તા. ૨ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૬ શુક્રવાર
સુપર અલ નીનો આફ્રિકાને સળગાવશે! નાઇજીરીયામાં ૩૧,૪૦૦ લોકોના મોતનો અંદાજ : સુપર અલ નીનો આફ્રિકામાં ઘાતક ગરમી લાવી શકે છેઃ આગામી છ મહિનામાં નાઇજીરીયા, સુદાન, નાઇજર અને ચાડમાં અંદાજે ૬૬,૮૦૦ વધારાના મૃત્યુની અપેક્ષા : ગરીબ દેશો વધુ પ્રભાવિત થવાની શક્યતા છે કારણ કે તેમની પાસે વીજળી અને ગરમી-પ્રતિરોધકતા મર્યાદિત છેઃ હોસ્પિટલોએ વધારાના સ્ટાફ, દવાઓ અને આવશ્યક પુરવઠો અગાઉથી સંગ્રહ કરવાની પણ જરૂર પડશે10:20 AM IST
ભારતીય કેપ્ટન પર હુમલાનો આરોપી ઓમાનનો સહપાઇલટઃ નામ હજી જાહેર નહીં: શા માટે નામ છુપાવાય છે? : આતંકી કડી અને પૂર્વ આયોજન તથા ઘટનાના હેતુ અંગે તપાસ ચાલુ : સંયુક્ત આરબ અમીરાતના એટર્ની જનરલ ડો. હમદ સૈફ અલ શમ્સીએ વિશેષ તપાસ ટીમ રચવાનો આદેશ આપ્યો છે. તપાસમાં ઘટનાનું કારણ, હુમલાનો હેતુ, સંભવિત આતંકી જોડાણ તેમજ અગાઉથી આયોજન કે કોઈના નિર્દેશની શક્યતા ચકાસવામાં આવશે9:57 AM IST
માત્ર નોટો અને સ્મારકોમાં નહીં, જીવનમાં ગાંધીજી કેમ જરૂરી? : મહાત્મા ગાંધીનું સ્મરણ માત્ર રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રસંગ નથી, પરંતુ આજના સમયમાં સત્ય, અહિંસા, કરુણા, સ્વરાજ અને માનવતા જેવા મૂલ્યોને ફરી સમજવાની જરૂરિયાત છે : વધતા લોભ, ઉપભોગવાદ અને સામાજિક વિખવાદ વચ્ચે ગાંધીજીના વિચારો આજે માર્ગદર્શન આપે છે. તેમના જીવનના પ્રયોગો, સાત સામાજિક પાપો અને માનવકેન્દ્રિત દ્રષ્ટિ આજના સમાજ માટે અત્યંત પ્રાસંગિક છે અને નવી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની રહે છે9:58 AM IST
૧ વાગ્યે મહત્વ સમાચાર તરફ એક નજર1:06 AM IST
યુપી કોંગ્રેસમાં મોટો સંગઠનાત્મક ફેરફાર: મોના-મસૂદની જોડીથી સપાની સીટ વહેંચણીની ચિંતા વધી: મુસ્લિમ અને બ્રાહ્મણ મત પર કોંગ્રેસની નજર: ઉત્તર પ્રદેશમાં ગઠબંધન ગણિત બદલાશે? : કોંગ્રેસે આરાધના મિશ્રા મોનાને પ્રદેશ અધ્યક્ષ બનાવી મહિલા અને બ્રાહ્મણ ચહેરાને આગળ કર્યો: જ્યારે ઇમરાન મસૂદને કાર્યકારી અધ્યક્ષ બનાવી મુસ્લિમ મતદારો વચ્ચે પોતાની હાજરી મજબૂત કરવાનો સંકેત આપ્યો12:07 AM IST
લશ્કરના ટોપ કમાન્ડર હાશિમ મૂસાના મોત બાદ કાશ્મીરમાં હાઈ એલર્ટ: કટારાથી કાશ્મીર ખીણ સુધી ઝડબેસલાક સુરક્ષા બંદોબસ્ત : નવરાત્રિ દરમિયાન વૈષ્ણોદેવી ધામમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવશે :અનેક જિલ્લાઓમાં સુરક્ષાકર્મીઓની વધારાની તૈનાતી, વધારાની ચેકપોસ્ટ અને મહત્વના માર્ગો પર સુરક્ષા વાહનો વધારાયા 11:40 PM IST
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની બંધારણીય યોગ્યતાની તપાસ કરશે પાંચ પૂર્વ ન્યાયાધીશોનું એક સ્વતંત્ર કમિશન :અધ્યક્ષ મદન બી. લોકુર હશે : લોયર્સ એસોસિએશન ફોર ધ કોન્સ્ટિટ્યુશન (LAFC) એ ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ની બંધારણીય માન્યતા, રીત અને અસરની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના પાંચ ભૂતપૂર્વ ન્યાયાધીશોનું એક સ્વતંત્ર કમિશન બનાવ્યું 10:41 PM IST
TVK સુપ્રીમો વિજયનો મદુરંતકમમાં રોડ શો: કાદવવાળા ખેતરમાં ટ્રેક્ટર ચલાવી ખેડૂતોનું દિલ જીત્યું : ચેંગલપટ્ટુ જિલ્લાના ૩૦ થી વધુ ગામડાઓમાં ધમાકેદાર પ્રચાર દરમિયાન એક વૃદ્ધ મહિલાએ આરતી ઉતારી તો વિજયે ચંપલ ઉતારીને તિલક સ્વીકાર્યું: ઉમેદવાર મરાગથમ કુમારવેલ માટે મતોની અપીલ કરતા સેવાની ભાવના વ્યક્ત કરી10:37 PM IST
ઉત્તર પ્રદેશ કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે વિધાયક આરાધના મિશ્રા 'મોના'ની નિમણૂક : અજય રાયની છુટ્ટી : ઇમરાન મસૂદને બનાવાયા કાર્યકારી અધ્યક્ષ : કોંગ્રેસ હાઈકમાન્ડે દેવિન્દર નિષાદ અને આલોક પ્રસાદને વરિષ્ઠ ઉપાધ્યક્ષ નીમ્યા : ચૌધરી વિરેન્દ્ર સિંહ ઉત્તર પ્રદેશ કોંગ્રેસ વિધાનમંડળ દળના નવા નેતા તરીકે ચૂંટાયા9:39 PM IST
મહત્વના સમાચારો ઉડતી નજરે10:29 PM IST
ફ્રાન્સમાં વિદ્યાર્થી આંદોલન ભડક્યું: આગજની–અથડામણ વચ્ચે આશરે આજે ૫૬૪ શૈક્ષણિક સંસ્થાઓમાં અવરોધ: ૪૦૦ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ રહી: કેટલાક કિશોરોને ગંભીર ઈજા : ગઈ કાલ સુધીમાં લગભગ ૨૦૦૦ની ધરપકડ, ૩૦૫ પોલીસકર્મી ઘાયલ: આંદોલન શરૂ થયા પછી ૧૭૦ વિદ્યાર્થીઓ અને ૬૫ શૈક્ષણીક કર્મચારીઓ ઘાયલ: ૪૦ આચાર્યોનો સમાવેશ: શિક્ષકોની અછત અને અભ્યાસની ખરાબ સ્થિતિ સામેનો રોષ રસ્તા પર શિક્ષણ માટે પૂરતાં સંસાધનોની માગ સાથે શરૂ થયેલું આંદોલન અનેક શહેરોમાં હિંસક બન્યું: સરકારે સુરક્ષાદળો વધારવાની સાથે વિદ્યાર્થી–વાલી પ્રતિનિધિઓ સાથે મંત્રણા શરૂ કરી: કેટલાક સ્થળે પરિસ્થિતિમાં સુધારાના સંકેત છતાં તણાવ યથાવત્9:43 PM IST
ડેટા સેન્ટર સેક્ટરમાં ભારતનું કયું રાજ્ય મારી ગયું બાજી? S&Pના રિપોર્ટમાં તેલંગણા, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ બન્યા દેશના પાવરહાઉસ! : હાઈપરસ્કેલર્સ અને ગ્લોબલ રોકાણકારોને આકર્ષવા માટે રાજ્યો વચ્ચે હોડ: વીજળી, જમીન અને નિયમનકારી પ્રોત્સાહનોમાં તેલંગણા જ્યારે ગુજરાત નફાકારક વીજળી ક્ષેત્રે મોખરે9:05 PM IST
