<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

જયોતિન્‍દ્રમામાનો આજે ૭૬ મો જન્‍મદિવસ

નેશનલ અર્બન કો-ઓપ. ફાયનાન્‍સ એન્‍ડ ડેવલપમેન્‍ટ કોર્પોરેશન મુંબઇના ચેરમેન

રાજકોટઃ સહકારિતાની મશાલ દ્વારા અદના આદમીના જીવનમાં રાષ્‍ટ્રીય સ્‍તરે પ્રકાશ પાડનાર જયોતિન્‍દ્રભાઇ મહેતાનો આજે ૭૬ મો જન્‍મદિન છે.

શ્રી જયોતિન્‍દ્રભાઇ મહેતાની યશસ્‍વી કામગીરીની એક ઝલક રાજકોટ નાગરિક સહકારી બેંક લી. ના ૬૦ વર્ષ અવસરે ષષ્‍ઠીપૂર્તિની અનોખી ઉજવણી ૬૦ હજાર નવાં ખાતા ખોલી પરિવાજનોને બેંક સાથે જોડયા, આવી જ રીતે બેંકના ર લાખથી વધુ વ્‍યકિતગત સભાસદોને રૂા.૧ લાખના અકસ્‍માત વીમા કવચની ભેટ આપી.

જવાબદારીઃ ચેરમેન, નેશનલ અર્બન કો-ઓપરેટીવ ફાયનાન્‍સ એન્‍ડ ડેવલપમેન્‍ટ કોર્પોરેશન-મુંબઇ, પૂર્વ ચેરમેન અને ડિરેકટર, નાક્‍્‌કબ-ન્‍યુદિલ્‍હી, સદસ્‍ય નેશનલ કો.-ઓપરેટીવ પોલિસી પેનલ, સદસ્‍ય, જનરલ કાઉન્‍સિીલ નેશનલ કો-ઓપરેટીવ ડેવલપમેન્‍ટ કોર્પોરેશન, ચેરમેન, ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશન, પૂર્વ અધ્‍યક્ષ અને વર્તમાન રાષ્‍ટ્રીય કાર્યકારણી સદસ્‍ય, સહકાર ભારતી, સદસ્‍ય, સહકારી કાયદા સુધારણા સમિતિ, ગુજરાત રાજય, પૂર્વ ચેરમેન, રાજકોટ નાગરિક સહકારી બેંક લી., પૂર્વ ચેરમેન વિજય કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લી., આત્‍મનિર્ભર ગુજરાત સહાય યોજના ઘડી યોજનાની સફળતાની કહાણી, આ યોજના થકી અંદાજે રૂા.ર,પ૩૯ કરોડનું ધિરાણ થયુ અને બે લાખથી વધુ લાભાર્થીઓને સરળતાથી ધિરાણ પ્રાપ્ત થયું અને ગુજરાત સહકારી બેંકોના માધ્‍યમથી રાજયના છાત્રોને ૧,ર૦,૦૦૦ કોમ્‍પ્‍યુટર પૂરા પાડવાનો પ્રકલ્‍પ ‘ફલ્‍ડ આઇ.ટી.'નું બે વખત સફળતાથી આયોજ કરાયેલ.

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં ડિરેકટર તરીકે સેવાની શરૂઆત કરનાર જયોતિન્‍દ્રભાઇ મહેતાએ ૪૦ વર્ષની સુદીર્ધ અને અવિરત નિઃસ્‍વાર્થ સેવાઓ થકી એક સીમાચિહ્ન કર્યુ છે. જયોન્‍દ્રિમામાના જન્‍મદિને તેમના મો. ૯૪૨૭૬ ૧૩૭૦૧ પર અભિનંદનવર્ષા થઇ રહી છે. 

(11:31 AM IST)