News of Thursday, 19th March 2026
જુનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ઇતિહાસ વિભાગ પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિશાલ જોશીનો જન્મદિવસ

(મિનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા.૧૯: જુનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગ પૂર્વ અધ્યક્ષ અનેકવિધ રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય રાજ્ય -પ્રાદેશિક ઇતિહાસ પરિષદો -સેમિનારો- વર્કશોપ ઇતિહાસ પ્રવચનનો આપનારા અને ઇતિહાસને લગતા ૧૩ થી પણ વધુ પુસ્તકોના લેખક એવા જૂનાગઢના ઇતિહાસકાર -પૂર્વ પ્રાધ્યાપક ડોક્ટર વિશાલ જોશી નો ૧૯ માર્ચે જન્મદિવસ છે.
હાલમાં જ રાજ્ય સરકારે તેમને ભારતીય જ્ઞાન પરંપરા સ્ટેટ લેવલ કમિટીમાં નિમણૂક આપેલ છે ૧૯ માર્ચ ૧૯૭૫ માં જન્મેલા તેઓ આધ્યાત્મિક ગિરનારી સાધક સંત પૂજ્ય રતિભાઈ જોશીના પુત્ર થાય છે વિશાલ જોશી સાંપ્રત ઐતિહાસિક ઘટનાઓ અંગે વર્તમાન પત્રોમાં લેખો લખતા રહે છે. (મોબાઈલ નંબર ૯૪૨૯૪ ૮૮૮૮૦)
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