મતદાર યાદીમાંથી નામ ગાયબ થવાના મામલે દેશમાં મોટો વિવાદ: પૂર્વ CEC એસ.વાય. કુરેશીએ ચૂંટણી પંચ સામે ગંભીર સવાલો ઉઠાવતા કહ્યું, 'આ અધિકારીઓનું કાવતરું અને ઉશ્કેરણી છે!' : ડ્રાફ્ટ યાદીમાંથી ૧૩ કરોડ નામ હટાવ્યા બાદ હવે જેમને 'ફોર્મ 6' ભરવાની ફરજ પડાઈ છે તે ગુનાના ભાગીદાર બની રહ્યા છે: ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરના આક્ષેપથી રાજકારણમાં ગરમાવો8:47 PM IST
ઉત્તર પ્રદેશના બલરામપુરમાં કાળજું કંપાવનારી ઘટના: ડાંગરના ખેતરમાં મોઢામાં કપડું ઠાંસીને ત્યજી દેવાયેલી નવજાત બાળકીનો ખાખી વર્ધીએ બચાવ્યો જીવ! : સામાજિક બદનામીના ડરથી પીશાચી કૃત્ય કરનારી જનની અને નાની જેલના સળિયા પાછળ: અવિવાહિત સંબંધોથી જન્મેલી બાળકીની હત્યાના પ્રયાસ બદલ ૨૨ વર્ષીય મહિલાની ધરપકડ8:38 PM IST
ભારતમાં ખાદ્યતેલની અછત નિવારવા મોટો પ્લાન: સોલ્વન્ટ એક્સ્ટ્રુક્ટર્સ એસોસિયેશને મોઝામ્બિક સાથે 'તેલીબિયાં કોરિડોર' વિકસાવવા કર્યા ઐતિહાસિક કરાર! : દક્ષિણ અમેરિકા અને મલેશિયા પરની નિર્ભરતા ઘટાડવા આફ્રિકામાં નવો વિકલ્પ: ૨૦૪૭ સુધીમાં ભારતની ખાદ્યતેલની માગ ૪.૬૫ કરોડ ટને પહોંચવાના અંદાજ વચ્ચે ભારતીય ઉદ્યોગનો માસ્ટરસ્ટ્રોક8:22 PM IST
તહેવારો પહેલા પાવર સેક્ટર માટે રાહત: કોલ ઈન્ડિયાએ બીજા ત્રિમાસિક ગાળામાં કોલસાના પુરવઠામાં ૧૧ ટકાનો મોટો ઉછાળો નોંધાવ્યો! : જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન પાવર પ્લાન્ટ્સને ૧૪.૮૨ કરોડ ટન કોલસો પૂરો પાડવામાં આવ્યો: ચોમાસાની માઠી અસર વચ્ચે પણ થર્મલ પાવર ક્ષેત્રે ઊર્જાની અછત નિવારવા કંપનીનો માસ્ટરપ્લાન8:16 PM IST
ગિગ વર્કર્સ માટે હૈદરાબાદમાં દેશની પ્રથમ અનોખી પહેલ: ડિલિવરી બોયઝ માટે ખુલ્યું 'અપઝી હાઉસ', મળશે એસી આરામ ખંડ, ભોજન, ગેમ્સ અને ડૉક્ટરની સુવિધા! : ચોવીસે કલાક રસ્તા પર રઝળતા ડિલિવરી રાઇડર્સની વર્ષો જૂની પીડાનો અંત: સવારે ૬ થી રાત્રે ૧૧ સુધી ખુલ્લા રહેતા કેન્દ્રમાં મહિલા વર્કર્સ માટે બનાવાયો ખાસ પ્રાઇવેટ લાઉન્જ8:07 PM IST
સિપ્લાને મોટો ઝાટકો: પેકેજિંગ, સ્ટોરેજ અને રેકોર્ડ્સમાં ગંભીર ખામીઓ બદલ મહારાષ્ટ્ર FDA એ પુણે સ્થિત વેરહાઉસનું ડ્રગ લાયસન્સ રદ કર્યું! : બોમ્બે હાઈકોર્ટના નિર્દેશો બાદ લેવાયો સ્વતંત્ર નિયમનકારી નિર્ણય: 'રિએક્ટિન પ્લસ' ટેબ્લેટ્સના અનધિકૃત પેકેજિંગ અને સ્ટોરેજના ગંભીર ઉલ્લંઘન બાદ મહારાષ્ટ્ર એફડીએની આકરી કાર્યવાહી7:56 PM IST
ઈકો-ફ્રેન્ડલી ક્રાંતિ: આસામમાં લોન્ચ થઈ સંપૂર્ણપણે વાંસમાંથી બનેલી અનોખી સાયકલ, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ પોતે સવારી કરી આકર્ષણ જમાવ્યું! : આસામના વાંસ વારસા અને આધુનિક ટેકનોલોજીનો અદ્ભુત સમન્વય: ₹૧૫ કરોડના પ્રોજેક્ટ હેઠળ દર મહિને ૧,૦૦૦ સાયકલ બનશે, ગુવાહાટીના પાર્કમાં પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરાવાશે7:54 PM IST
રેજીનગર પેટાચૂંટણી બાદ હુમાયુ કબીર દિલ્હીના દરબારે: ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સાથે યોજાશે હાઈ-વોલ્ટેજ બેઠક, બંગાળના રાજકારણમાં મોટા ગરમાવાના એંધાણ! : પોલીસ વહીવટીતંત્ર અને રાજ્ય ભાજપ પર કાર્યકરોની કાનૂની પજવણીના ગંભીર આક્ષેપો વચ્ચે 'આમ જનતા ઉન્નયન પાર્ટી'ના વડાનો ચોંકાવનારો ધડાકો: ચૂંટણી પરિણામો ગમે તે આવે, દિલ્હી કૂચ નિશ્ચિત7:46 PM IST
હૈદરાબાદ એરપોર્ટ પર ફ્લાઈટમાં હંગામો: ઈમરજન્સી એક્ઝિટ દરવાજાને ભૂલથી સ્પર્શ થતાં જ વાગ્યું સેન્સર એલાર્મ, મુસાફરને વિમાનમાંથી નીચે ઉતારાયો! : કડપા જતી ફ્લાઈટ ટેક-ઓફ કરે તે પહેલા જ બની ઘટના: પોતાની સીટ એડજસ્ટ કરવા જતાં ૩૫ વર્ષીય પેસેન્જરનો હાથ હેન્ડલ પર લાગી જતાં એરલાઈન્સ સ્ટાફે લીધા કડક પગલાં7:47 PM IST
હાથમાં તિરંગો અને દિલમાં દેશભક્તિ: ગોંડાની માત્ર ૭ વર્ષની દીકરી અનામિકાએ ગાંધી જયંતી પર ૩૦ કિલોમીટર દોડીને રચ્યો નવો ઈતિહાસ! : બીજા ધોરણની માસૂમ વિદ્યાર્થિનીએ ૩ કલાક ૪૦ મિનિટમાં લાંબી દોડ પૂરી કરી મહાત્મા ગાંધીજીને નમન કર્યા: 'ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ'માં નામ નોંધાવી ચુકેલી દીકરીનું ઓલિમ્પિક્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતવાનું સપનું7:35 PM IST
તક ચુકતા નહીં : નવા મતદાર નિધની અને સુધારણા માટે ચૂંટણી પંચ 4 રવિવારે યોજશે ખાસ મતદાર કેમ્પ : ચૂંટણી પંચદ્વારા 18 થી 19 વર્ષના યુવાનો તેમજ SIR પ્રક્રિયામાં બાકાત થયેલા મતદારો આગામી 11, 18, 25 ઓક્ટોબર અને 1 નવેમ્બરના રવિવારે સવારે 10 થી સાંજે 5 દરમિયાન પોતાના મતદાન મથક પર ફોર્મ નંબર-6 (Form No. 6) ભરી શકશે.7:29 PM IST
