને આહ્વાન કરતાં રત્નાકરજી7:03 PM IST

નવી કેબિનેટથી સેમિકન્‍ડક્‍ટર, કૃત્રિમ બુદ્ધિમત્તા અને નવી ઔદ્યોગિક નીતિ સુધી ગુજરાતને નવી દિશા : ભૂપેન્‍દ્રભાઈ પટેલ સરકારનું પાંચમું વર્ષ : સરકારમાં મોટો ફેરફાર હર્ષ સંઘવી બન્‍યા નાયબ મુખ્‍યમંત્રી, નવી કેબિનેટમાં નવા ચહેરાઓ, વિકાસ સપ્તાહમાં હજારો કરોડના કામો, પ્રાદેશિક વાઇબ્રન્‍ટ ગુજરાતનું નવું મોડેલ, રાજકોટમાં રોકાણના મોટા પ્રસ્‍તાવોઃ સેમિકન્‍ડક્‍ટર ક્ષેત્ર માં ઐતિહાસિક શરૂઆત, ગુજરાત સેમી કનેક્‍ટ ૨૦૨૬, હરિત ઊર્જા માટે નવી નીતિ, આદિવાસી વિસ્‍તારો માં વિકાસ, ઇનામ જમીન અંગે મહત્‍વપૂર્ણ નિર્ણય, ૪.૦૮ લાખ કરોડ રૂપિયાનું બજેટ, અમદાવાદ ને ઓલિમ્‍પિક માટે તૈયાર કરવાની દિશા, કૃત્રિમ બુદ્ધિમત્તા અને ડિજિટલ વહીવટ, નવી ઔદ્યોગિક નીતિ ૨૦૨૬, અવકાશ તકનીક માં ગુજરાતની નવી દિશા, ગિફટ સિટીનું વધતું મહત્‍વ, નાના ઉદ્યોગકારો સુધી ધિરાણ પહોંચાડવાનો પ્રયાસ, ગુજરાતના વિકાસ મોડેલમાં મોટો ફેરફાર2:15 PM IST

 અકિલા ન્યૂઝ : રાજકોટમાં કોર્પોરેટર દ્વારા માનદ વેતનમાં વધારાની માંગણીનો મામલો, રાજકોટના મેયર ડો. નેહલ શુક્લનું નિવેદન, શાસક પક્ષના 48 જેટલા કોર્પોરેટરો દ્વારા માનદ વેતનમાં વધારાની માંગણી કરવામાં આવી છે, કોર્પોરેટરોની માંગણીને પગલે સંગઠન મહામંત્રી તેમજ રાજકોટના પ્રભારી અનિરુદ્ધ દવે સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે, માનદ વેતનમાં વધારે મામલે પક્ષ દ્વારા હકારાત્મક અભિગમ દાખવવામાં આવશે તો સમગ્ર મામલો સરકાર તરફ લઈ જવામાં આવશે, માનદ વેતનમાં વધારો કરવો કે કેમ તેનો નિર્ણય શહેરી વિકાસ વિભાગ કરશે, હાલ રાજ્યના તમામ મહાનગરમાં તમામ કોર્પોરેટરોને એક સરખુ માનદ વેતન આપવામાં આવી રહ્યું છે, જેમાં પગાર પેટે 12 હજાર રૂપિયા, સ્ટેશનરી ખર્ચ 1500 રૂપિયા, મીટીંગ દીઠ મીટીંગ 500 રૂપિયા, માસિક ટેલિફોન ભથ્થું 1000 રૂપિયા. : જુઓ વિડીયો 12:46 PM IST