<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

શહેર ભાજપના પૂર્વ કારોબારી સભ્‍ય લલિતભાઈ વડેરિયાનો કાલે જન્‍મદિન

 

રાજકોટ તા. ૧૩ : રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કારોબારી સભ્‍ય તેમજ રઘુવંશી સમાજ અગ્રણી અને પ્રખર હિન્‍દુવાદી નેતા લલીતભાઈ વડેરીયા (કાળુમામા)નો આવતીકાલે  જન્‍મ દિવસ છે. યશસ્‍વી જીવનના ૭૭માં વર્ષમાં પ્રવેશ કરશે. જેઓ વડીયા-દેવળીના મૂળ વતની છે. નાનપણથી જ રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘના સ્‍વયંસેવક રહીને રાજકોટમાં વિશ્વ હિન્‍દુ પરિષદમાં મહામંત્રી, જન્‍માષ્ટમી સમિતિમાં વર્ષો સુધી કન્‍વીનર તરીકે તેમજ ભારતીય જનતા પાર્ટીમા ૩ ટર્મ સુધી કોષાધ્‍યક્ષ, જુના વોર્ડ નંબર ૧૩,૧૪ માં પ્રભારી તરીકે વર્ષો સુધી સફળતાપૂર્વક જવાબદારી વહન કરી ચુકયા છે. જીવદયા પ્રેમી કાળુમામા  રાજકોટ નાગરિક સહકારી બેંક રૈયા બ્રાન્‍ચ/ જંકશન બ્રાન્‍ચ/પરાબજાર બ્રાન્‍ચમાં વર્ષોથી શાખા વિકાસ સમિતિના કન્‍વીનર તરીકે જવાબદારી વહન કરી હતી. ઉપરાંત જલારામ પ્રાર્થના મંદિર ઘંટેશ્વર-રાજકોટ ના ટ્રસ્‍ટી, જલારામ રઘુકુળ હોસ્‍પિટલના સલાહકાર સમિતિના સભ્‍ય, વડીયા-દેવડી મિત્ર મંડળના ચેરમેન, વડિયા ગૌશાળાના ટ્રસ્‍ટી, વડીયા સમૂહ લગ્ન સમિતિના મુખ્‍ય આયોજક તરીકે નિષ્‍ઠાપૂર્વક જવાબદારી સંભાળી રહ્યા છે. શહેર પોલીસની એકતા સમિતિના સભ્‍ય તરીકે પણ સેવા આપી રહ્યા છે. હાલના વોર્ડ નં.૨ માં ભાજપનું સંગઠન મજબૂત બનાવા મુખ્‍ય સિંહ ફાળો રહ્યો છે. તેમના જન્‍મદિવસ નિમિત્તે મો.૯૮૯૮૦ ૭૧૪૫૦ ઉપર ચોમેરથી શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(4:12 PM IST)