SIR વિરુદ્ધ હોબાળા વચ્ચે ચૂંટણી પંચનો મહત્વનો નિર્ણય: 20 રાજ્યોની મતદાર યાદીમાં બાકી રહેલા મતદારો ઉમેરાશે : SIR પ્રક્રિયા પૂર્ણ થયેલા 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીમાંથી છૂટી ગયેલા પાત્ર મતદારો તેમજ પ્રથમ વખત મતદાન કરનારા યુવા મતદારોની નોંધણી માટે ખાસ ઝુંબેશ ચલાવવાના નિર્દેશ આપ્યા 7:25 PM IST
પંજાબમાં ડ્રગ્સના મુદ્દે ભારે રાજકીય ગરમાવો: ભટિંડામાં અનાજ બજાર વચ્ચે યુવતીનો નશામાં ધૂત વીડિયો વાયરલ થતાં કોંગ્રેસ, SAD અને ભાજપે AAP સરકાર પર કર્યો આકરો પ્રહાર! : "આ માત્ર વહીવટીતંત્રની નિષ્ફળતા નથી, સરકારના અંતરાત્માનું મૃત્યુ છે": વિપક્ષે ‘યુદ્ધ નશા વિરુદ્ધ’ અભિયાનના દાવા સામે ઉઠાવ્યા ગંભીર સવાલો, યુવતીને રિહેબ સેન્ટરમાં ખસેડાઈ6:52 PM IST
ઓગસ્ટના વિનાશક પૂર પછી પણ નેપાળનો દબદબો: સપ્ટેમ્બરમાં વિદેશી પ્રવાસીઓના આગમનમાં ૧૨.૧%નો મજબૂત ઉછાળો, ભારતીય સૈલાણીઓ રહ્યા સૌથી આગળ! : ભયાનક કુદરતી હોનારત વચ્ચે ‘#NepalCalling’ ઝુંબેશે બચાવી ટુરિઝમ સીઝન: ભારતમાંથી ૧૭ હજારથી વધુ અને ચીનથી ૧૧૪%ના તોતિંગ વધારા સાથે પ્રવાસીઓએ નેપાળમાં મુકામ કર્યો6:47 PM IST
પત્નીએ તેના પિતાના પૈસાથી ઘર ખરીદ્યું: શું પતિ માલિક બની શકે? : હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો : કેરળ હાઈકોર્ટે પત્નીને સંયુક્ત નામે ખરીદેલી જમીન અને મકાનની વિશિષ્ટ માલિકી આપી છે, પત્નીના પિતાએ મિલકત ખરીદી માટે ભંડોળ પૂરું પાડયું હતું: કોર્ટે પતિને ત્રણ મહિનાની અંદર ઘર ખાલી કરવાનો નિર્દેશ આપ્યો 9:58 AM IST
યુક્રેન યુદ્ધના અંત માટે પીએમ મોદી પાસે સારા વિચારો છે : પુતિને ભારતીય વડા પ્રધાનની પ્રશંસા કરી, તેમને નિષ્પક્ષ ગણાવ્યા : પુતિને કહ્યું કે ભારતીય વડા પ્રધાન પરસ્પર સંમતિથી ઉકેલ લાવવા માટે સક્રિયપણે કામ કરી રહ્યા છેઃ વડા પ્રધાન સ્વાભાવિક રીતે તટસ્થ વલણ અપનાવે છે પરંતુ સંઘર્ષનો અંત લાવવામાં રસ ધરાવે છે9:59 AM IST
માતૃત્વની અગ્નિપરીક્ષા: પત્નીની ૨૩ કલાકની અસહ્ય લેબર પેઈન પછીના C-Section પર ઇન્ફ્લુએન્સરની ભાવુક પોસ્ટે નેટીઝન્સના દિલ જીત્યા, પુરુષોને જાગૃત કરતો વીડિયો વાયરલ! : "મેં મારી પત્નીમાં શક્તિનું એવું રૂપ જોયું જે પહેલાં ક્યારેય નહોતું જોયું": સી-સેક્શનની પીડા અને પિતૃસત્તાક માનસિકતા પર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનો ખુલ્લા દિલે સનસનાટીભર્યો સંદેશ5:52 PM IST
ફ્લાયદુબઈ વિમાન ઘટનામાં ઈરાનનો સનસનાટીભર્યો દાવો: ઈઝરાયલ-યુએઈનું 'ષડયંત્ર'? નેતન્યાહુ અને શેખ મોહમ્મદ પર 'ફોલ્સ ફ્લેગ ઓપરેશન'નો મોટો આક્ષેપ! : ઈઝરાયલ-ઈરાન વચ્ચે નવા યુદ્ધનું બહાનું શોધવા રચાયું કાવતરું: કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરી વચ્ચે તેહરાને ફ્લાયદુબઈની ઘટનાને ગણાવી પૂર્વ-આયોજિત વ્યૂહરચના5:23 PM IST
ઓસ્કાર 2027માં ભારતનું પ્રતિનિધિત્વ કરતી મરાઠી થ્રિલર 'ગોંધલ'નું ગ્લોબલ રિલીઝ પહેલાં દેશના ૬ મેગા સિટીઝમાં થશે સ્પેશિયલ પ્રિવ્યૂ સ્ક્રીનિંગ! : ૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ થયેલી 'ગોંધલ'નું ૯ ઓક્ટોબરથી મુંબઈ, પુણે અને દિલ્હી સહિતના શહેરોમાં પ્રિવ્યૂ યોજાશે: મહારાષ્ટ્રની લોક સંસ્કૃતિ અને સાયકોલોજિકલ સસ્પેન્સનો અદભુત સંગમ5:22 PM IST
સોશિયલ મીડિયા પર પુત્રીનો ડંકો: ઇન્સ્ટાગ્રામ પર ૫ લાખ ફોલોઅર્સ થતાં પિતાની ભાવુક પ્રતિક્રિયાએ લોકોના દિલ જીત્યા, વાયરલ વીડિયોએ આંખો ભીની કરી! : કન્ટેન્ટ ક્રિએટર ઉર્વશી પાલંદુરકરની સફરે ઈન્ટરનેટ પર મચાવી ધૂમ: ટેરેસ પરથી શરૂ થયેલી સફર ૫ લાખ ફોલોઅર્સ સુધી પહોંચતા પિતાએ દીકરીને ગળે લગાવી આગામી ૧૦ લાખનું આપ્યું લક્ષ્ય5:46 PM IST
"ટિકિટ લો...": તમિલનાડુના સીએમ થલાપતિ વિજય પોતે બસ કંડક્ટર બન્યા, મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર સમુદાયને આપી ફ્રી બસ મુસાફરીની મોટી ભેટ : ગાંધી જયંતીના પાવન અવસરે 'વેત્રી પયનમ થિટ્ટમ' યોજનાનું વિસ્તરણ: ચેન્નાઈમાં સરકારી બસમાં સવાર થઈને સીએમ વિજયે મુસાફરોને પોતાના હાથે ફ્રી ટિકિટ અને ચોકલેટ વહેંચી5:39 PM IST
સત્ય અને અહિંસાના પવિત્ર સુરોથી ગૂંજતી મહાત્મા ગાંધીજીની ૭ ઐતિહાસિક ધરોહર: સાબરમતીથી સેવાગ્રામ સુધીની પ્રેરણાદાયી અમર સફર : પોરબંદરના જન્મસ્થળથી લઈને રાજઘાટ સુધી બાપુના પદચિહ્નો અને સ્મૃતિઓને જીવંત રાખતા પવિત્ર સ્થળો, જે આજે પણ સમગ્ર માનવજાતને આપી રહ્યા છે સાદગી અને સત્યાગ્રહનો દિવ્ય સંદેશ5:19 PM IST
હિંદુ ઉત્તરાધિકાર કાયદા હેઠળ સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ફેંસલો: તમામ કાયદેસરના વારસદારોની સંમતિ વિના થયેલો મિલકત ભાગલાનો કરાર રદબાતલ ગણાશે! : જો તમામ હકદાર વારસદારોને પક્ષકાર બનાવવામાં ન આવ્યા હોય તો કોર્ટનો 'સમજુતી હુકમનામું' (Compromise Decree) કાયદાકીય રીતે શૂન્ય: સર્વોચ્ચ અદાલતનો મોટો આદેશ5:17 PM IST
SBI બેંકના કરોડો ખાતાધારકો માટે લાગુ થયો કેશ વિડ્રોલનો નવો નિયમ : જો ૪ વખત રૂપિયા નીકાળ્યા બાદ ૫ાંચમી વખત કેશ ઉપાડવામાં આવે , તો તે કેશ વિડ્રોલ પર ચાર્જ લાગશે : જો કે, ડિજિટલ ટ્રાન્ઝેક્શનની સુવિધા તેનાથી અલગ છે અને ડિજિટલ માધ્યમથી થનારા ટ્રાન્ઝેક્શન પર તે ATM કેશ વિડ્રોલ લિમિટ લાગુ નથી થતી3:14 PM IST
