News of Wednesday, 18th March 2026
કેન્દ્રીય માનવ અધિકાર પંચના સંયુકત સચિવ એસ. છાકછુઓકનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત પ્રવાસન નિગમના ભૂતપૂર્વ મેનેજીંગ ડીરેકટર શ્રી એસ. છાકછુઓકનો જન્મ તા. ૧૮ માર્ચ ૧૯૮૧ના દિવસે થયેલ આજે ૪૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મુળ મિઝોરમના વતની અને ર૦૦૮ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં મોરબીમાં મદદનીશ કલેકટર, નર્મદામાં જિલ્લા-વિકાસ-અધિકારી, અરવલ્લીમાં જિલ્લા કલેકટર, રાજયમાં સ્ટેમ્પ ડયુટી અધિક્ષક, ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીમાં નિયામક, નાણા વિભાગમાં બજેટના અધિક સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે.
હાલ ભારત સરકારના ગૃહ વિભાગ હસ્તકના કેન્દ્રીય માનવ અધિકાર પંચમાં સંયુકત સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા છે. ફોન નં. ૦૭૯-ર૩રરર૦ર૯ મો. ૯૯૭૮૪ ૦૮૩૧૯ નવી દિલ્હી.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
