<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

રાજુલાના પત્રકાર ઈરફાન ગોરીનો જન્‍મ દિવસ

 

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા : તા.૯, અમરેલી જિલ્લા ના રાજુલા શહેર ના પીઢ પત્રકાર ઉસ્‍માનભાઈ ગોરી ના ઘરે તારીખ ૯...૩..૧૯૮૬ ના રોજ જન્‍મ લેનાર  ઈરફાન ઉસ્‍માનભાઈ ગોરી નો  આજે જન્‍મ દિવસ છે તેઓનો ૪૧માં વર્ષમા મંગળ પ્રવેશ કરેલ છે

       પત્રકારિત્‍વ અને સમાજ સેવા જેવી પ્રવળતિ જેવો ને વારસામાં મળી છે તેવા સામાજિક અને લોક હિત ના કાર્ય કરવા માં અગ્રેસર એવા લોક સેવાના  પ્રહરી પત્રકાર અને સિપાહી જમાત પ્રમુખ ઈરફાન ગોરી રાજુલા શહેર માં અનેક કોમી એકતા ના સુંદર કામ કર્યા છે અને આરોગ્‍યના  કેમ્‍પો કરી ગરીબ માણસોને મદદરૂપ થયા છે નાની ઉંમરમાં દસથી અગિયાર વખત સમૂહ લગ્નનું આયોજન કરેલ છે  ગરીબ માણસોની દીકરીઓના ઘર બંધાવી દીધા છે તેમજ સરકાર શ્રીની ગરીબલક્ષી વિવિધ યોજનાઓનો લાભ ગરીબ માણસોને  આપવા માટે ખૂબ મહેનત કરી ગરીબોના આંસુ લૂછયા છે એટલે નાની ઉંમરમાં મોટું કામ અને મોટું નામ ઈરફાન ગોરી રાજુલા શહેરના ઓલ મુસ્‍લિમના કાર્ય કરવામાં હંમેશા આગળ રહ્યા છે  અને કોઈ પણ જાતના ભેદભાવ રાખ્‍યા વગર લોકોના કામો કર્યા છે અને કરતા આવ્‍યા છે લોક સેવા ના પ્રહરી નિડર નિષ્ઠાવાન પ્રમુખ અને ઉત્‍સાહી  પત્રકાર ઈરફાન ગોરી ના જન્‍મ દિવસ નિમિતે (મો.૯૭૧૪૦ ૫૫૬૬૬) ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(4:00 PM IST)