૮ સપ્તાહમાં શેરબજારમાં રૂા.૨૬ લાખ કરોડનું ધોવાણઃ સેન્સેક્સ ૬૫૯૦ પોઈન્ટ તૂટયો : સેન્સેક્સ અને નિફટી ૨૫ વર્ષના સૌથી લાંબા મંદીના દોરમાં ફસાયાઃ ડોલર સામે રૂપિયો ૦.૫ ટકા ગગડીને ૯૬.૩૧ ના બે મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો : FII દ્વારા રૂા.૩૫૦૦૦ કરોડની વેચવાલી, US બોન્ડ યીલ્ડમાં ઉછાળો અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો મુખ્ય કારણો 2:59 PM IST
વોટ્સએપ પર વીડિયો મોકલવો પબ્લિક વ્યૂ ગણાયઃ આરોપીના જામીન નકાર્યા : બોમ્બે હાઈકોર્ટે વોટ્સએપ પર SC/ST સમુદાયના વ્યક્તિનો વાંધાજનક વીડિયો શેર કરવાને જાહેર દ્રષ્ટિ ગણાવ્યો : નાગપુર બેન્ચે આરોપી નિખિલ થેપાલેની આગોતરા જામીન અરજી ફગાવી સ્પષ્ટ કર્યું કે ડિજિટલ પ્લેટફોર્મ પર શેર કરાયેલી સામગ્રી જાહેર જ ગણાશે. કાયદાની કલમ ૭૭, ૭૮ અને SC/ST એક્ટ હેઠળ ગુનો નોંધી, હાઈકોર્ટે ડિજિટલ અપરાધો સામે કડક વલણ અપનાવ્યું છે2:59 PM IST
હનુમાન ચાલીસાના પઠનથી મને હિંમત મળી : વડાપ્રધાન મોદી સાથે વિડિયોકોલ ઉપર વાતચીત કરી ભાવુક બન્યા કેપ્ટન મચ્છરઃ મુસાફરોના જીવ બચાવવા બદલ હિમત અને સુજબૂજના કર્યા વખાણઃ ગુજરાતીમાં કર્યો સંવાદ : કેપ્ટન સ્મિતે પીએમ મોદીને ગણાવ્યા તેમના આદર્શઃ વડાપ્રધાને કેપ્ટનના સાહસને બિરદાવતા તેમને હીરો અને રાષ્ટ્રીય નાયક ગણાવ્યા3:16 PM IST
નાના શહેરોમાં ઓનલાઈન શોપિંગમાં તેજી : દેશી બ્રાન્ડ્સના વેચાણમાં ૬૦%નો વધારો : તહેવારોની મોસમ દરમિયાન, ભારતના નાના શહેરો ઓનલાઈન શોપિંગમાં એક નવી શક્તિ તરીકે ઉભરી રહ્યા છે : ફિલપકાર્ટ પર સુંદરતા, વ્યક્તિગત સંભાળ, આરોગ્યસંભાળ અને રોજિંદા જીવનજરૂરી ચીજવસ્તુઓનું વેચાણ ટાયર-૨ અને ટાયર-૩ શહેરોમાં ઝડપથી વધી રહ્યું છે10:20 AM IST
નેતન્યાહુએ સહપાઇલટ કટ્ટરપંથી વિચારોથી પ્રભાવિત થયો હોવાનો દાવો કર્યો: વિમાન તોડી પાડવાના સંભવિત પ્રયાસ તરફ સંકેત પણ કર્યો : ઈરાનની સંડોવણી સાબિત થશે તો આકરો પ્રહારઃ ફ્લાયદુબઈ વિમાનકાંડ અંગે ટ્રમ્પની ચેતવણી : ઓમાની સહપાઇલટના ઈરાન સાથેના સંભવિત સંબંધની તપાસઃ નેતન્યાહુએ કહ્યું, હજી નિષ્કર્ષ કાઢવો વહેલો દુબઈથી તેલ અવીવ જતાં વિમાનમાં પાઇલટ પર હુમલાના મામલે અમેરિકી પ્રમુખે ઈરાન તરફ શંકાની સોય તાકી: ઘટનાનો હેતુ તપાસ હેઠળ9:46 AM IST
મહત્વના સમાચારો ઊડતી નજરે....9:40 AM IST
અમેરિકન ગુપ્તચર એજન્સી FBI એ ભારતીય ગેંગસ્ટર ગોલ્ડી બરાર ઉર્ફે સતિન્દરજીત સિંહને ટોપ 10 મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ કર્યો : સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડના માસ્ટરમાઇન્ડ અને લોરેન્સ બિશ્નોઈ ગેંગના ઓપરેટર પર 1 મિલિયન ડોલરનું ઈનામ રખાયું:કેલિફોર્નિયા ફેડરલ કોર્ટે તેની સામે રિકો એક્ટ હેઠળ વોરંટ જારી કરીને તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા 9:13 PM IST
શું ઉત્તરપ્રદેશની ચૂંટણી પહેલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદ બદલશે? અજય રાય પર સસ્પેન્સ યથાવત: આરાધના મિશ્રા સહીત અનેક નામોની ચર્ચા : જો અજય રાય ચૂંટણી પહેલા રાજીનામું આપે તો તેમનું ભવિષ્ય શું હશે? શું તેમને રાષ્ટ્રીય ટીમમાં ભૂમિકા અપાશે કે તેઓ વિધાનસભા ચૂંટણી લડશે? તેમણે પહેલેથી જ કહ્યું છે કે તેઓ વારાણસીથી ચૂંટણી લડશે.10:34 PM IST
ફક્ત ફ્લાયદુબઈ જ નહીં, આ ત્રણ બાબતો પણ નિશાન હતી : ઇઝરાયલે ઓમાની કો-પાયલટની સમગ્ર કુંડળી જાહેર કરી. : ઇઝરાયલના વિદેશ મંત્રીએ જણાવ્યું કે દુબઈ-તેલ અવીવ ફ્લાયદુબઈ ફ્લાઇટમાં ઓમાની કો-પાયલટે ઇઝરાયલીઓને મારવા અને ઇઝરાયલ-યુએઈ સંબંધોને નુકસાન પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે જેહાદી આતંકવાદી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.11:02 PM IST
કેપ્ટન સ્મિત માછર હંમેશા પ્લાન બી તૈયાર રાખે છે:તાલીમ સાથીએ પણ તેમના અંગત જીવન વિશે વિગતો જાહેર કરી. : ફ્લાયદુબઈમાં તેમના સહ-પાયલોટ દ્વારા હુમલા છતાં ૧૭૪ મુસાફરોના જીવ બચાવનાર ભારતીય પાયલોટ સ્મિત માછરના તાલીમ સાથી ધવલ પટેલે જણાવ્યું હતું કે સ્મિતનું વિઝન અને હંમેશા પ્લાન બી અને સી તૈયાર રાખવાની ક્ષમતા તેમની સૌથી મોટી શક્તિ છે.11:05 PM IST
ભારતીય કેપ્ટન પર હુમલાનો આરોપી ઓમાનનો સહપાઇલટઃ નામ હજી જાહેર નહીં; શા માટે નામ છુપાવાય છે? આતંકી કડી અને પૂર્વ આયજન તથા ઘટનાના હેતુ અંગે તપાસ ચાલુ : સંયુક્ત આરબ અમીરાતના એટર્ની જનરલ ડૉ. હમદ સૈફ અલ શમ્સીએ વિશેષ તપાસ ટીમ રચવાનો આદેશ આપ્યો છે. તપાસમાં ઘટનાનું કારણ, હુમલાનો હેતુ, સંભવિત આતંકી જોડાણ તેમજ અગાઉથી આયોજન કે કોઈના નિર્દેશની શક્યતા ચકાસવામાં આવશે11:48 PM IST
રાજકોટની બી.ટી. સવાણી કિડની હોસ્પિટલની મુલાકાતે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયા : વિવિધ વિભાગોનું નિરીક્ષણ કરી દર્દીઓના ખબરઅંતર પૂછ્યા : જુઓ વિડીયો : ૧૦૮ ઈમરજન્સી સેવા ૧૪ એમ્બ્યુલન્સથી શરૂ થઈ આજે ૧૫૦૦ વાહનોના વટવૃક્ષ નેટવર્ક સાથે કાર્યરત હોવાનું મંત્રીએ જણાવ્યું : ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત : ટ્રસ્ટીઓ અને તબીબી ટીમ સાથે બેઠક યોજી સરકારી આરોગ્ય યોજનાઓની સમીક્ષા કરાઈ9:32 PM IST
ICC દ્વારા ૨૦૨૭ ODI વર્લ્ડ કપના પૂર્ણ કાર્યક્રમની જાહેરાત : ૨ ઓક્ટોબરથી શંખનાદ થશે અને ૨૧ નવેમ્બરે જોહાનિસબર્ગમાં રમાશે ભવ્ય ફાઈનલ : જુઓ સંપૂર્ણ શેડયૂઅલ : સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની સંયુક્ત યજમાનીમાં ૧૪ ટીમો વચ્ચે ૧૨ શહેરોમાં ખેલાશે કુલ ૫૭ મુકાબલા : ૧૦ ઓક્ટોબર ૨૦૨૭ એ ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મેચ10:20 PM IST

વિજય તોરણનો વિરોધ

એકતા મેરેથોન

સ્વચ્છતા અભિયાન

ગાંધી સ્મૃતિ
અકિલા સોશ્યિલ મીડિયાપુનઃનિર્મિત ‘અસ્મિતા મંદિર’નું લોકાર્પણ અને ખાદી મહોત્સવનો શુભારંભ :ગાંધીજીના વિચારોને જીવનમાં ઉતારી ગ્રામોત્થાન અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપીએ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : આત્મનિર્ભરતા માત્ર આર્થિક વિચાર નહીં, રાષ્ટ્રના સ્વાભિમાન અને આત્મવિશ્વાસ સાથે જોડાયેલો વિચાર: રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણસિંહ:ગાંધીજીના સ્વદેશી અને સ્વાવલંબનના વિચારોને જનઆંદોલન બનાવીએ: રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં ગૂજરાત વિદ્યાપીઠ ખાતે ગાંધી જયંતીની ઉજવણી8:40 PM IST
ગાંધીનગર મનપા ચૂંટણી : વોર્ડ નંબર-11ના ભાજપના ઉમેદવાર જશવંત પટેલ સૌથી ધનિક :એફિડેવિટમાં 244 કરોડની સંપત્તિ : ભાજપ ઉમેદવાર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પટેલે ચૂંટણી એફિડેવિટમાં ₹244 કરોડની માતબર સંપત્તિ જાહેર કરી:તેઓ મનપા ચૂંટણીના સૌથી ધનિક ઉમેદવાર બન્યા:તેમની સામે એક પણ ગુનાહિત કેસ નોંધાયેલો નથી.7:38 PM IST
નર્મદાના ખોપી ખાતે જંગલ જમીનના સત્યાગ્રહ જાહેર સભામાં કોંગ્રેસના ટોચના નેતાઓની સાથે શંકરસિંહ વાઘેલાની હાજરી : સભા સ્થળ ખાતે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય તુષાર ચૌધરી અને અનંત પટેલ, પૂર્વ ધારાસભ્ય પી ડી વસાવા, ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષા વસાવા અને શકુંતલા વસાવા સહિતની હાજરી 6:07 PM IST
પોરબંદરમાં સર્વોદય વન ખુલ્લુ મુકાયું 2:49 PM IST
સ્વૈચ્છિક સ્થળાંતર કરનાર કુટુંબને રૂ. ૧૫ લાખની સહાય અને ૧૦૦ ચોરસ વારનો પ્લોટ વિનામૂલ્યે મળશે : બરડા અભયારણ્યના માલધારીઓ માટે ઐતિહાસિક યોજના એશિયાઈ સિંહોના બીજા રહેઠાણ તરીકે વિકસતા બરડામાં વન્યજીવ સંરક્ષણ અને માનવ-પ્રાણી ઘર્ષણ અટકાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મોટી જાહેરાત : માલધારીઓને શિક્ષણ, આરોગ્ય અને રોજગારીની તકોથી સજ્જ કરી મુખ્યધારામાં જોડાશે11:36 AM IST
પ્રચંડ શકિતશાળી શિકારી પરભક્ષી પ્રાણીઓ દ્વારા પોતાના શિકારનું જ લાલન-પાલન થતું હોવાની આヘર્યજનક અને રોમાંચક સત્ય ઘટનાઓ : રાષ્ટ્રીય વન્ય પ્રાણી સપ્તાહ - ૨૦૨૬ : વડોદરા પાસે અંટોલી ગામમાં એક દિપડી દરરોજ સાંજે આવીને ગાય પાસે બેસતી, ગાય પણ તેની સાથે પોતાની વાછડી જેવું વર્તન કરતી : વાડામાં બેઠેલા ઘેટા-બકરાઓ ઉપર દિપડીએ કોઇ દિવસ હુમલો કર્યો ન હતો ! : ગીરના બીટ ગાર્ડ સુલેમાન ભાઇ અને રાજુ નામના સિંહ વચ્ચે પિતા-પુત્ર જેવો નાતો હતો ! : છેલ્લા થોડા મહિનાઓથી બૃહદ ગીરમાં મનુષ્યો-સિંહો તથા મનુષ્યો-દિપડા વચ્ચે વધેલા ઘર્ષણ બાદ લોકો કહેવા લાગ્યા છે કે સિંહોનો સ્વભાવ બદલાઇ ગયો છેઃ હકિકતમાં સિંહોનો સ્વભાવ નથી બદલાયો પણ મંજુરી વગરના રિસોર્ટસ, હોટેલો, હોમસ્ટેના કારણે ડીજેના અવાજો, ડાન્સ પાર્ટીઓ, ગેરકાયદે લાયન શો, વન્ય પ્રાણીઓને ખુબ જ ખલેલ પહોંચાડતા હોવાથી ભુખ્યા અને ખીજાયેલા સિંહો દ્વારા હુમલા થાય છે2:13 PM IST
ફ્લાયદુબઈના કેપ્ટન સ્મિત મચ્છારની બહાદુરીની ચર્ચા વચ્ચે કથાકાર મોરારીબાપુ અનેલોકકલાકાર રાજભા ગઢવીએ તેના શૌર્યને સલામ કરી : 180 લોકોના જીવ બચાવવા પોતાની જાતને જોખમમાં મૂકવા બદલ મોરારીબાપુએ સ્મિતના ધૈર્યને વંદન કર્યું અને તેમના પિતા સાથે વાત કરી. રાજભા ગઢવીએ પણ સ્મિતના સાહસ અને હનુમાન ચાલીસા પ્રત્યેની આસ્થાનો ઉલ્લેખ કરી વખાણ કર્યા.10:51 PM IST
ગાંધીનગરમાં આવતીકાલ ૩ ઓક્ટોબરે 'બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ' વિતરણ સમારોહ યોજાશે : રાજ્યના ૯૩ પ્રગતિશીલ ખેડૂતોને અપાશે રાજ્ય અને જિલ્લા કક્ષાના પુરસ્કારો : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ૧૦૦ પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ થશે : ખેતી નિયામકની કચેરી અને SAC-ISRO વચ્ચે થશે મહત્વપૂર્ણ MoU : કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા પણ રહેશે ઉપસ્થિત : વિવિધ જિલ્લાઓમાં ૩૪ સ્થળોએ પ્રભારી મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમોનું પણ આયોજન7:35 PM IST
૧૮૦ લોકોના પ્રાણ બચાવનાર કેપ્ટન સ્મિત મછારના બહાદુરીભર્યા કાર્યને પૂ. મોરારિબાપુએ હૃદયપૂર્વક બિરદાવ્યું : પરિવારજનો સાથે ટેલિફોનિક વાર્તાલાપ કરી પાઠવી શુભેચ્છાઓ : જુઓ વિડીયો : કટોકટીની ઘડીએ સતત હનુમાન ચાલીસાના પાઠ કરતાં પોતાની જાતને હોડમાં મૂકી સમયસૂચકતા દાખવનાર પાયલોટ વહેલી તકે સ્વસ્થ થાય તે માટે પૂ. બાપુએ કરી પ્રાર્થના6:53 PM IST
હિંમતનગર ખાતે પ્રભારી મંત્રી ડૉ. પ્રધુમન વાજાની અધ્યક્ષતામાં ‘શિક્ષણ સેતુ પ્રોજેક્ટ’નો ભવ્ય શુભારંભ : સાબરકાંઠામાં ‘અમારી શાળા–અમારી જવાબદારી’ અભિયાન હેઠળ એસ.એમ.સી. કીટનું લોકાર્પણ કરાયું: વિકસિત ભારત ૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવા શિક્ષણ અને શિક્ષકોની ભૂમિકા પાયાની: મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા6:45 PM IST
દિવાળી પહેલા ગુજરાતથી ઉપડતી ટ્રેનોમાં બુકિંગ કૌભાંડનો આરોપ : ડમી બુકિંગ, જથ્થાબંધ રિઝર્વેશન અને અન્ય મુસાફરોને ટિકિટ ડાયવર્ઝનનો આરોપઃ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ફરિયાદ : કેટલાક ટૂર ઓપરેટરો અને અનધિકૃત રેલ્વે એજન્ટો દિવાળી ટ્રાવેલ પેકેજના ભાગ રૂપે ગેરંટીડ કન્ફર્મ્ડ રેલ્વે ટિકિટ ઓફર કરી રહ્યા છે9:57 AM IST
પોષડોડાની ફેરાફેરી કરતી બિશ્નોઇ ગેંગ ઉપર અરવલ્લી પોલીસનું ફાયરીંગ :સાગ્રીતને પગમાં ગોળી મારી : પીઆઇ સહિત ૩ ને ઇજા : પોષડોડા ઘુસાડનાર બિશ્નોઇ ગેંગની સિન્ડીકેટને ગમે તે ભોગે તોડી નાખી જેલ ભેગી કરાશેઃ એસપી મનોહરસિંહ જાડેજા : સ્કોર્પીયોને રોકવાનો પ્રયત્ન કરતા બિશ્નોઇ ગેંગના સાગ્રીતે પોલીસ ઉપર ફાયરીંગ કરતા એલસીબી પીઆઇ એમ.એચ.ઝાલાએ સ્વ બચાવમાં ફાયરીંગ કર્યુ : ઇજાગ્રસ્ત આરોપીના હાથમાંથી માઉઝર પિસ્તોલ સહિત બે પિસ્તોલ કબ્જે કરાઇ : ફરાર આરોપીને ઝડપી લેવા નાકાબંધી3:15 PM IST
પર્યાવરણના ભોગે વિકાસ નહીં : ભૂપેન્દ્રભાઇ પટેલ : બે દાયકામાં ફોરેસ્ટ વિસ્તાર ૭૦.૬૪ ચોરસ કિલોમીટર વધ્યો અને ૩ વર્ષમાં ૭૮૯ વન કવચનું નિર્માણ : પોરબંદરના ઓડેદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇના હસ્તે સર્વોદય વનની સાથે ૧૧૩ કરોડના ૧૪ વિવિધ વિકાસકામોના લોકાપર્ણ અને ખાતમુહૂર્ત : ર૦ કરોડના ખર્ચે તૈયાર સર્વોદય વનમાં ૭૦ પ્રકારની વિવિધ પ્રજાતિના દોઢ લાખ રોપાનો ઉછેર : ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં મેતા નર્સરી નિર્માણ માટે ૭ કંપનીઓ સાથે એમ.ઓ.યુ. થયા : સમૃધ્ધ સર્વોદય વન અને વિવિધ વૃક્ષોના વાવેતરથી પોરબંદરની પ્રકૃતિમાં ઉમેરો : પ્રવીણભાઇ માળી : ડો. મનસુખભાઇ માંડવિયાએ વર્ચ્યુઅલ માધ્યમથી ૭૭માં રાજયકક્ષાના વન મહોત્સવ નિમિત્તે સર્વોદય વનના લોકાર્પણ માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં પોરબંદરના વિકાસની ગતિને વેગ મળ્યો : અર્જુનભાઇ મોઢવાડિયા 11:35 AM IST
પોરબંદરના ભાવેશ્વર મંદિરે દર્શન કરતા ભૂપેન્દ્રભાઇ 12:08 PM IST
સર્વધર્મ એટલે સૌને ગૌરવપુર્ણ જીવવાનો અધિકારઃ ભુપેન્દ્રભાઇ : પોરબંદરમાં ગાંધી જયંતિએ ભુપેન્દ્રભાઇ પટેલે કીર્તિ મંદિરે મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પીઃ સર્વધર્મ પ્રાર્થના સભામાં જોડાયાઃ ભુપેન્દ્રભાઇ શીતલા ચોકમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં જોડાયા : પૂ. ગાંધીજીએ સામાન્ય લોકોના જીવનને બદલાવવાનું કામ કર્યુ છેઃ અર્જુનભાઇ મોઢવાડિયા 11:34 AM IST
અલ્પેશ દોંગાની ટોળકીએ ૨.૧૫ કરોડ ચૂકવી ૪૩.૫૩ કરોડની જમીન લખાવી લીધાનો ધડાકો : ૧૫૨ દસ્તાવેજો- સાટાખત મળ્યા : ગોંડલ તાલુકાના ગુનામાં અલ્પેશ દોંગાનો કબ્જો લેવાયોઃ સાગરિત અક્ષીત અકબરીને રૂરલ એલસીબીએ ઝડપી લીધોઃ અલ્પેશની રાજકોટ સ્થીત ઓફીસેથી દસ્તાવેજો-સાટાખતના ઢગલા મળ્યાઃ કોભાંડી ટોળકીના વધુ કારસ્તાનો જાહેર કરતા એસપી વિજયસિંહ ગુર્જર : અલ્પેશ દોંગાની ટોળકી સાથે વધૂ ૭ ગુનાઓ નોંધાઇ તેવી વકીઃ ઓફિસમાંથી મળેલા ૧૫૨ દસ્તાવેજો અને સાટાખત અંગે સીટ દ્વારા તપાસનો ધમધમાટઃ જમીન ખરીદનાર અને ઇન્વેસ્ટરો :અંગે પણ તપાસ કરાશેઃ એસપી વિજયસિંહ ગુર્જર ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી અષ્ટલક્ષ્મી લોન હાઉસ કે પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટના નામે લોન માટે ફોન આવ્યો હોય અને છેતરપીંડીનો ભોગ બન્યા હોય તો રૂરલ પોલીસમાં ફરિયાદ કરવા જનતાને અપીલ : અલ્પેશ દોંગાની ટોળકીએ ગુડવીલ માટે ભગવતગીતાના નામે ગીતા નામધારી મહિલાઓના સન્માન માટે ભાવનગર અને સુરતમાં કાર્યક્રમો યોજયા બાદ અમદાવાદમાં કાર્યક્રમનું આયોજન કર્યું'તુઃ સોશ્યલ મીડીયામાં પણ ગીતા નામધારી મહિલાઓનો સંપર્ક કરી લોનની લાલચ આપતા'તા2:33 PM IST
માતાજીના મંદિરમાંથી તલવાર લઇ પેટમાં ઝીંકીઃ એમબીબીએસના છાત્રનું મોત : કોઠારીયા રોડ નજીક સુખરામનગરની હચમચાવતી ઘટનાઃ પરિવારમાં કલ્પાંત જુનાગઢમાં ર૦રરમાં અભ્યાસ દરમિયાન એટીકેટી આવ્યા બાદ માનસિક અસ્વસ્થ બની ગયો હતોઃ રૂમનો દરવાજો બંધ કરી પગલુ ભરી લીધુ પરિવારજનોએ દરવાજો ખોલતા લોહીલુહાણ હાલતમાં મળ્યોઃ સારવારમાં દમ તોડી દીધો3:26 PM IST
રેલનગરની માનસીએ પતિના અન્ય યુવતિ સાથેના લફરા અને ત્રાસને કારણે ૯મા માળેથી કૂદી જીવ દીધાનું ખુલ્યું : એસઆરપી કેમ્પ પાસે વર્ધમાનગ્રીનમાં રહેતાં પિતા લલીતભાઇ સોલંકીના ઘરે ૨૪મીએ પગલુ ભર્યુ હતું: તેમની ફરિયાદ પરથી રેલગનરમાં રહેતાં મૃતકના પતિ મિલન આંબલીયા વિરૂધ્ધ આપઘાતની ફરજ પાડયાનો ગુનો યુનિવર્સિટી પોલીસમાં નોંધાયો2:56 PM IST
કોપર સ્ક્રેપ ચોરીનો ભેદ ખુલ્યોઃ સગીર સહિત ૭ની ટોળકી ઝડપાઇ : ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ઉમિયા સર્કલ નજીક પાકિર્ંગમાં પડેલી બડાદોસ્ત ગાડીમાંથી ચોરી કરી હતી : તાલુકા પીઆઇ એસ.આર. મેઘાણી, પીએસઆઈ બી.આર. ભરવાડની ટીમની કામગીરીઃકોન્સ. જયપાલસિંહ સરવૈયા, બળભદ્રસિંહ જાડેજા, મુકેશભાઇ ડાંગર, તથા કરણભાઇ જાદવની બાતમી2:10 PM IST
ઍસ.ડી.બર્મન સંગીતની ઍવી વિરાસત જે આજે પણ જીવંત છે : સચિન દેવ બર્મનની ૧૨૦મી જન્મજયંતિએ સ્નેહપૂર્ણ નમન : બર્મનદા માત્ર સંગીતકાર જ નહોતા પરંતુ અનેક સંગીતકારો માટે ‘ફાધર ફિગર' સમાન હતા. *બર્મનજીનો જન્મ ત્રિપુરાના રજવાડાના પરિવારમાં થયો હતો. *તેઓ ક્યારેક પોતાની ધૂન હોટલના રૂમ બોયને પણ સંભળાવતા અને તેની પ્રતિક્રિયા નિહાળતા. જ્યારે પણ તેઓ મંદિરમાં જતા ત્યારે તેમના ચંપલ કોઇ ચોરી ન જાય એટલે તેઓ બંને ચંપલ અલગ-અલગ જગ્યાએ રાખતા. *તેમણે શરૂઆતમાં સિતાર દ્વારા સંગીતની દુનિયામાં પ્રવેશ કર્યો અને બાદમાં બંગાળી અને હિન્દી સિનેમા તરફ આગળ વધતા પહેલા બંગાળી ગીતો ગાવાનું શરૂ કર્યું હતું. *ભારતના ક્રિકેટર સચિન તેંડુલકરનું નામ સચિનના દાદા કે જે એસ.ડી.બર્મનના જબરા ચાહક હતા તેમણે સચિનદેવ બર્મનના નામ પરથી સચિન નામ પાડયું હતું. 3:25 PM IST
સેંકડો વર્ષો પછી પણ તામિલનાડુમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓએ ઓળખ અને આપણી પ્રણાલીઓ જાળવી રાખ્યા તે વિશ્વની વિરલ ઘટના : પુરુષોત્તમ રૂપાલા : તમિલનાડુના કુંભકોણમ્ ખાતે યોજાયો સૌરાષ્ટ્ર મહાસંગમ મેળાવડો : ૫ હજાર કરતા વધારે પ્રતિનિધિઓની ઉપસ્થિતિ : પૂર્વ કુલપતિ કમલેશ જોષીપુરા, સંત શ્રી ભાનુપ્રકાશદાસજી, શ્રી રામકળષ્ણ આશ્રમ તામિલનાડુના વિમુરતાનંદજી, રાજકોટના પ્રથમ મહિલા મેયર શ્રીમતી ભાવનાબેન જોષીપુરાની વિશેષ ઉપસ્થિતિ 2:51 PM IST
સુરેન્દ્રનગરના વઢવાણમાં કેપ્ટન સ્મિત મચ્છારના સ્વાસ્થ્યમાં ઝડપી સુધારા માટે હિંગળાજ માતાના મંદિરે વિશેષ મહાઆરતી : ધાર્મિક અનુષ્ઠાનમાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી,સ્થાનિક ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા તેમજ અન્ય અગ્રણીઓએ પણ હાજરી આપીને કેપ્ટન સ્મિત મચ્છર જલ્દીથી સ્વસ્થ થઈને પરત ફરે તેવી કામના કરી 11:00 PM IST
'ગુણોનો સદુપયોગ એ જ ગુણ, દુરુપયોગ એ જ દોષ' : લોકભારતી વિશ્વવિદ્યાલયના દ્વિતીય દીક્ષાંત સમારોહમાં પૂ. મોરારિબાપુના આશીર્વચન : જુઓ વિડીયો : ગાંધી જયંતીના પવિત્ર પર્વે સણોસરા ખાતે યોજાયેલા પદવીદાન સમારોહમાં લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવેનું દીક્ષાંત ઉદ્બોધન : વિશિષ્ટ પારિતોષિકો એનાયત કરાયા અને પૂર્વકુલપતિઓનું સન્માન કરાયું6:31 PM IST
હળવદની કિંમતી જમીનમાં ૧૦૦ વર્ષ બાદ પડેલી વારસાઈ નોંધ મામલે મોરબી કલેક્ટરનો ઐતિહાસિક ચૂકાદો : વારસદારોની વિસંગતતાને પગલે દિવાની અદાલતમાંથી વારસાઈ પ્રમાણપત્ર મેળવ્યા બાદ જ રેવન્યુ રેકર્ડમાં નોંધ પાડવા સ્વપ્રિલ ખરેનો આદેશ : દસ્તાવેજમાં સર્વે નંબરનો ઉલ્લેખ ન હોવાથી વારસાઈ નોંધ સામે જમીન ખરીદી હોવાનો દાવો કરનાર આસામીનો દાવો પણ ફગાવી દેવાયો10:51 AM IST
ચરાડવામાં ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે 'પદ્મશ્રી ડૉ. એચ. એલ. ત્રિવેદી પુસ્તકાલય'નું ૫ ઓક્ટોબરે લોકાર્પણ : જ્ઞાન, સેવા અને સંસ્કારનું બનશે નવું કેન્દ્ર : પદ્મશ્રી ડૉ. જગદીશભાઈ ત્રિવેદી દ્વારા નિર્મિત ૧૧મા પુસ્તકાલયનું જય શ્રી રામ ગૌશાળા સંચાલન કરશે : અનેક ગણમાન્ય અતિથિઓ તથા જનપ્રતિનિધિઓ હાજર રહેશે6:35 PM IST
જયાકિશોરીજીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા3:01 PM IST
યુરોપના પાવરફુલ દેશ ફ્રાન્સની ધરતી પર ફાટી નીકળેલું અત્યંત લોહીયાળ, પિશાચી અને કાળજું કંપાવી દેતું વિદ્યાર્થી આંદોલનઃ શાંતિપૂર્ણ દેખાવોમાંથી ભીષણ રમખાણોમાં પલટાયેલા આ તાંડવમાં સ્કૂલોને સટાકથી આગચંપી કરીને શિક્ષકો પર પેટ્રોલ છાંટીને જીવતા સળગાવવાના પ્રયાસો અને પોલીસ સાથેના ઘાતક સંઘર્ષથી આખી દુનિયાની છાતીના પાટિયા બેસી ગયા : ફ્રાન્સના રોડ-રસ્તાઓ પર સળગી રહેલી આગ અને સરકાર વિરુદ્ધના પ્રચંડ રોષથી આંતરરાષ્ટ્રીય રાજકારણ અને સુરક્ષા એજન્સીઓના ઉડી ગયા હોશઃ યુરોપના આકાશમાં મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર5:40 PM IST
કુદરતના પ્રકોપથી પૃથ્વીના ચાર દેશોમાં ફાટી નીકળનારી મહાનાશની અત્યંત ભયાનક, કાળજું કંપાવી દેતી અને લોહીયાળ આગાહીઃ રાક્ષસી 'અલ નીનો' (El Nino) નામના હવામાનના મહાવિનાશક ભૂકંપથી ૩૧,૦૦૦થી વધુ નિર્દોષ લોકોના મોતની આશંકાએ આખી દુનિયાની છાતીના પાટિયા બેસી ગયા : ચાર દેશોની ધરતીને સટાકથી બરબાદ કરી નાખવા બેઠેલા આ હવામાનના તાંડવ અને કાળમુખી આફતના એંધાણથી વૈશ્વિક વૈજ્ઞાનિકો અને સરકારોના ઉડી ગયા હોશઃ આખી પૃથ્વી પર મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર5:41 PM IST
એપલના અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો ખતરનાક ભડાકોઃ લાખો રૂપિયા કમાતા અને પસીનો વવડાવતા જિમ ટ્રેનરોની હવે કાયમ માટે રજા: એપલનું આ ઘાતક AI જ ઘર બેઠા એક્સરસાઈઝ કરાવશે અને આખી ફિટનેસ ઇન્ડસ્ટ્રીના સટાકથી છાતીના પાટિયા બેસી ગયા : જીમમાં જઈને પરસેવો પાડવાના દિવસો ગયા: એપલની આ ખેલકૂદ અને સ્વાસ્થ્યની દુનિયાને હચમચાવી નાખતી ટેક્નોલોજીથી ટ્રેનરોના પેટ પર લાત વાગતા ટેક વર્લ્ડના ઉડી ગયા હોશઃ ગ્લોબલ માર્કેટમાં મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર5:42 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
જેને સાચો પ્રેમ માન્યો તે AI નીકળ્યો! પ્રેમજાળમાં ૮૦ વર્ષિય વૃદ્ધાએ ૧.૭ કરોડ ગુમાવ્યા : સોશિયલ મીડિયા પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ચાલી રહેલા એક સનસનાટીપૂર્ણ કૌભાંડમાં બ્રિટનની ૮૦ વર્ષીય વૃદ્ધ મહિલા પોતાની સમગ્ર બચતના ૧.૭ કરોડ રૂપિયા ગુમાવી બેઠી : ફેસબુક પર અજાણ્યા ઠગ ગેંગે AI ની મદદથી નકલી ફોટા અને ક્લોન કરેલા વોઈસ મેસેજ મોકલી પ્રેમજાળ બિછાવી હતી અને બીમારી તથા અપહરણના ખોટા બહાના હેઠળ આ જંગી રકમ પડાવી 10:21 AM IST
ઈરાનના મહાવિનાશક યુદ્ધના ધૂમાડા વચ્ચે અમેરિકાના પાવરફુલ નેતા ડોનાલ્ડ ટ્રમ્પની યુરોપને સીધી અને ખુલ્લી ધમકીઃ "તમારું ડીઝલનું અનામત બેઝ બહાર કાઢો, નહિતર એક પણ ટીપું સપ્લાય નહીં મળે!" આ મહાભયાનક ચીમકીથી આખી દુનિયાની છાતીના પાટિયા બેસી ગયા : વૈશ્વિક બજારમાં તેલના કૂવાઓ સળગી રહ્યા છે ત્યારે ટ્રમ્પના આ તાનાશાહી અને જોહુકમીવાળા આદેશથી યુરોપિયન દેશોના ઉડી ગયા હોશઃ આંતરરાષ્ટ્રીય રાજકારણ અને અર્થવ્યવસ્થામાં સટાકથી મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર5:40 PM IST
સાઉદી અરેબિયાના પવિત્ર મદીના બાદ સીધા અતિ-મહત્વના ઓઈલ ટર્મિનલ પર મિસાઈલોનો ઘાતક અને લોહીયાળ પ્રહારઃ યેમનના ખતરનાક હુથી બળવાખોરો દ્વારા કરાયેલા આ પિશાચી હુમલાથી આખી ઇસ્લામિક દુનિયા અને મુસ્લિમ દેશોના ભડકીને સટાકથી છાતીના પાટિયા બેસી ગયા : વૈશ્વિક અર્થવ્યવસ્થાની ધમની સમાન સાઉદીના ઓઈલ ક્ષેત્રને સટાકથી સળગાવી દેનાર આ આતંકવાદી કૃત્ય સામે મુસ્લિમ રાષ્ટ્રોના રોદ્ર રોષથી આંતરરાષ્ટ્રીય રાજકારણના ઉડી ગયા હોશઃ મધ્ય પૂર્વના આકાશમાં મચી ગયો ભયાનક સનસનાટીભર્યો હાહાકાર5:42 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
મુલનપુરમાં 'ઈન્ડિયા' નો માસ્ટરપ્લાન: વેસ્ટ ઈન્ડિઝ સામે ક્લીન સ્વીપ સાથે આખરી વન-ડેમાં નવા પ્રયોગો કરવા રોહિત-ગિલ બ્રિગેડ સજ્જ! : શ્રેણી પર કબજો જમાવ્યા બાદ ત્રીજી વન-ડેમાં ભારતીય ટીમ બેન્ચ સ્ટ્રેન્થ અજમાવશે: મુલ્લાનપુરના નવા સ્ટેડિયમમાં પદાર્પણ મેચ વચ્ચે કાંગારુઓ સામે રમાનારી શ્રેણી અગાઉ વિન્ડિઝ ટીમ આબરૂ બચાવવા મેદાનમાં ઉતરશે7:45 PM IST
એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતનો ઐતિહાસિક ડંકો: મહિલા હોકી ટીમે ચીનને ધૂળ ચાટતી કરી ૪૪ વર્ષ પછી જીત્યો ગોલ્ડ મેડલ, ૨૦૨૮ લોસ એન્જલસ ઓલિમ્પિક માટે કર્યું ક્વોલિફાય! : ટ્રાફિક જામ અને કેપ્ટન સલીમા ટેટેની ઈજા વચ્ચે પણ ભારતીય વિરાંગનાઓએ રચેલો ઈતિહાસ: લાલરેમસિયામીના ગોલ અને સવિતા પુનિયાના શાનદાર સેવથી ૧-૦થી ચીનને હરાવ્યું6:08 PM IST
છાપાના કાગળમાં લપેટાયેલી મિઠાઈથી મળ્યું આસામની દીકરીને પંચ મારવાનું પ્રેરણાબળ: જન્મદિવસે જ લવલીના બોરગોહેને એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતી ઈતિહાસ રચ્યો : ગરીબી, માર્શલ આર્ટ્સથી સફર શરૂ કરી ઓલિમ્પિક્સ અને હવે એશિયન ગેમ્સના ગોલ્ડ સુધી પહોંચનારી ગોલાઘાટની લવલીનાની સંઘર્ષથી સફળતા સુધીની અદ્ભુત ગાથા5:19 PM IST
ફૂટબોલ મહાકુંભ માટે કોલકાતામાં ઘેલું: પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન બ્રાઝિલની ટીમ ભારતમાં, સોલ્ટ લેક સ્ટેડિયમમાં રમાશે ઐતિહાસિક મુકાબલો : રિયલ મેડ્રિડના વિનિસિયસ જુનિયર સહિતના સુપરસ્ટાર્સ 'બ્લુ ટાઈગર્સ' સામે ટકરાશે: શનિવારે સાંજે સાંજે ૭:૩૦ વાગ્યે ખેલાશે ભારત-બ્રાઝિલ વચ્ચે ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી મેચ5:20 PM IST































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી














































































































































































































